સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય- જ્યો‌તિષાચાર્ય આ‌શિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ સાથે

Published: Sep 29, 2019, 08:03 IST | મુંબઈ

જાણો કેવું રહેશે તમૈારું આવતું અઠવાડિયું....

સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય
સાપ્તા‌હિક રા‌શિભ‌વિષ્ય

મેષ (અ,લ,ઈ) : દિન-પ્રતિદિન સફળતાનો સ્વાદ ચાખવા મળે. આર્થિક બાબતે વધુ સારો સમય. આરોગ્ય બાબતે કાળજી રાખવી. કાળી પેનથી લખવાથી વધારે લાભપ્રદ સમય બની શકે.
વૃષભ (બ,વ,ઊ) : સામાજિક કાર્યો માટે પ્રવાસ-પર્યટન થાય. મહત્ત્વનાં કામો થવા માટે સાનુકૂળ સમય. મહત્ત્વના નિર્ણયો તાત્કાલિક લઈ લેવા. બીમારી માટે ડૉક્ટરને બતાવીને જ દવા લેવી.
મિથુન (ક,છ,ઘ) : આરોગ્ય નરમ-ગરમ રહ્યા કરે. સ્થાવર મિલકતના વધુ ઝઘડા થાય. જૂનાં મૂડીરોકાણથી લાભ. બુધવારે બાલ, દાઢી ન કરવા.
કર્ક (હ,ડ) : ચિંતાનાં વાદળો ઘટતાં જણાય, છતાં વાસ્તવિક રીતે ન ઘટે. અતિ ભાવુકતા કે લાગણીથી કાળજી રાખવી. ખાનપાનમાં વિશેષ તકેદારી રાખવી. કાળા કે વાદળી કલરનાં કપડાં પહેરવાં.
સિંહ (મ,ટ) : અંગત સમસ્યાની મૂંઝવણમાં વધારો થાય. નાની ઈજાથી બચવું. જાવક કરતાં આવક વધે. સરકારી નોટિસોની આંટીઘૂટી ધીમે-ધીમે પૂરી થાય. વિશિષ્ટ મહાનુભાવો સાથે મુલાકાત થાય. વાસી ખોરાક ન ખાવો.
કન્યા (પ,ઢ,ણ) : પાડોશીઓના ઝઘડાનો અંત આવી શકે. નોકરી-ધંધા પાસે ગોલ્ડન સમય. લગ્નોત્સુકને યોગ્ય જીવનસાથીની પસંદગી મળી શકે. સામાજિક જવાબદારીમાં વધારો થાય. દરરોજ ગાયને ગોળ ખવડાવવો.
તુલા (ર,ત) : વ્યવહારમાં વધુ પડતી કસરત કરવી નહીં. શૅરબજારમાં પ્લાનિંગથી રોકાણ કરવાથી ધનલાભ. નવી ગાડી, મોબાઇલ આકસ્મિક લેવાનો યોગ બને. પેશાબમાં બળતરા થાય માટે તકેદારી રાખવી.
વૃશ્ચિક (ન,ય) : લાંબા ગાળાના પ્રવાસમાં અકસ્માત થઈ શકે. જૂના મિત્રોથી મુલાકાત થાય. મહત્ત્વનાં કાગળો, મોબાઇલ ખોવાઈ શકે. રાત્રે ઊંઘમાં ભય સતાવે. વધુ પડતી મહેચ્છાઓ રાખવી નહીં. માતાજીને નિત્ય દીવો પ્રગટાવવો.
ધન (ભ,ધ,ફ,ઢ) : આંખોમાં બળતરા થાય. નવી-નવી બૅન્ક-લોન ન લેવી. નવી તક ઝડપવામાં વિલંબ ન કરવો. નવાં સાહસ કાળજીપૂર્વક કરવા. પત્ની કે પાર્ટનરથી દગો મળવાની સંભાવના.
મકર (ખ,જ) : બૅન્કમાંથી ચેકો રિટર્ન જાય. વિચાર્યાવગર વાણી ન બોલવી, નહીંતર વિવાદ થઈ શકે. પરદેશ રહેતા સ્વજનથી પૂર્ણ સહકાર મળે. સંબંધો બધે જ સારા રાખવા. કૂતરાઓથી સાવધ રહેવું.
કુંભ (ગ,સ,શ) : માનસિક ચિંતા વધે સાથે માંદગી પણ વધે. આગામી શનિવાર યાદગાર બની રહે. જૂના મિત્રોથી દગો-ફટકો થઈ શકે. આ સપ્તાહમાં બહારગામ જવાનું ટાળવું.
મીન (દ,ચ,ઝ,થ) : યાત્રા-પ્રવાસમાં વિઘ્નો આવે. નજીકના સ્વજનનું નિધન થઈ શકે. નોકરી-ધંધામાં ધારી સફળતા ન મળે. તુલસીનાં પાન નિયમિત ખાવા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK