Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વારંવાર પ્રાઇવેટ પાર્ટ્સને સ્ટિમ્યુલેટ કરવાની ઇચ્છા થાય છે

વારંવાર પ્રાઇવેટ પાર્ટ્સને સ્ટિમ્યુલેટ કરવાની ઇચ્છા થાય છે

11 January, 2021 07:48 AM IST | Mumbai
Dr. Ravi Kothari | feedbackgmd@mid-day.com

વારંવાર પ્રાઇવેટ પાર્ટ્સને સ્ટિમ્યુલેટ કરવાની ઇચ્છા થાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવાલઃ હું ૨૧ વર્ષની છું. ફ્રેન્ડ્સ છે, પણ બૉયફ્રેન્ડ જેવી અંગતતા નથી. જોકે મારી બહેનપણીઓ સાથેની અંગત વાતચીતમાં તેમના બૉયફ્રેન્ડ્સ સાથેના એક્સ્પીરિયન્સની વાતો થાય છે. અમે તેના ઘરે વાંચવા ભેગાં થયેલાં ત્યારે તેણે મને મારા પ્રાઇવેટ પાર્ટ્સ પર આંગળીથી આનંદ કેવી રીતે લેવાય એ શીખવેલું. તેના બૉયફ્રેન્ડે તેને આમ કરતાં શીખવેલું. સાચું કહું તો મને પણ એમાં મજા આવી. મારે તો બૉયફ્રેન્ડ ન હોવાથી હું જાતે જ એવું કરી લઉં છું. જ્યારથી મને આ શીખવા મળ્યું છે ત્યારથી ગંદા વિચારોનું પ્રમાણ વધી ગયું છે. એ કલ્પનાઓને કારણે વારંવાર પ્રાઇવેટ પાર્ટ્સને સ્ટિમ્યુલેટ કરવાની ઇચ્છા થાય છે. મારે આ ગંદી આદત છોડી દેવી છે, પણ અનાયાસ ક્યારેક કલ્પનામાં સરી પડું અને ખૂબ જ મન થઈ જાય છે એટલે કરી લઉં છું. 

જવાબ: જાતે જ પ્રાઇવેટ પાર્ટ્સને સ્ટિમ્યુલેટ કરીને જાતીય સંતોષ મેળવવાની આ ક્રિયા મૅસ્ટરબેશન જ છે. પુરુષોની જેમ સ્ત્રીઓમાં પણ હસ્તમૈથુનની આદત નૉર્મલ જ છે. યુવાનીમાં અંતઃસ્રાવોમાં જબરો ઉછાળ આવતો હોય છે અને એવા સમયે આવેગોને જાતે જ સંતોષી લેવાનો આ સૌથી સરળ અને સેફ રસ્તો છે. તમને આવતા વિચારોને ગંદા કે ખરાબ ન માનો. આ કુદરતી છે. જાતીય સુખની ઝંખના અને વિજાતીય વ્યક્તિ પ્રત્યેનું રોકી ન શકાય એવુ આકર્ષણ આ ઉંમરે સહજ છે.



પ્યુબર્ટી એજ પછી સેક્સ્યુઅલ ફૅન્ટસી પણ વિકસતી હોય છે એટલે યુવાવસ્થામાં તમે કોઈક સાચા-ખોટા બૉયફ્રેન્ડ સાથે ભટકાઈ જાઓ એના કરતાં સુંવાળી અને ગલગલિયાં કરાવે એવી કલ્પનાઓ કરીને હસ્તમૈથુન કરી લો છો એ અત્યંત સાચો રસ્તો છે. એ માટે મનમાં જરાય ગુનાહિત લાગણી અનુભવવાની જરૂર નથી. મનગમતી વ્યક્તિ સાથે હોવાનો કાલ્પનિક રોમાંચ અનુભવવો કે પછી તેની સાથેની ઇન્ટિમસીની કલ્પના કરવી એમાં કંઈ જ ખોટું નથી. તમે વગર વિચાર્યે એ કલ્પનાને હકીકત બનાવવા માટે કોઈની પણ સાથે ફિઝિકલી ઇન્ટિમેટ થઈ જાઓ એના કરતાં જાતે સંતોષ મેળવી લેવાની આ રીત અનેકગણી સેફ છે. શારીરિક નિકટતા કેળવીને તમારું પોતાનું માન ગુમાવી ન બેસો એનું ધ્યાન રાખજો.


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2021 07:48 AM IST | Mumbai | Dr. Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK