સુપરહીરો ઝેડ-બોટ

Published: 8th August, 2012 06:14 IST

આખા વિશ્વમાં બધે જ સુપરહીરોની ખાસ ડિમાન્ડ છે. એમાંય બૅટમૅન અત્યારે લોકપ્રિય છે. બૅટમૅનની આ જ ટ્રાયોલૉજીથી પ્રેરિત થઈને ડિઝાઇનર ઝાહા હદીદે ઝેડ-બોટ ડિઝાઇન કરી છે, જે સુપરહીરોના ચાહકો માટે મસ્ટ હૅવ હશે.

આ સુપરબોટનાં ફક્ત ૧૨ જ પીસ બનાવવામાં આવ્યાં છે. આ મોટરબોટની આઠ મીટરની ફ્રેમ કાર્બન ફાઇબર અને ફાઇબર ગ્લાસથી બનાવવામાં આવી છે તેમ જ બોટનું ઇન્ટિરિયર વિનાયલ મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. આ બોટમાં આઠ વ્યક્તિ બેસી શકે છે તેમ જ બાકીની જરૂરિયાતની બધી જ ઍક્સેસરીઝ પણ રાખવામાં આવી છે.

આ બોટ ફ્રેન્ચની શૉરટીમ નામની કંપનીએ બનાવવામાં આવી છે. આ બોટ ૨૦૧૨માં માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી છે જે વાઇટ, સ્લેટ ગ્રે, બ્લુ અને બ્લૅક એમ ચાર રંગેમાં બનાવવામાં આવી છે.

કિંમત : ૪,૫૭,૦૦૦ ડૉલર એટલે કે આશરે ૨,૫૫,૭૬,૦૧૬ રૂપિયા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK