Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પનીર સ્ટફ્ડ ખાંડવી

03 October, 2012 06:23 AM IST |

પનીર સ્ટફ્ડ ખાંડવી

પનીર સ્ટફ્ડ ખાંડવી







સામગ્રી



  •  એક વાટકી ચણાનો લોટ
  •  ત્રણ વાટકી છાશ
  •  એક ચમચી આદું-મરચાની પેસ્ટ
  •  મીઠું સ્વાદ પ્રમાણે


સ્ટફિંગ માટે


  •  એક ચમચો આદું-મરચાની પેસ્ટ
  •  મીઠું સ્વાદ પ્રમાણે
  •  એક ચમચી તેલ
  •  અડધી વાટકી છીણેલું પનીર
  •  અડધી વાટકી ક્રશ કરેલા મકાઈના દાણા
  •  અડધો કપ છીણેલું ચીઝ
  •  અડધો કપ કોથમીર


વઘાર માટે


  •  બે ચમચા તેલ
  •  એક ચમચો તલ
  •  અડધી ચમચી રાઈ
  •  અડધી ચમચી જીરું
  • સજાવટ માટે
  •  એક ચમચો કોથમીર
  •  એક ચમચો લીલા
  • નારિયેળનું છીણ


રીત

એક કડાઈમાં છાશ અને ચણાનો લોટ લઈને મિક્સ કરો અને એને જેરી લો. હવે એમાં આદું-મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરીને ગૅસ પર ગરમ કરવા મૂકીને સતત ૧૦-૧૨ મિનિટ સુધી હલાવતા રહેવું. મિશ્રણ જાડું થાય એટલે ગૅસ પરથી ઉતારી લો. હવે એક થાળી પર તેલ લગાવો. એના પર ખાંડવીનું મિશ્રણ પતલા લેયરમાં સ્પ્રેડ કરો.

હવે સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો. એમાં મકાઈના દાણાને સાંતળો. બે મિનિટ બાદ છીણેલું પનીર ઉમેરીને ગૅસ બંધ કરો. એમાં મીઠું, આદું-મરચાની પેસ્ટ, ચીઝ અને કોથમીર નાખીને મિક્સ કરો. હવે આ મિશ્રણને ખાંડવીના લેયર પર પાતળા લેયરમાં પાથરો. ત્યાર બાદ ખાંડવીના રોલ વાળી લો. નાના ટુકડામાં કાપીને ડિશમાં ગોઠવો.

વઘાર માટે એક ચમચામાં તેલ ગરમ કરી એમાં તલ અને રાઈ-જીરું ઉમેરો. તલ ફૂટે એટલે એને ખાંડવી પર પાથરી દો. ઉપરથી કોથમીર અને નારિયેળ ભભરાવીને પીરસો.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2012 06:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK