ટાઇપ 2 ડાયાબિટીઝ દર્દીઓ માટે રામબાણ ઔષધિ છે પેરુના પાંદડાની ચા

Published: 24th January, 2021 20:25 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ચાની માગ દેશમાં સૌથી વધારે છે. લોકો ચા વગર રહી શકતા નથી. ચાના અનેક પ્રકાર છે, જેમાં કેટલાક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે.

ટાઇપ 2 ડાયાબિટીઝ દર્દીઓ માટે રામબાણ ઔષધિ છે પેરુના પાંદડાની ચા
ટાઇપ 2 ડાયાબિટીઝ દર્દીઓ માટે રામબાણ ઔષધિ છે પેરુના પાંદડાની ચા

ભારતમાં દરેક ઘરમાં સવારની શરૂઆત ચા સાથે જ થાય છે. કેટલાક લોકો તો એક દિવસમાં કેટલાય કપ ચા પી જતા હોય છે. તેના પછી પણ તેમની ઇચ્છા ચા પીવાની થતી હોય છે. જ્યારે કેટલાક લોકો ચાના બહાને બીજાના ઘરે પણ ચાલ્યા જાય છે. ચાની માગ દેશમાં સૌથી વધારે છે. લોકો ચા વગર રહી શકતા નથી. ચાના અનેક પ્રકાર છે, જેમાં કેટલાક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે.

ખાસકરીને હર્બલ ટી સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે લાભદાયક થાય છે. આમાં એક પેરુના પાંદડાની ચાય છે જે ડાયાબિટીઝ રોગમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેટલીક રિસર્ચમાં આ વાતની પુષ્ઠિ કરવામાં આવી છે અને આના સેવનથી બ્લડ શુગર કન્ટ્રોલ થાય છે. ડાયાબિટીઝના દર્દીઓ છે અને તમે આને નિયંત્રિત કરવા માગો છો, તો તમે ચોક્કસ પેરૂના પાંદડાની ચાનો આનંદ માણી શકો છો. તો જાણો કેવી રીતે બને છે પેરૂના પાંદડાની ચા ડાયાબિટીઝમાં લાભદાયક સાબિત થાય છે

Nutrition & Metabolismની એક રિસર્ચ પ્રમાણે, ટાઇપ2 ડાયાબિટીઝ દર્દીઓ માટે પેરૂના પાંદડાની ચા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે Nutrition & Metabolismએ FOSHUના એક રિપૉર્ટ પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં જાપાની લોકોને પેરૂના પાંદડાની ચા પીવાની સલાહ આપવામાં આવી છે. આ રિપોર્ટ પછી જાપાનમાં આ દવા તરીકે વાપરવામાં આવે છે. આ રિપૉર્ટ માર્ચ 2000ની છે. આજે જાપાનમાં બધા ઘરોમાં પેરૂના પાંદડાની ચા ઉકાળા તરીકે સેવન કરવામાં આવે છે.

કેવી રીતે બનાવવી પેરૂના પાંદડાની ચા
આ માટે એક ગ્લાસ પાણીમાં પેરૂના પાંદડાને સારી રીતે ઉકાળી લો. ધ્યાનમાં રાખવું કે પેરૂના પાંદડાને સારી રીતે ધોઇને વાપરવા. ત્યાર પછી ચાની જેમ આનું સેવન કરવું. તમે ઇચ્છો તો ગળપણ માટે મધનો ઉપયોગ કરી શકો છો. દિવસ દરમિયાન ફક્ત બે કપ ચાનું સેવન કરવું. વધુ માહિતી માટે ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

ડિસ્ક્લેમર: સ્ટોરીની ટીપ્સ અને સલાહ સામાન્ય માહિતી માટે છે. આ કોઇપણ ડૉક્ટર કે મેડિકલ પ્રૉફેશનલની સલાહ તરીકે ન લેવી. બીમારી કે સંક્રમણના લક્ષણોની સ્થિતિમાં ડૉક્ટરની સલાહ જરૂર લો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK