18 સપ્ટેમ્બરથી શનિ થશે માર્ગી, તમારી રાશિ પર પડશે આવી અસર

Published: Sep 17, 2019, 19:04 IST | મુંબઈ

હવે 18 સપ્ટેમ્બરથી સનિ ધન રાશિમાં માર્ગી થવાથી તમામ રાશિના લોકોને રાહત મળશે. શનિના માર્ગી થવાથી મુશ્કેલીઓનો અંત આવશે, આવકના રસ્તા ખુલશે.

શનિની વક્ર દ્રષ્ટિથી પરેશાન જાતકો માટે રાહતનો સમય આવી રહ્યો છે. 18 સપ્ટેમ્બર બુધવારે સવારે 11.48 વાગ્યાથી શનિ માર્ગી થઈ રહ્યો છે. શનિ 30 એપ્રિલે વક્રી થયો હતો. કુલ 142 દિવસના વક્રત્વ કાળમાં શનિએ લગભઘ તમા રાશિના જાતકોને પ્રભાવિત કર્યા છે. આ દરમિયાન પોતાના કામમાં મુશ્કેલીઓ, આર્થિક મુશ્કેલી, બીમારી, પરિવારમાં સમસ્યા જેવી પરેશાની સામે લોકોએ લડવું પડ્યું. પરંતુ હવે 18 સપ્ટેમ્બરથી સનિ ધન રાશિમાં માર્ગી થવાથી તમામ રાશિના લોકોને રાહત મળશે. શનિના માર્ગી થવાથી મુશ્કેલીઓનો અંત આવશે, આવકના રસ્તા ખુલશે.

કઈ રાશિ પર શું અસર થશે ?

મેષ

મેષ રાશિના જાતકો માટે શનિ નવમા ભાવમાં માર્ગી થશે. નવમો ભાવ ભાગ્યનો ભાવ કહેવાય છે, એટલે મેષ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. તેનાથી અટકેલા કાર્યો પૂરા થશે. વેપારીઓને ફાયદો થઈ શકે છે, મોટો પ્રોજેક્ટ મળી શકે છે. નોકરિયાત જાતકોની પ્રગતિ થઈ શકે છે. તમે તમારા સમકક્ષો કરતા સારું પ્રદર્શન કરશો. આર્થિક મુશ્કેલી દૂર થશે. જમીન મકાન, ખેતીમાં લાભ થઈ શકે છે.

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે શનિ આઠમાં ભાવમં મા્રીગ થશે. આર્થિક રીતે આ રાશિના જાતકો માટે સમય ઉત્તમ રહેશે, પરંતુ શારીરીક રીતે થોડી મુશ્કેલી આવી શકે છે. ખાસ કરીને માથામાં ઈજા થવાની શક્યતા છે. આઠમા ભાવમાં શનિ માર્ગી થવાથી વિદેશ યાત્રાના યોગ સર્જાશે. તમારી સંપત્તિમાં વધારો થશે. અટકેલા પૈસા આવશે. નોકરિયાત લોકોને મહેનતનું ફળ મળશે. માનસિક મુશ્કેલીમાં રાહત મળશે.

મિથુન

મિથુન રાશિ માટે શનિ સાતમા ભાવમાં માર્ગી થઈ રહ્યો છે. જે શુભ સાબિત થશે. તેના પ્રભાવથી દાંપત્ય જીવન, પ્રેમ સંબંધોમાં સ્ટ્રેસ ઓછો થશે. જે લોકો ભાગીદારીમાં ધંધો કરી રહ્યા છે, તેમને ફાયદો થઈ શકે છે. આ દરમિયાન તમને નસીબનો પૂરો સાથ મલશે. જો તમારી સાથે અન્યાય થયો છે તો શનિ માર્ગી થતા જ તમને લાભ મળશે અને દોષિતોને સજા મળશે. તમારા માટે આ સમય કોઈ મોટી પરેશાનીનો ઉકેલ લાવી રહ્યો છે.

કર્ક

કર્ક રાશિમાં માર્ગી શનિ સારા સમાચાર લાવશે. આ રાશિ માટે શનિ છઠ્ઠા ભાવમાં માર્ગી થઈ રહ્યો છે, જે લોકો બીમારી અને શત્રુઓથી પરેશાન હતા તેમને રાહત મળશે. તેમની બીમારીઓ દૂર થશે, ખર્ચો ઘટશે અને દુશ્મનોનો નાશ થશે. વેપારીઓને હરિફાઈથી મળતા પડકારો ઓછા થશે. આ સમય તમને આર્થિક લાભ પશે. નવા વાહન ખરીદવાનો યોગ છે. નવું મકાન બનાવવાની યોજના પર કામ થશે.

સિંહ

શનિ સિંહ રાશિ માટે પાંચમા ભાવમાં માર્ગી થશે. આ સંતાનનું સ્થાન છે, એટલે સંતાન ઈચ્છતા દંપતીઓનું સપનું પૂર્ણ થઈ શકે છે. સંતાન પક્ષ તરફથી સારા સમાચર મળી શકે છે. સંતાનને સન્માન મળી શકે છે. પ્રેમ સંબંધો માટે પણ આ સમય સારો રહેશે. તમે પાર્ટનર સાથે રોમેન્ટિક ટ્રીપ પર જઈ શકો છો. નોકરિયાત લોકોને સારી તક મળશે. વિદ્યાર્થીઓ અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોનો ઉત્તમ સમય આવી રહ્યો છે.

કન્યા

કન્યા રાશિના માટે સુખ સ્થાન એટલે કે ચોથા ભાવમાં શનિ માર્ગી થવાથી ભાગ્ય ખુલવાો અવસર છે. જે સુખ તમે ઈચ્છતા હતા, તે સુખ મળશે. ભૌતિક સુખ સગવડોમાં વધારો થશે. શાનદાર રીતે પૈસા આવશે. ભવિષ્ય માટે બચત કરી શક્શો. દાંપત્ય જીવનમાં પણ સુખ મળશે. તમારી વાણી અને સંયમિત વ્યવહારના કારણએ દુશ્મનોને પરાસ્ત કરવામાં સફળતા મળશે.

તુલા

આ રાશિના જાતકો માટે તૃતીય સ્થાનમાં માર્ગી થઈ રહેલા શનિદેવ જુદા જુદા ક્ષેત્રોમાં લાભ આપશે. બિઝનેસ, નોકરીમાં લાભ થશે, પ્રમોશન થશે. કુંવારા લોકોના લગ્નની શક્યતા છે. સંપત્તિને લઈ ચાલતા વિવાદનો ઉકેલ આવશે. નવદંપતીઓના જીવનમાં સંતાન પ્રાપ્તિના યોગ છે. આર્થિક મુશ્કેલીઓથી છૂટકારો મળશે. કોઈ એવું કામ પૂર્ણ થશે, જેના માટે તમે લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો. બસ આ સમય દરમિયાન પાર્ટનર સાથે દગો કે છળ કપટ ન કરો.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકોને બીજા ભાવ એટલે કે ધન સ્થાનમાં શનિ માર્ગી થઈ રહ્યો છે. તેનાથી ધનપ્રાપ્તિના નવા રસ્તા ખુલશે. આવકના એક કરતા વધુ સાધનો મળશે. જૂના બિઝનેસ, નોકરીમાં પ્રગતિ થશે. આ રાશિના જાતકોને જમીન, સંપત્તિના કામમાં ધનલાભ થશે. શેર માર્કેટ, રિયલ એસ્ટેટના કામમાં ફાયદો થશે. આરોગ્ય સંપૂર્ણ ઠીક નહીં થાય, પરંતુ સુધારો જરૂર થશે.

ધન

ધન રાશિ માટે શનિનું માર્ગી થવું આ રાશિના જાતકોના જીવનસ્તરમાં સુધારો લાવશે. આ રાશિ ગુરુની છે, એટલે જાતકોની ધર્મમાં આસ્થા વધશે. સંયમિત અને સંતુલિત વ્યવહાર તેમજ વાણીથી તમે લોકોને વશમાં કરી લેશે. જૂના સમયથી ચાલતી આવતી મુશ્કેલીઓનો અંત આવશે ખાસ કરીને આરોગ્યને લઈ નિશ્ચિંત થશો. વૈવાહિક જીવનમાં એકબીજા પરનો ભરોસો વધશે. પ્રેમ સંબંધ મળશે. દરેક ક્ષેત્રમાં પ્રગતિના યોગ છે.

આ પણ વાંચોઃ સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

મકર

મકર રાશિ માટે શનિ દેવ બારમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે. આ શનિની રાશિ છે અને 12મું સ્થાન ખર્ચનું સ્થાન છે. એટલે શનિના માર્ગી થવાથી આ રાશિના જાતકોનો ખર્ચો ઘટશે. નવું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. શેર બજાર કે પ્રોપર્ટીમાં રોકાણતી ફાયદો થશે. આરોગ્ય સુધરશે.

કુંભ

કુંભ રાશિ માટે શનિદેવ 11મા ભાવમાં માર્ગી થશે. આ રાશિ પણ શનિદેવની રાશિ છે. એટલે તેમની આવકમાં વૃદ્ધિના સંકેત છે. અત્યાર સુધી જે કાર્યો અટકતા હતા તેમાં વિધ્નો દૂર થવાથી નવા અને સફળ જીવન તરફ આગળ વધશો. વિચારેલા તમામ કાર્યો પૂર્ણ થશે. પરંતુ મહેતન પ્રામાણિક્તાથી કરવી પડશે. નોકરી બદવા માટે 18 સપ્ટેમ્બર પછીનો સમય યોગ્ય છે.

મીન

આ રાશિ માટે શનિદેવ દસમા એટલે કે કર્મભાવમાં માર્ગી થઈ રહ્યા છે. જે પ્રત્યેક ક્ષેત્રમાં પ્રગતિનો સંકેત છે. કોર્ચ કચેરીના મામલામાં રાહત મળશે. પૈસાની બચત થશે. ભાગીદારીમાં કોઈ નવું કામ શરૂ કરી શકો છો. નવી પ્રોપર્ટી ખરીદવાના યોગ છે. વિદેશની મુસાફરી થઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK