આજકાલ હોટ છે સલમાનના સ્કાર્ફ

Published: 31st August, 2012 06:21 IST

ફિલ્મ ‘એક થા ટાઇગર’માં સલમાને પહેરેલા ‘કાફિયા’ યંગ છોકરાઓમાં ક્રેઝ બની રહ્યા છે

slarf-fashionસલમાન જે કરે એ ટ્રેન્ડ બની જાય છે. પછી એ કંઈ પહેરવાનો હોય કે કાઢવાનો, પણ ટ્રેન્ડ તો બને જ છે. આજકાલ એક નવી ફૅશન છે. ગળા ફરતે સલમાને તેની રિસન્ટ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘એક થા ટાઇગર’માં પર્હેયા હતા એવા સ્કાર્ફ. મુસ્લિમોમાં કેફિયા તરીકે પ્રચલિત એવા ગળા ફરતે વીંટાળવાના આ લાંબા રૂમાલ પહેલાં આરબો પોતાના માથા પર બાંધતા તેમ જ પઠાણો પોતાના ખભા પર રાખતા, પરંતુ હવે હરકોઈ આ સ્કાર્ફને સલમાનની જેમ ગળા ફરતે વીંટાળવાનું પસંદ કરી રહ્યા છે.  

ફિલ્મ રિલીઝ થયાની સાથે જ મોટા ભાગના મુસ્લિમ ક્રાઉડે આ ટ્રેન્ડને હરખભેર અપનાવી લીધો હતો. પરંતુ આ ટ્રેન્ડ ફક્ત તેમના સુધી જ સીમિત નથી, બધા ફૅશનેબલ યંગસ્ટર્સ સ્કાર્ફ પહેરવાનું પસંદ કરી રહ્યા છે.

ગમછાની સ્ટાઇલ

આ સિવાય સલમાને ફિલ્મના એક ગીતમાં ગળા ફરતે લાલ ગમછો વીંટાળ્યો છે. આવા જ ગમછા થોડા સમય પહેલા રિલીઝ થએલી અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’માં પણ જોવા મળ્યાં હતા. પરંતુ ‘એક થા ટાઇગર’માં આ ગમછા થોડી જુદી પૅટર્નમાં જોવા મળ્યાં જેમાં બ્લૅક ઍન્ડ વાઇટ તેમ જ રેડ ઍન્ડ વાઇટનું કૉમ્બિનેશન જોવા મળ્યું હતું. મોટા ભાગે આવા ગમછા પઠાણી સૂટ કે સલવાર-કુરતા પર શોભે છે, પરંતુ સલમાને કૅઝ્યુઅલ શર્ટ અને કાગોર્ પર તેમ જ અનુરાગ કશ્યપે ફિલ્મના પ્રમોશન સમયે સૂટ પર પહેરીને એ સાબિત કર્યું છે કે ફૅશનની દુનિયામાં કંઈ પણ ચાલી શકે છે. આ પહેલાં ‘ટશન’માં અક્ષય કુમારે પણ આવા ગમછા માથા પર બાંધ્યા હતા. સૈફ અલી ખાન અને જૅકી શ્રોફ પણ અવારનવાર ગળા ફરતે સ્કાર્ફ વીંટાળેલા જોવા મળે છે.

બ્રૅન્ડ્સની દિવાનગી

ગમછા જોઈને લક્ઝરી બ્રૅન્ડ હર્મસે કહ્યું છે કે એ પણ પોતાના લેબલ હેઠળ આવી જ ડિઝાઇનના ગમછા બનાવશે.

કેવી રીતે થયો ઉદ્ભવ?

આ સ્કાર્ફ અને ગમછા જે સ્ટાઇલમાં બનાવવામાં આવે છે એને હાઉન્ડ્સ્ટૂથ કહેવાય છે. આ એક પૅટર્ન છે જે સ્કૉટલૅન્ડમાં ઉદ્ભવી હતી, પરંતુ ફૅશનમાં કોઈ દિવસ અપનાવાઈ નહોતી. જોકે કોકો શૅનલ બ્રૅન્ડે આ પૅટર્નને પોતાના એક કલેક્શનમાં સમાવ્યા બાદ બીજા લોકો પણ આ જ ફૅશનને અપનાવવા લાગ્યા. ત્યાર બાદ લુઇ વિત્તાં, અરમાની, મોસ્ચિનો જેવી બ્રૅન્ડે પણ હાઉન્ડ્સ્ટૂથની પૅટર્નને પોતાની બ્રૅન્ડમાં સમાવી.

સલમાનનો લુક

ફિલ્મમાં સલમાનનો એક જાસૂસનો રોલ માટેનો લુક મૅચો મૅનમાં લોકપ્રિય બની રહ્યો છે. લોકો જો સ્કાર્ફ પહેરેલા જોવા મળે તો કહી પણ દે છે કે ‘જો ભાઈ કા સ્ટાઇલ વહી હમારા સ્ટાઇલ’. આવી રફ ફૅશન કરવામાં માનતા પુરુષોને જો સલમાનનો આ લુક અપનાવવો હોય તો આટલી ચીજો છે જરૂરી :  

કૉટન ટ્રાઉઝર, કૅઝ્યુઅલ શર્ટ, ચેક્સવાળો સ્કાર્ફ અને અનશેવ્ડ રફ લુક

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK