આજની વાનગી -અમૃતસરી કુલ્ચા
ધર્મિન લાઠિયા
સામગ્રી
+ બે નંગ બાફેલા બટાટા + બે ટેબલ સ્પૂન સમારેલા કાંદા + એક ટી-સ્પૂન મરચાની પેસ્ટ + એક ટી-સ્પૂન ગરમ મસાલો +એકટી-સ્પૂન લાલ મરચું + એક ટી-સ્પૂન આમચૂરનો પાઉડર + એક ટી-સ્પૂન ધાણા-જીરું + બેટી-સ્પૂન કોથમીર + મીઠું સ્વાદ અનુસાર + એક કપ મેંદો + એક ટી-સ્પૂન તેલબટર લગાડવા માટે
આ પણ વાંચોઃ આજની વાનગી - ગ્રીન હમસ
ADVERTISEMENT
બનાવવાની રીત
મેંદામાં મીઠું, મોણ નાખી કડક બાંધવો. એક બોલમાં બધી જ સામગ્રી ભેગી કરીને પૂરણ તૈયાર કરવું. મેંદાના લૂઆ બનાવવા. એને થેપી એમાં બટાટાનું પૂરણ ભરી લેવું. હાથેથી જ પાતળું થેપી લેવું. એક બાજુ પાણી લગાવી ગરમ તવા પર પાણીવાળા ભાગને ચિપકાવવો. પછી તવાને ઊલટો કરી બન્ને બાજુ શેકી લેવું. તૈયાર થયા બાદ એના પર બટર લગાડી દહીંના રાયતા સાથે સર્વ કરવો.