પર્પલ છે સીઝનનો ફેવરિટ

Published: 20th August, 2012 05:48 IST

આ સીઝનમાં જો પર્પલને પોતાના વૉર્ડરોબમાં સ્થાન આપવું હોય તો આટલી ટિપ્સ જાણી લો

parpal-coloreઍમિથિસ્ટ કહો, પર્પલ કે પછી વાયોલેટ; આ શેડનાં નામ ભલે જુદાં પણ એ હૉટ અને રિચ લાગે છે. જેમસ્ટોન જેવા આ શેડની હાલમાં ઇન્ટરનૅશનલ માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે. ઇન્ટરનેશનલ લક્ઝરી બ્રૅન્ડ પ્રાદા, અરમાની પ્રાઇવએ પોતાના ફૉલ/વિન્ટર કલેક્શનમાં આ શેડનો સમાવેશ કર્યો છે. ડાર્ક શેડ્સનો અત્યારે ટ્રેન્ડ છે ત્યારે પર્પલે ફૅશનની દુનિયામાં પોતાની અનોખી આભા ઊભી કરી છે.

વૉર્ડરોબમાં પર્પલ

પર્પલમાં એક લક્ઝુરિયસ ટચ છે જે વધુ પ્રમાણમાં પહેરો કે પછી ઓછા પ્રમાણમાં, સારો જ લાગે છે. ડીપ પર્પલ સાડી હોય કે પછી પેસ્ટલ ટૉપ સાથે પર્પલ જીન્સ, દેખાવમાં આકર્ષક લાગે છે.

ચહેરા પર

ઍમિથિસ્ટ આઇ-શૅડો આ સીઝનમાં હૉટ છે. મેટલિક પર્પલ બ્લૅક કરતાં પણ વધુ ડ્રામેટિક લુક આપે છે. સ્મોકી ઇફેક્ટ માટે પર્પલને બ્લુ અથવા પિન્ક સાથે મર્જ કરી શકાય. અહીં રંગને એટલો પણ સ્મજ ન કરવો કે પર્પલની ઇફેક્ટ દેખાય જ નહીં. પર્પલને જો મેક-અપ બરાબર કરતા આવડતો હોય તો ગાલ પર પણ એક્સપરિમેન્ટ કરી શકાય.

પુરુષો માટે પર્પલ

એમ્પીરિયો અરમાનીએ ફૉલ ૨૦૧૨ના પોતાના કલેક્શનમાં મેન્સ વેઅરમાં પર્પલ કલરને ઇન્ટ્રોેડ્યુસ કર્યો હતો અને પર્પલ કોઈ લેડીઝ કલર છે એવું નથી, પુરુષો પણ પોતાના વૉર્ડરોબમાં પર્પલ સમાવી શકે છે. આ શેડ સેફ કૅટેગરીમાં આવે છે, વધુપડતો પિન્ક પણ નથી અને વધુપડતો ડલ પણ નહીં. પોલો ટી-શર્ટ કે કૅઝ્યુઅલ શર્ટમાં પર્પલ પહેરી શકાય. એ સિવાય પાર્ટીવેઅરમાં થોડું શાઇની એવું ડીપ પર્પલ શર્ટ પહેરી શકાય. જો પર્પલની ફક્ત એક હિન્ટ જ આપવી હોય તો પર્પલ ટાઇ પણ પહેરી શકાય અને જો ફન્કી લાગવું  પસંદ હોય તો પર્પલ સૉક્સ પહેરજો.

થોડી પર્પલ ટિપ્સ

આખો આઉટફિટ પર્પલ હોય ત્યારે ઍક્સેસરીઝમાં ઑરેન્જ ટ્રાય કરો, હટકે અને આકર્ષક લાગશે.

ભીડમાં જુદા તરી આવવું હોય તો સિમ્પલ જીન્સ અને ટી-શર્ટ સાથે પર્પલ હીલ્સ પહેરો.

સિમ્પલ પેસ્ટલ શેડના ડ્રેસ સાથે ઍમિથિસ્ટ સ્ટોનનો નેકલેસ પહેરો. સ્ટેટમેન્ટ નેકલેસ સિમ્પલ ડ્રેસને પણ રિચ લુક આપે છે.

પર્પલથી તમે હો એના કરતાં થોડા હેવી લાગી શકો છો. એટલે પહેરવામાં તકેદારી લો. હાઇટ વધારે હોય તો પર્પલ ડેનિમ પહેરી શકાય, પરંતુ જો શરીર હેવી હોય તો પ્રિન્ટેડ પર્પલ સૅટિનનો ડ્રેસ પહેરો. સ્લિમ પણ લાગશો અને સુંદર પણ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK