Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પનીર-ફુદીના પુલાવ

27 November, 2012 06:38 AM IST |

પનીર-ફુદીના પુલાવ

પનીર-ફુદીના પુલાવ







સામગ્રી

  •  અડધો કપ પનીરના ચોરસ ટુકડા
  •  એક કપ બાસમતી ચોખા
  •  એક કપ બારીક સમારેલાં ફુદીનાનાં પાન
  •  એક ચમચો તેલ
  •  બે ચમચા ઘી
  •  એક બારીક સમારેલો કાંદો
  •  એક ઇંચ આદુંનો ટુકડો
  •  ચાર લસણની કળી
  •  ત્રણ લીલાં મરચાં
  •  ત્રણ લવિંગ
  •  બે એલચી
  •  એક ટુકડો તજ
  •  બે કપ નારિયેળનું દૂધ


રીત

ચોખાને ધોઈને બે કલાક પલાળો. એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં પનીરને સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો અને અલગ રાખો. લીલાં મરચાં, આદું અને લસણની પેસ્ટ બનાવી લો. એક પૅનમાં ઘી ગરમ કરી એમાં એલચી, લવિંગ અને તજ ઉમેરી સાંતળો. ત્યાર બાદ એમાં તૈયાર કરેલી આદું-મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી બે મિનિટ માટે સાંતળો. હવે કાંદા ઉમેરી સાંતળો. તેલ છૂટું પડે એટલે એમાં પલાળેલા ચોખા, ફુદીનાનાં પાન અને પનીર ઉમેરી બરાબર મિક્સ કરો. નારિયેળનું દૂધ ઉમેરી ૮-૧૦ મિનિટ સુધી ચઢવા દો. ભાત ચઢી જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢો, રાયતા અથવા દહીં સાથે ગરમ પીરસો.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2012 06:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK