Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મારી ફોરસ્કીનમાં કંઇ તકલીફ લાગે છે, પ્લીઝ માર્ગદર્શન આપો

મારી ફોરસ્કીનમાં કંઇ તકલીફ લાગે છે, પ્લીઝ માર્ગદર્શન આપો

13 November, 2020 04:40 PM IST | Mumbai
Dr.Ravi Kothari

મારી ફોરસ્કીનમાં કંઇ તકલીફ લાગે છે, પ્લીઝ માર્ગદર્શન આપો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવાલઃ છેલ્લાં ત્રણ વરસથી હોસ્ટેલમાં રહું છું અને હાલમાં ૧૮ વર્ષનો છું. ફટાફટ નાહીને બાથરૂમ ખાલી કરી આપવાની ઉતાવળને કારણે મેં કેટલાય વખતથી ઇન્દ્રિયની સફાઈ જ જાણે નથી કરી એવું લાગે છે. મારા ફ્રેન્ડ્સ સાથે અંગત વાતો કર્યા પછી તેમની પાસેથી જાણીને જ મેં પહેલી વાર હસ્તમૈથુન કરવાની કોશિશ કરેલી. બે મહિના પહેલાં મેં આ પ્રયોગ કરેલો, પણ ખૂબ જ તકલીફ દાયક અનુભવ રહ્યા. મારા ઘરમાં તો પપ્પા વારેઘડીએ કહેતા હતા કે એ જગ્યાએ હાથ ન લગાવાય. પણ હસ્તમૈથુન તો બધા જ છોકરાઓ કરે છે. મારી સમસ્યા એ છે કે ઉપરની ફોર-સ્કિન પાછળ સરકતી જ નથી. આગળ-પાછળની મૂવમેન્ટ દરમ્યાન પણ દુખાવો થાય છે ને પરાણે ખેચું તો ચીરા પડી જાય છે. બે-ત્રણ દિવસ દુખ્યા કરે છે ને પછી સારું થઈ જાય છે. અંદરના ભાગે જાણે ખોડો થયો હોય એવો સફેદ રંગનો કચરો જામી જાય છે.
જવાબ- ટીનેજથી જ ઇન્દ્રિય અને એની આસપાસના ભાગની યોગ્ય સફાઈ કરવાનું ખૂબ જ જરૂરી છે. તમે હોસ્ટેલમાં રહો છો એટલે ઝટપટ બાથમરૂમ ખાલી કરવાની ઉતાવળ હોય એવું બની શકે છે ને એટલે પ્રાઇવેટ પાર્ટ્સની સફાઈમાં બેદરકારી રહી જતી હોઈ શકે છે. તમારે રોજ નાહતી વખતે ઇન્દ્રિયની આસપાસ સાબુ લગાવીને એની સફાઈ કરવી જોઈએ. સાથે ફોર-સ્કિનને સરકાવવાની પણ કોશિશ કરવી. સફાઈને કારણે સફેદ મેલ જમા થતો અટકશે.
નાહતી વખતે ફોર-સ્કિન પાછળ ન સરકતી હોય તો સવારે નાહતાં પહેલાં અને રાત્રે સૂતાં પહેલાં કોકોનટ ઑઇલ લઈને આ ભાગમાં લગાડીને માલિશ કરતાં-કરતાં ચામડી આગળ-પાછળ કરવાની કોશિશ કરવી. શરૂઆતમાં જો દુખાવો વધારે થાય તો ઝાયલોકેન (બે ટકા) જેલી ઇન્દ્રિય પર લગાવી દેવી જેથી દુખાવો ફીલ નહીં થાય. એ પછી ચામડી આગળ-પાછળ કરવી. એકાદ-બે મહિના સળંગ આ પ્રયોગ કરવો. તમારીહિસ્ટરી જોતાં રેગ્યુલર પ્રયત્નથી ચામડી સરળતાથી, દુખાવા વિના પાછળ સરકવા લાગે એવી શક્યતાઓ ચોક્કસ છે. જો આ આદત નિયમિત રાખશો તો મૅસ્ટરબેશન વખતની તકલીફ દૂર થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2020 04:40 PM IST | Mumbai | Dr.Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK