Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મશરૂમ મખ્ખની બૉલ

08 November, 2011 07:29 PM IST |

મશરૂમ મખ્ખની બૉલ

મશરૂમ મખ્ખની બૉલ


 

 




 

(મીતા ભરવાડા)

સામગ્રી


  • ૧૦૦ ગ્રામ મશરૂમ
  • ૫૦ ગ્રામ પનીર
  • એક કપ મેંદો
  • બે ચમચા કૉર્નફ્લોર
  • પા ચમચી ખાવાનો સોડા
  • એક બારીક સમારેલો કાંદો
  • ૪-૬ કળી વાટેલું લસણ
  • ૪-૬ બારીક સમારેલાં લીલાં મરચાં
  • ૩ ચમચા સમારેલી કોથમીર
  • એક ચમચી ગરમ મસાલો
  • ચપટી તજ પાઉડર
  • મીઠું અને મરી સ્વાદ પ્રમાણે
  • એક ચમચી તેલ
  • તળવા માટે તેલ


રીત

મશરૂમને ધોઈને એકદમ બારીક સમારો. પનીરને ખમણી લો. હવે એક પૅનમાં એક ચમચી તેલ ગરમ કરી એમાં મશરૂમ, મીઠું અને મરી નાખીને સાંતળો. બે મિનિટ બાદ એને ગૅસ પરથી ઉતારીને ઠંડું થવા દો. હવે એક બાઉલમાં મેંદો, કૉર્નફ્લોર અને સોડા મિક્સ કરો. એમાં સાંતળેલાં મશરૂમ, પનીર, કાંદા, લસણ, લીલાં મરચાં, ગરમ મસાલો, તજ પાઉડર, કોથમીર, મીઠું અને મરી નાખી મિક્સ કરો. એમાં થોડું પાણી નાખી નરમ લોટ જેવું બાંધો. એને બે કલાક રહેવા દો. હવે એના મિડિયમ સાઇઝના બૉલ્સ બનાવી ગરમ તેલમાં બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો. સૅલડ અને સ્વીટ ચિલી સૉસ સાથે એને પીરસો.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2011 07:29 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK