સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું, કોને મળશે લાભ

Published: Aug 11, 2019, 07:52 IST | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ | મુંબઈ

જાણો કેવું રહેશે 12 રાશિઓના જાતકનું આખું અઠવાડિયુ

રાશિફળ
રાશિફળ

મેષ (અ,લ,ઈ): પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળતો જણાય. અનિવાર્ય પરિસ્થિતિ આપની માનસિક સ્થિતિ ડામાડોળ કરે. નજીકના મિત્રોથી લાભ. ગત સપ્તાહનાં અધૂરાં કાર્ય પૂરાં થશે. હાલમાં શ્રાવણ માસ ચાલતો હોવાથી નજીકના શિવમંદિરે નિત્ય દર્શન કરવા.

વૃષભ (બ,વ,ઉ): વિલંબમાં પડેલાં કાર્યો આગળ વધી શકે. શૅર-સટ્ટાના સોદા માટે કાળજી રાખવી. બૅન્કો તરફથી નવી-નવી લોનો મળે. નજીકના સગા દ્વારા પ્રવાસ-પર્યટન થાય. બ્રાહ્મણને ૨૫૦ ગ્રામ શુદ્ધ ઘી અર્પણ કરવાથી મહત્ત્વનાં કામ ઉકેલાશે.

મિથુન(ક,છ,ઘ): જૂની બીમારીઓ સાથે નવી બીમારીઓ ચાલુ થાય. કોઈ પણ કારણસર બહારના ચા-પાણી નાસ્તા વધી જાય. સંતાનથી શુભ સમાચાર મળે. જમણા હાથથી ત્રીજી આંગળીએ પન્નાનું નંગ પહેરવું.

કર્ક (ડ, હ): કાર્યક્ષેત્રમાં ઉતાર-ચડાવ થાય. સસુરાલમાં સામાજિક કામ માટે જવાનું બને. યાદગાર નોંધ કરેલી નોટબુક મળી શકે ! માતાજીના મંદિરે અગરબત્તીનું પેકેટ અર્પણ કરવું.

સિંહ (મ,ટ): કાર્યક્ષેત્રમાં સહકર્મચારી સાથે વાદવિવાદ કરવો નહીં. લગ્નજીવનમાં વધુ મધુર સંબંધો બની રહે. સંતાનના રમતગમત ક્ષેત્રે સિદ્ધિના સમાચાર મળે. નોકરી-ધંધાના સ્થળે સમયસર પહોંચવું.

કન્યા (પ,ઠ,ણ) : વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો. નોકરિયાત વર્ગને સારી જગ્યા ઉપર ટ્રાન્સફર થઇ શકે. નાની બહેનથી ફાયદો. ગળામાં ‘પંદરયુ  યંત્ર’ અવશ્ય પહેરવું.

તુલા (ર,ત): વિદેશના કરારો થઈ શકે. ઋતુગત બીમારી આવે માટે કાળજી રાખવી. ઊંઘ વધુ આવે. બાકી નીકળતા કરવેરા સરકારને સમયસર ભરી દેવા.

વૃશ્ચિક (ન,ય): સ્થાવર મિલકતોના પ્રશ્ન ઉકેલાય. રાત્રે ઊંઘમાં ઝબકી જવાય. દૂરના સ્વજનથી આકસ્મિક શુભ સમાચાર. નવી ચશ્માંની ફ્રેમ બનાવીને પહેરવી.

ધન (ભ,ધ,ફ,ઢ):  યજ્ઞાદિ જેવા શુભ ધાર્મિક કાર્યો થાય. ઉતાવળિયું કોઈ પણ પગલું ભરવું નહીં. નોકરી મેળવવા માટે કે પ્રમોશન પ્રાપ્ત કરવા માટે પરીક્ષા આપવાનો અવસર આવે. ‘ઓમ રીમ ગુરુવે નમઃ’ મંત્રની નિત્ય એક માળા કરવી.

મકર (ખ,જ): જૂના રોગો થોડા સમય માટે મટી જાય. કાર્યક્ષેત્રમાં નવી-નવી જવાબદારીઓ મળી શકે. આ સપ્તાહમાં વિચારો ખૂબ જ પોઝિટિવ રાખવા. ખૂબ જ કરકસરથી આ સપ્તાહ પૂર્ણ કરવું.

કુંભ (ગ,સ,શ) : તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે. સામાજિક જવાબદારીઓ વધતી જોવા મળે. નોકરીમાં નાનકડો આર્થિક ધનલાભ. રૂ. ૮નું નિત્ય દાન કરવું.

મીન (દ,ચ,ઝ,થ): જૂના મૂડીરોકાણથી ફાયદો  જોવા મળે. સેવાકીય સંસ્થામાં ટ્રસ્ટી બનવાનો અવસર આવે. ગળી ચીજવસ્તુઓ આ સપ્તાહમાં વિશેષ ખાવી નહીં. નિત્ય પૂજા કરીને જ કોઈ પણ કાર્યક્રમનો શુભારંભ કરવો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK