કાલા ચના પુલાવ

Published: 21st December, 2011 09:46 IST

ચોખાનો દરેક દાણો છૂટો રહે એમ બાફી લો. હવે એક પૅનમાં તેલ ગરમ કરી એમાં કાંદા સાંતળો. એ બ્રાઉન થાય એટલે કાંદાનો એક ભાગ અલગ કાઢી લો.

 

 

(મીતા ભરવાડા)

સામગ્રી

 • એક કપ બાસમતી ચોખા
 • એક કપ બાફેલા કાળા ચણા
 • બે લાંબા સમારેલા કાંદા
 • એક સમારેલું ટમેટું
 • ૬ કળી લસણ
 • બે લીલાં મરચાં
 • એક નાનો ટુકડો આદું
 • પા કપ ફુદીનાનાં પાન
 • પા કપ કોથમીર
 • એક ટુકડો તજ
 • બે લવિંગ
 • ચાર મરીના દાણા
 • એક ચમચી આખા ધાણા
 • એક ચમચી જીરું
 • એક ચમચી ગરમ મસાલો
 • એક ચમચો તેલ
 • ત્રણ ચમચા ઘી
 • મીઠું સ્વાદ પ્રમાણે


રીત

ચોખાનો દરેક દાણો છૂટો રહે એમ બાફી લો. હવે એક પૅનમાં તેલ ગરમ કરી એમાં કાંદા સાંતળો. એ બ્રાઉન થાય એટલે કાંદાનો એક ભાગ અલગ કાઢી લો. બીજા ભાગના કાંદાની સાથે ટમેટા, લસણ, લીલાં મરચાં, આદું, ફુદીનો, કોથમીર, તજ, લવિંગ, મરીના દાણા, આખા ધાણા અને જીરું નાખી બારીક પીસી લો. હવે એક પૅનમાં ઘી ગરમ કરી એમાં વાટેલી પેસ્ટ નાખીને સાંતળો. ઘી છૂટું પડે એટલે એમાં બાફેલા ચણા, મીઠું અને ભાત નાખી હળવે હાથે મિક્સ કરો. એને સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ મસાલો ભભરાવો. સાંતળેલા કાંદા અને ફુદીનાનાં પાનથી એને સજાવીને દહીં સાથે પીરસો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK