ગીરા ધોધઃ પહાડોની વચ્ચે છુપાયેલો કુદરતી સોંદર્યનો ખજાનો, વરસાદ પછી લો મુલાકાત

સાપુતારા | Jun 10, 2019, 14:50 IST

ગુજરાતમાં ફરવાના સંખ્યાબંધ સ્થળો છે. મોટા ભાગના સ્થળો એવા છે, જે એક્સપ્લોર નથી થયા. આવું જ એક ડેસ્ટિનેશન છે સાપુતારાનું ગીરા ધોધ. સાપુતારા હિલ સ્ટેશન તરીકે ખૂબ જ પ્રખ્યાત છે.

ગીરા ધોધઃ પહાડોની વચ્ચે છુપાયેલો કુદરતી સોંદર્યનો ખજાનો, વરસાદ પછી લો મુલાકાત
Image Courtesy: Facebook

ગુજરાતમાં ફરવાના સંખ્યાબંધ સ્થળો છે. મોટા ભાગના સ્થળો એવા છે, જે એક્સપ્લોર નથી થયા. આવું જ એક ડેસ્ટિનેશન છે સાપુતારાનું ગીરા ધોધ. સાપુતારા હિલ સ્ટેશન તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. ઉનાળામાં ખાસ કરીને વેકેશનમાં ગરમીથી રાહત મેળવવા માટે અહીં માનવ મહેરામણ ઉભરાય છે. પરંતુ સાપુતારાના પહાડોની વચ્ચે એક એવી જગ્યા આવેલી છે જે ઉનાળા સિવાય ફરવા જેવી છે. હવે ટૂંક સમયમાં જ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ત્યારે સાપુતારાની આ જગ્યા તમને રિલેક્સ ફીલ કરાવી શકે છે.

gira-dhodh

તમારામાંથી મોટા ભાગના લોકોએ કદાચ ગીરા ધોધનું નામ સાંભળ્યું હશે. ગુજરાતમાં આમ તો ખાસ કોઈ મોટા ધોધ નથી. પરંતુ સાપુતારાના પહાડો અને લીલાછમ્મ જંગલોની વચ્ચે આવેલા આ ધોધનું સોંદર્ય અનોખું છે. એક તરફ લીલું છમ જંગલ, વરસાદ પછીની ભીની માટીની સુગંધ, પૂરજોશમાં વહેતું પાણી અને ધસમસતા પાણીનો અવાજ તમને દુનિયાના તમામ ટેન્શન ભૂલાવી3 દેશે. કુદરતના ખોળે વસેલા સાપુતારાના ગીરા ધોધની આવી તાકાત છે. સારો વરસાદ પડી જાય પછી ધોધની મુલાકાત લેવા જેવી ખરી.

એક તરફ સ્ટ્રેસ અને કામનું ભારણ વધતું જાય છે, ત્યારે જો તમે રજા લઈને એક વાર ગીરા ધોધની મુલાકાત લઈ આવશો તો મન તરબતર થઈ જશે. ગીરા ધોધ ડાંગ જિલ્લામાં વસેલા વઘઈ ગામની નજીક આવેલો છે. ગીરા ધોધ એ ગુજરાતનો સૌથી મોટો ધોધ છે. આ ધોધ 35 મીટરની ઉંચાઈએથી પડે છે. એટલે પાણીના પછડાવાનો અવાજ તમને આનંદિત કરી દેશે. વઘઈ ગામ આમતો ઈમારતી લાકડા, વાંસ અને સાગના લાકડા માટે જાણીતું છે, પરંતુ ગીરા ધોધ એ કુદરતે વઘઈને આપેલું વરદાન છે.

આ પણ વાંચોઃ કુદરતની કરામતઃપોળોના જંગલ નજીક આવેલા મંદિરમાં અવિરત વહે છે પાણીની સરવાણી

ગીરા ધોધનું પાણી આગળ જઈને બિલીમોરા પાસે અરબી સમુદ્રમાં સમજાઈ જાય છે. આ ધોધની ખાસિયત એ છે કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાય છે. ગીરા ધોધની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસું છે. ચોમાસામાં એકાદ બે વરસાદ પછી ગીરા ધોધની સુંદરતા સૌથી શ્રેષ્ઠ હોય છે. ગીરા ધોધ એ ડાંગની અંબિકા નદીનું જ ધોધ સ્વરૂપ છે. ડાંગના જંગલમાંથી નીકળી અંબિકા નદી અહીં ગીરા ધોધ સ્વરૂપે પડે છે. અહીં જોવાલાયક વાંસનું જંગલ પણ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK