Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હસ્તમૈથુન દરમ્યાન મોટા અવાજે ગૅસ પાસ થઈ જાય છે, શું કરવું?

હસ્તમૈથુન દરમ્યાન મોટા અવાજે ગૅસ પાસ થઈ જાય છે, શું કરવું?

18 February, 2021 07:35 AM IST | Mumbai
Dr. Ravi Kothari | feedbackgmd@mid-day.com

હસ્તમૈથુન દરમ્યાન મોટા અવાજે ગૅસ પાસ થઈ જાય છે, શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવાલ: કૉર્પોરેટ કંપનીમાં કામ કરું છું અને હાલમાં વર્ક ફ્રૉમ હોમ ચાલી રહ્યું છે. પહેલાં ઑફિસ જતા હતા ત્યારે તો થોડીક ઍક્ટિવિટી રહ્યા કરતી હતી, પણ હમણાંથી સાવ જ બેઠાળુ જીવન થઈ ગયું છે. ઓછામાં ઓછા ૧૦થી ૧૨ કલાક બેસીને કામમાં જાય છે. અંગત જીવનની વાત કરું તો રાતે મને નાઇટફૉલ ન થાય એ માટે મૅસ્ટરબેશન કરવાનું શરૂ કરેલું. અઠવાડિયામાં બે વાર એમ કરવાનું કર્યું તો નાઇટફૉલ થતો અટકી ગયો, પણ બીજી સમસ્યા શરૂ થઈ. જ્યારે પણ હસ્તમૈથુન કરું છું ત્યારે મને મોટા અવાજે ગૅસ પાસ થઈ જાય છે. દિવસ દરમ્યાન મને ક્યારેક જ ગૅસ નીકળે છે, પરંતુ એના પર મારો કન્ટ્રોલ હોય છે. હસ્તમૈથુન દરમ્યાન તો મારા કોઈ જ કાબૂ વિના મોટેથી ગૅસ નીકળે છે. ક્યારેક તો ખૂબ દુર્ગંધ પણ આવે છે. એને કારણે હસ્તમૈથુન કરવાનું બંધ કર્યું તો ફરીથી નાઇટફૉલ થવા લાગ્યો. મને ખૂબ ચિંતા થાય છે, આવું કેમ થતું હશે? મારે શું કરવું?

જવાબ: હસ્તમૈથુન અને ગૅસને કોઈ જ લેવાદેવા નથી. હા, હસ્તમૈથુનથી નાઇટફૉલ થવાનો બંધ થઈ ગયો એ સમજી શકાય એવી વાત છે. આ તો એવી વાત થઈ કે વધુ બોલવાને કારણે ઓડકાર આવી જાય. બોલવાને અને ઓડકારને જેમ કોઈ લેવાદેવા નથી એમ ગૅસ પાસ થવાને અને મૅસ્ટરબેશનને પણ કોઈ નિસ્બત નથી. પાચનતંત્રની વ્યવસ્થા અને પ્રજનનતંત્રની વ્યવસ્થા બન્ને અલગ છે.



તમને ગૅસમાં બહુ ગંદી સ્મૅલ આવે છે એ બતાવે છે કે તમને પાચનની સમસ્યા છે. ખોરાક બરાબર પચતો નથી એટલે પેટમાં ગૅસ પેદા થાય છે. ગૅસ બનવાનું અને નીકળવાનું બન્નેનો માર્ગ પાચનતંત્ર એટલે કે આંતરડામાંથી જ થાય છે. બની શકે કે તમે હસ્તમૈથુન માણવામાં એટલા ખૂંપેલા હો તો તમારા આંતરડામાંથી ગૅસ કાઢવા પરનો કન્ટ્રોલ ન રહેતો હોય. ખાવાપીવામાં કાળજી રાખો. ખોરાક બરાબર પચે, કબજિયાત ન થાય અને પેટ બરાબર સાફ થશે તો ગૅસ બનવાનું પણ ઘટી જશે.


ગૅસને કારણે તમે મૅસ્ટરબેશન કરવાનું બંધ કર્યું છે એ યોગ્ય નથી. એનાથી ફરીથી નાઇટફૉલ થશે, કેમ કે વીર્ય સતત બન્યા જ કરે છે. જો એને મૈથુન કે હસ્તમૈથુનથી બહાર કાઢવામાં ન આવે તો ઊંઘમાં જ છલકાઈ જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2021 07:35 AM IST | Mumbai | Dr. Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK