Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પગને ન કરો નિગ્લેક્ટ

25 October, 2011 06:06 PM IST |

પગને ન કરો નિગ્લેક્ટ

પગને ન કરો નિગ્લેક્ટ






તમે દિવસમાં કલાકોના કલાકો તમારા સુંદર ચહેરાને નિહાળવામાં અને એને વધારે સુંદર કઈ રીતે બનાવવો એ વિચારવામાં ગાળતા હશો, પણ ક્યારેય શરીરના બીજા ભાગોની સુંદરતા વિશે વિચાર્યું છે? ઉદાહરણ તરીકે પગ. પગની પાનીઓ, નખ એ શરીરનો સૌથી નિગ્લેક્ટ કરાતો ભાગ છે. જ્યારે પણ પર્સનલ કૅર પ્રોડક્ટ્સ લેવા જઈએ ત્યારે ફૂટકૅર પ્રોડક્ટ્સ લિસ્ટમાં હોતી જ નથી અને એના રિઝલ્ટરૂપે મળે છે ક્રૅક્ડ અને પેઇનફુલ હીલ્સ. આપણે આપણા શરીરના સૌથી અગત્યના, આખા શરીરનો ભાર ઉપાડતા આવા અંગને ભૂલવું ન જોઈએ. પગ માટે પણ માર્કેટમાં હજારો પ્રોડક્ટ્સ છે માટે પગની પણ કૅર કરો. આ રહી કેટલીક ફૂટકૅર ટિપ્સ:


  • ફસ્ર્ટ અને ફોરમોસ્ટ પગને ક્લીન રાખો. જેટલી શરીર અને ચહેરાની સંભાળ લો છો એટલી જ પગ માટે પણ કૅર કરો. શાવર લો ત્યારે થોડો સમય પગને સાબુથી સ્ક્રબ કરો જેથી પગ ધૂળ અને માટીથી સાફ રહેશે અને બૅક્ટેરિયાનો ઉપદ્રવ નહીં થાય તેમ જ પગને કોઈ ઇન્ફેક્શન નહીં લાગે.

  • હંમેશાં બહારથી આવો ત્યારે શૂઝ કાઢો એટલે પગને ક્લીન કરો અને ત્યાર બાદ એટલા ભાગ પર મૉઇસ્ચરાઇઝર લગાવો.
  • જો તમારા પગની એડીમાં તિરાડો પડી હોય તેમ જ એ ગંદી હોય તો ઘરે જ પેડિક્યૉર કરી શકાય. ૧૫ દિવસે એક વાર પેડિક્યૉર કરવાથી પગ સૉફ્ટ રહેશે જેને માટે થોડા હૂંફાળા ગરમ પાણીમાં લિક્વિડ સોપ તેમ જ આખું મીઠું નાખીને પગને થોડી વાર પલાળી રાખો. ત્યાર બાદ સ્કિન સૉફ્ટ થાય એટલે પમિસ સ્ટોનથી એડીઓને ઘસો જેથી એડી પરની મૃત ત્વચા દૂર થાય. ત્યાર બાદ પગ પર સ્ક્રબ લગાવો અને પગને પાણીથી બરાબર ક્લીન કરો. કોરા કરો અને મૉઇસ્ચરાઇઝર લગાવો.
  • જો તમને પગની એડીમાં વારંવાર તિરાડ પડતી હોય તો એવા ફૂટવેઅર પસંદ કરવા જેમાં એડીનો ભાગ સંપૂર્ણપણે ઢંકાઈ જાય તેમ જ રાતના સમયે જ્યારે પગમાં મૉઇસ્ચરાઇઝર લગાવો ત્યાર બાદ મોજાં પહેરીને રાખવાં.
  • પગ પર પડેલા કાળા ડાઘ કાઢવા માટે તેમ જ કાળી મૃત ત્વચા દૂર કરવા માટે એના પર લીંબુ પણ ઘસી શકાય.
  • પગના નખને વધારવા નહીં, કારણ કે એમાં ધૂળ ભરાઈ જાય છે જેને લીધે બૅક્ટેરિયાનું પ્રમાણ વધીને પગના નખમાં ઇન્ફેક્શન થઈ શકે છે માટે પગના નખને હંમેશાં કાપેલા અને વધારે ક્લીન રાખવા. નખની અંદરની તરફથી પણ ધૂળ દૂર કરવી.
  • હંમેશા એવા શૂઝ ખરીદવા જે પગમાં બરાબર ફિટ થતા હોય. પગને આરામદાયક ન હોય એવા શૂઝ પહેરવાથી ગોઠણમાં દુખાવો થાય છે તેમ જ પગને પણ નુકસાન થાય છે.
  • પગની એડીનો ભાગ હંમેશાં સૉફ્ટ રહે એનું ધ્યાન રાખો. એડીઓ પર નાળિયેર તેલ, તલનું તેલ અને રાઈના તેલની રાતના સમયે માલિશ કરો. આનાથી પગ સૉફ્ટ રહેશે.
  • ઠંડા પાણીમાં રોઝ-વૉટર, લીંબુનો રસ અને થોડું કલૉન છાંટો. આ પાણીમાં પગને બોળી રાખવાથી ઠંડક મળશે, સાફ થશે અને દુર્ગંધ પણ દૂર થશે.

 

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2011 06:06 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK