ફરાળી પહાડી ટિક્કા
ADVERTISEMENT
સામગ્રી
- મેરિનેશન માટે
- અડધો કપ તાજું દહીં
- દોઢ કપ ઝીણાં સમારેલાં ફુદીનાનાં પાન
- એક કપ બારીક સમારેલી કોથમીર
- બે ચમચી જીરું
- બે ચમચી લીલાં મરચાંની પેસ્ટ
- બે ચમચી લીંબુનો રસ
- સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
બીજી સામગ્રી
- બે કપ પનીરના એક ઇંચમાં સમારેલા ટુકડા
- એક કપ બાફેલા નાના બટાટા બે ટુકડામાં કાપેલા
- એક કપ બાફેલા શક્કરિયા ગાજર એક ઇંચના ટુકડામાં કાપેલા
- એક કપ બાફેલા કંદના ચોરસ ટુકડા
- એક ચમચો તેલ
- થોડી લાંબી ટૂથપિક
રીત
પનીર, બટાટા, કંદ અને શક્કરિયા ગાજરના દરેક ટુકડાને ટૂથપિકમાં એક પછી એક ભરાવો. દરેક ટૂથપિક આ રીતે તૈયાર કરવી. ત્યાર બાદ એક બાઉલમાં દહીં, ફુદીનાનાં પાન, કોથમીર, જીરું, લીલાં મરચાંની પેસ્ટ, મીઠું અને લીંબુનો રસ લઈ બરાબર મિક્સ કરો. આ મિશ્રણમાં ટૂથપિકમાં ભરાવેલા પનીર તેમ જ બીજાં કંદમૂળોને રગદોળો અને ૧૫-૨૦ મિનિટ સુધી મેરિનેટ કરો. એક નૉન-સ્ટિક તવી ગરમ કરીને તૈયાર કરેલા ટિક્કાને તેલ લગાવી થોડા બ્રાઉન થાય ત્યાં સુધી બધી સાઇડથી શેકી લો અને ગરમ સર્વ કરો. (બટેટા, શક્કરીયા અને કંદને અધકચરા બાફવા).