Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ડ્રાયફ્રૂટ ફાડા લાપસી

15 October, 2014 04:33 AM IST |

ડ્રાયફ્રૂટ ફાડા લાપસી

ડ્રાયફ્રૂટ ફાડા લાપસી



dryfruit-fada-lapsi



સામગ્રી



  •  એક કપ ઘઉંના ફાડા અથવા ઘઉંનું થૂલું
  •  એક કપ સાકર
  •  બે કપ પાણી
  •  ચાર ટેબલ-સ્પૂન ઘી
  •  એક ટી-સ્પૂન એલચીનો ભૂકો
  •  ૧૨થી ૧૫ દાણા કિસમિસ
  •  બદામ અને પિસ્તાં લાંબાં સમારેલાં


રીત

એક પૅનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં દ્રાક્ષ તેમ જ ઘઉંના ફાડા શેકો. ફાડા હલકા ગુલાબી રંગના શેકાતાં એમાં બે કપ પાણી ઉમેરો. પાણીને ઊકળવા દો અને ફાડાને ધીમા તાપે ચઢવા દો. લાપસીને સરખી રંધાવા દો. હવે એમાં ખાંડ ઉમેરી દો. લાપસી બરાબર રંધાઈ જાય એટલે ગૅસ બંધ કરી એમાં એલચીનો ભૂકો ઉમેરી સરખી રીતે ભેળવી દો. હવે છેક છેલ્લે બદામ તેમ જ પિસ્તાંથી લાપસીને ગાર્નિશ કરો. સર્વિંગ-બાઉલમાં ગરમાગરમ સર્વ કરો. જો લાપસી બહાર ન બનાવવી હોય તો આ મિશ્રણમાં ખાંડ ઉમેરી કૂકરમાં પણ બનાવી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2014 04:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK