Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઠંડી-ઠંડી મોસમ મેં ગરમાગરમ ચાય કે સાથ હો જાએ- ડેલિશ્યસ ડિમસમ

ઠંડી-ઠંડી મોસમ મેં ગરમાગરમ ચાય કે સાથ હો જાએ- ડેલિશ્યસ ડિમસમ

07 January, 2020 04:21 PM IST | Mumbai
Alpa Nirmal

ઠંડી-ઠંડી મોસમ મેં ગરમાગરમ ચાય કે સાથ હો જાએ- ડેલિશ્યસ ડિમસમ

ડેલિશ્યસ ડિમસમ

ડેલિશ્યસ ડિમસમ


કૅન્ટોનીઝ ભાષામાં ડિમસમનો અર્થ થાય છે એક બાઇટની વાનગી. સદીઓ પૂર્વે ચીનના સિલ્ક રૂટ પરથી પ્રવાસ કરતા પ્રવાસીઓને એનર્જી મળી રહે એ માટે ચા સાથે પીરસવામાં આવતાં ડિમસમ ઇન્ડિયામાં એક્ઝૉટિક ચાઇનીઝ ક્વિઝીનમાં સ્થાન ધરાવે છે. આ વાનગીના રસિયાઓ ભારતભરમાં ડે-બાય-ડે વધતા જાય છે ત્યારે ફૂડી પન્ટર્સ નિકિતા ગોગરી અને કમલ સાવલા પાસેથી જાણીએ મુંબઈના બેસ્ટ ડિમસમ વિશે.

dim-sum-02



‘રૉયલ ચાઇના’ ક્લાસિક ચાઇનીઝ ફૂડ માટે મુંબઈમાં ફેમસ છે. ફોર્ટમાં આવેલી આ રેસ્ટોરાંના ક્રિસ્ટલ ડમ્પલિંગ  તમને ડિમસમના દીવાના બનાવી દેશે.


ઇન્ટરનેટમાં ડિમસમની હિસ્ટરી વિશે ખાંખાંખોળા કરીએ તો બે સ્ટોરી સામે આવે છે. પહેલી સ્ટોરી એ કે સોળસો-સત્તરસો વર્ષો પહેલાં પૂર્વોત્તર સાઇડના ચીનના સત્તાધીશોએ યુદ્ધ બાદ સરહદ પર રહેલા લશ્કરી સૈનિકોનો આભાર માનવા પ્રજાને બાઇટ સાઇઝના બન, કેક વગેરે મોકલી તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનું આહવાન કર્યું હતું. આ રીતે ડિમસમ એટલે બાઇટ સાઇઝ ફૂડ પૉર્શનનો આવિષ્કાર થયો. તો બીજી વાત મુજબ પશ્ચિમ ચીનમાં સિલ્ક રૂટ પરથી વેપાર અર્થે અવરજવર કરતા વેપારીઓ અને અહીં કામ કરતા મજૂરોને બે ખાણાં વચ્ચે ચા સાથે એક કોળિયાની સાઇઝનો નાસ્તો પીરસાતો જેથી વટેમાર્ગુઓ અને મજૂરોની શક્તિ જળવાઈ રહે.

dim-sum-03


વેજિટેરિયન રેસ્ટોરાંમાં જ જવાનું પ્રીફર કરતા ટેસ્ટબડીઝ માટે ગિરગામસ્થિત ‘હૅપી હાઉસ’ હૅપી કરી દે એવી પ્લેસ છે. આ પ્યૉર વેજ રેસ્ટોરાંનું બ્રૉકલી કોન ચીઝ ડમ્પલિંગ માઇન્ડ બૉગલિંગ છે.

વેલ, હિસ્ટરી પળોજણમાં ન પડીએ અને ફૂડપન્ટર્સનાં નિકિતા ગોગરી અને કમલ સાવલાની વાત સાંભળીએ તો ડિમસમ આજે ભારતીયોને ક્રેઝી બનાવી રહ્યા છે. નિકિતા કહે છે, ‘ડિમસમ પૉપ્યુલર થવાનું મુખ્ય કારણ એ હેલ્ધી ફૂડની કૅટેગરીમાં આવે છે. વેજિટેરિયન ઑપ્શન્સમાં  ડિમસમ ખૂબ બધાં રૉ શાકભાજી, હર્બ્સ, સૉસને થિન અને ક્રન્ચી પડમાં સ્ટફ કરી ડબલ બૉઇલરમાં બફાય અથવા પૅનફ્રાય કરાય છે. એ એમ ને એમ પણ ખાઈ શકાય છે તો કોઈ ડિપ સાથે પણ ખાઈ શકાય છે.’

dim-sum-04

પરેલનું ફીનિક્સ હાઈ સ્ટ્રીટ હાઇફાઇ શૉપિંગ સાથે ‘ફો’ માટે પણ મસ્ટ ગો પ્લેસ છે. આ રેસ્ટોરાંમાં મળતું પૅનએશિયન ફૂડ લાજવાબ છે. અહીંનાં પૅન ટોસ્ટેડ ફાર્મ વેજિટેબલ ગોઝા અને વાસાબી ટ્રફલ ડમ્પલિંગ મોઢામાં મૂકતાં જ જાણે સ્વાદનો બૉમ્બ ફૂટે છે.

ટી ટાઇમ સ્નૅક્સ

મૂળે ડિમસમ ચા સાથે પીરસાતો નાસ્તો છે. આપણે ત્યાં પણ ઘણી જગ્યાઓએ એકલી ચા નથી પીવાતી, સાથે બિસ્કિટ વગેરે ખવાય છે. એ જ રીતે ડિમસમ ચા સાથે ખવાય. પહેલાં એક કપ ચા સાથે ફક્ત બે ડિમસમ જ પીરસાતાં જે થોડાં મોટી સાઇઝમાં રહેતાં, પણ બેઝિકલી ડિમસમ ટેમ્પરરી ભૂખ મિટાવવા જ ખવાતાં. જોકે હવે હૉન્ગકૉન્ગ અને ઈસ્ટ ચાઇના સાઇડની કૅન્ટોનીઝ રેસ્ટોરાંમાં સવારના પાંચ વાગ્યાથી ડિમસમ પીરસાય છે. વયસ્ક ચાઇનીઝ વ્યક્તિઓ મૉર્નિંગ એક્સરસાઇઝ કરે ત્યાર બાદ બ્રેકફાસ્ટમાં ડિમસમ આરોગે. અદ્દલ આપણે જલેબી-ફાફડા ખાઈએ એમ.

dim-sum-05

મોમોઝ અને ડિમસમ એકસરખાં નથી જ

જેમ દરેક ચાઇનીઝ વ્યક્તિ  પહેલી નજરે એકસરખી દેખાય એ રીતે મોમોઝ અને ડિમસમ પણ ફર્સ્ટ સાઇટે સિમિલર દેખાય છે. નિકિતા ગોગરી કહે છે, ‘સરખું સ્ટફિંગ તેમ જ સ્ટીમ કરવાની પદ્ધતિ પણ સરખી જ હોતાં ઘણા લોકો મોમોઝ અને ડિમસમને એકસરખાં માનવાની ભૂલ કરી બેસે છે. પરંતુ આ બેઉ વાનગીઓ ખૂબ ડિફરન્ટ છે. મોમોઝનું પડ જાડું હોય છે. એ ખાતાં રબર જેવી ફીલિંગ આવે છે ત્યારે ડિમસમ પાતળા પડમાં સ્ટફ થાય છે. એનો આસ્વાદ એકદમ ચ્યુઇ છે. વળી ડિમસમ બન ટાર્ટ, કેક   એમ ડીઝર્ટ  રૂપે પણ હોય છે.’

dim-sum-06

પાર્લે (ઈસ્ટ)માં આવેલી ‘ચિન ચિન ચુ’ રેસ્ટોરાંમાં દરેક વાનગી ઑથેન્ટિક કુકિંગ ટેક્નિકથી બનાવાય છે. ચેન્ગ ફનથી લઈ બાઓ બન્સ સુધીનાં બધાં જ ડિમસમ મેસ્મેરાઇઝિંગ. અહીં ક્રીમ ચીઝ ઍલપીનો ડિમસમ અને ટોફુ ઍન્ડ ઍસ્પરગસ ડિમસમ અલ્ટિમેટ છે.

હૉન્ગકૉન્ગમાં, ચીનના ગોનઝાઓ વગેરે પ્રાંતમાં તમને ડિમસમ ઠેર ઠેર મળી જાય છે. અહીં અનેક સ્ટ્રીટની કૉર્નર પર વહેલી સવારથી ડિમસમ વેચતા ઠેલા જોવા મળે છે. જોકે બ્રન્ચ સ્નૅક્સ તરીકે  પૉપ્યુલર ડિમસમ હવે એટલાં લોકભોગ્ય છે કે મોડી રાત સુધી મળે છે અને ટેક આઉટ ફૂડ તરીકે  વિદ્યાર્થીઓ ઑફિસરોમાં તો ખાસ્સાં લોકપ્રિય છે. અરે, ચીન, વિયેતનામ, સિંગાપોર, હૉન્ગકૉન્ગ, તાઇવાન વગેરે પૂર્વ એશિયાઈ દેશોમાં ફૂડ સ્ટોર અને કન્વેનિયન્સ સ્ટોર્સમાં ડિમસમ ફ્રોઝન રૂપે મળે છે જે માઇક્રોવેવમાં થોડી મિનિટો ગરમ કર્યા બાદ ખાઈ શકાય છે.

dim-sum-07

બીકેસીમાં આવેલી ‘પા પા યા’ માં બાર ટાઇપનાં વેરિઅન્ટમાં ૬૮ પ્રકારનાં ડિમસમ મળે છે. અહીંનું ચેન્ગ ફન ઑસમ છે.

ખેર, સમય જતાં મળવાના અને ખાવાના ટાઇમ ઉપરાંત ડિમસમ બનાવવાની રીતમાં પણ ધરખમ ફેરફારો થયા છે. ઘઉં કે ચોખાના લોટમાં અથવા નૂડલ્સમાં બીફ, ચિકન, પ્રૉન્સ, પૉર્ક સ્ટફ કરીને બનાવવામાં આવતી આ વાનગીના વેજિટેરિયન ફૉર્મેટમાં ટોફુ, રાઇસ, શિંગદાણા, મશરૂમ, ગાજર, બીન્સ, મકાઈ, બ્રૉકલી, ચીઝ, નૂડલ, ચિલીઝ, પાલક, શિંગોડા, લેટસ, આદું જેવાં શાકભાજી, મસાલા, સૉસ વગેરે નખાય છે. જેમ ડિમસમમાં જાતજાતનું સ્ટફિંગ કરાય છે એમ એનું સ્વરૂપ પણ નોખું-અનોખું હોય છે. ડમ્પલિંગ, રોલ, બન, કેક, રાઇસ, ડીઝર્ટ વગેરે. આમ તો ડિમસમ શબ્દનો અર્થ એકસાથે મોઢામાં આખો જતો વાનીનો પીસ થાય એ રૂએ પાણીપૂરી-સેવપૂરી કે ભજિયાંને પણ ડિમસમ કહેવા જોઈએને!

આપણે ત્યાં ડિમસમનું સ્ટેટસ થોડું હાઈ છે. એ અમુક જ રેસ્ટોરાંમાં મળે છે. હા, ઘણી જગ્યાએ  એને પીરસવાની સ્ટાઇલ ચીન જેવી જ છે. 

એક નાનકડા કાર્ટમાં જાતજાતનાં ડિમસમ લઈ વેઇટર  રેસ્ટોરાંમાં બેસેલા ગ્રાહક પાસે જાય છે, જેમાંથી  કસ્ટમર પોતાને ભાવતાં ડિમસમ લઈને ખાય છે.  પણ ક્યાં? કઈ રેસ્ટોરાંમાં? મુંબઈમાં ક્યાં-ક્યાં ઑથેન્ટિક કૅન્ટોનીઝ વેજિટેરિયન ડિમસમ ખાઈ શકાય? પ્રસ્તુત છે મુંબઈના કેટલાક બેસ્ટ ઑપ્શન્સ.

Whatsapp-channel Whatsapp-channel

07 January, 2020 04:21 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK