Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વિશ્વમાં 43.2 ટકા મહિલાઓમાં ડિપ્રેશનના લક્ષણો હોય છે

વિશ્વમાં 43.2 ટકા મહિલાઓમાં ડિપ્રેશનના લક્ષણો હોય છે

06 June, 2019 09:03 PM IST | મુંબઈ

વિશ્વમાં 43.2 ટકા મહિલાઓમાં ડિપ્રેશનના લક્ષણો હોય છે

મહિલાઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ

મહિલાઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ


આજે આ ફાસ્ટ લાઇફમાં લોકો ભુલી જાય છે કે શરીરને આરામની ઘણી જરૂર પડે છે. ત્યારે આજના આ ફાસ્ટ સમયમાં ડિપ્રેશનની બિમારી વધી રહી છે. ડિપ્રેશનને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગો સાથે સીધું કનેક્શન છે. હાલમાં જ એક અભ્યાસમાં સામે આવ્યું છે કેજે મહિલાઓમાં ડિપ્રેશનનાં લક્ષણો હોય છે તેમાં આવા રોગો થવાની શક્યતા વધી જાય છે. મહિલાઓના શરીરમાં ડાયાબિટીસ અને બલ્ડ પ્રેશર આવ્યા પહેલાં અને પછીની સ્થિતિમાં ડિપ્રેશનનાં લક્ષણોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.


આજની મહિલાઓ ક્રોનિક રોગથી પીડાય છે



મહિલાઓ પર કરવામાં આવેલ રીસર્ચમાં લીડ રિસર્ચર્સમાંના એક રિસર્ચર ઝાયોલીન ઝુએ વાત કરતાં જણાવ્યું કે, 'આજકાલ ઘણી મહિલાઓ અનેક ક્રોનિક રોગોથી પીડાય છે. ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ આજકાલ ઝડપથી વધી રહ્યા છે. અમે એ વાત પર અભ્યાસ કર્યો કે ડિપ્રેશનનાં લક્ષણો પહેલાં અને પછી આ રોગો કેવી રીતે વિકાસ પામે છે.'



43.2 ટકા મહિલાઓમાં ડિપ્રેશનના લક્ષણો છે

અભ્યાસમાં સામેલ 43.2 ટકા મહિલાઓએ જણાવ્યું કે તેમનામાં ડિપ્રેશનનાં લક્ષણો હતા. પરંતુ આમાંની માત્ર અડધી મહિલાઓમાં ડિપ્રેશનનું તબીબી રીતે નિદાન થયું અને તેમની સારવાર કરવામાં આવી. ડિપ્રેશનથી પીડાતા પહેલાં આ સ્ત્રીઓમાં ક્રોનિક રોગો થવાનું જોખમ 1.8 ગણું વધુ જોવા મળ્યું. ડિપ્રેશન દરમિયાન પણ મહિલાઓમાં આ રોગો થવાનું જોખમ અન્ય સામાન્ય મહિલાઓ કરતાં 2.4% વધુ જોવા મળ્યું.



ડિપ્રેશન પર મહિલાઓમાં કરવામાં આવેલ સંશોધન જણાવે છે કે ડિપ્રેશન અને ક્રોનિક રોગો આનુવંશિક અથવા શારીરિક કારણોથી સંબંધિત છે. સંશોધકો અનુસાર
, શરીરમાં આવતો સોજો ડિપ્રેશન અને રોગો બંને સાથે સંબંધિત છે. ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવા રોગો પણ ડિપ્રેશનથી સંબંધિત છે.


આ સંશોધનમાં જે પરિણામ આવ્યું છે તે હવે માનસિક અને શારીરિક રોગોની સારવારમાં મદદ કરશે. આ સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે જે મહિલાઓમાં ડિપ્રેશન અને ક્રોનિક રોગ બંને હતા તે ઓછી આવક ધરાવતા પરિવારમાંથી આવતી હતી. આ મહિલાઓ કા તો સ્થૂળતાના ભોગ બની હતી અથવા તમાકુ અને દારૂનું સેવન કરતી હતી.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2019 09:03 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK