બ્રૉકલી સ્ટર ફ્રાય નૂડલ્સ
ADVERTISEMENT
આજની વાનગી
સામગ્રી
- એક કપ મોટા ટુકડામાં સમારેલી બ્રૉકલી
- એક પૅકેટ બાફેલાં નૂડલ્સ
- એક ચમચી કૉર્નફ્લોર
- એક ચમચી સોય સૉસ
- એક ચમચી ચિલી સૉસ
- બે ચમચી વિનેગાર
- એક ચમચી ચિલી ફ્લેક્સ
- એક કપ પાણી
- બે ચમચા તલનું તેલ
- એક ચમચો ઝીણું સમારેલું લસણ
- મીઠું સ્વાદ પ્રમાણે
રીત
બ્રૉકલીને મીઠું નાખેલા ગરમ પાણીમાં પાંચ મિનિટ સુધી રાખો અને થોડી નરમ થાય એટલે બહાર કાઢી નિતારી લો. એક બાઉલમાં કૉર્નફ્લોર, સોય સૉસ, ચિલી સૉસ, વિનેગાર, ચિલી ફ્લેક્સ તેમ જ પાણી ઉમેરીને સૉસ તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી એમાં લસણ ઉમેરીને સાંતળો. ત્યાર બાદ એમાં બ્રૉકલીના ટુકડા ઉમેરી ત્રણ-ચાર મિનિટ સુધી સાંતળો. બ્રૉકલી ચડી જાય એટલે એમાં નૂડલ્સ ઉમેરી બરાબર હલાવો. હવે તૈયાર કરેલો સૉસ ઉમેરી બરાબર હલાવો. બ્રૉકલી અને નૂડલ્સ પર સૉસનું બરાબર કોટિંગ થઈ જાય ત્યાં સુધી સાંતળો. બ્રૉકલી થોડી કડક રહેવી જોઈએ. એને સર્વિંગ બાઉલમાં કાઢી ગરમ પીરસો.