Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બાળકના જન્મ વખતે ગર્ભનાળ સાચવી લો

બાળકના જન્મ વખતે ગર્ભનાળ સાચવી લો

05 October, 2011 05:29 PM IST |

બાળકના જન્મ વખતે ગર્ભનાળ સાચવી લો

બાળકના જન્મ વખતે ગર્ભનાળ સાચવી લો




- સેજલ પટેલ





ભગવાને જે શરીર આપ્યું છે એમાં હવે જાતજાતના રોગો થવા લાગ્યા છે. મોટા ભાગના રોગોનાં નિરાકરણ મેડિકલ સાયન્સે વિકસાવી લીધાં છે, પરંતુ જનીનગત બીમારીઓને કારણે ભગવાનના માનવશરીરના પ્રોડક્શનમાં કંઈક ખામી હોય તો હવે એ પણ દૂર કરવાની તૈયારીઓ સાયન્ટિસ્ટો કરી રહ્યા છે. ભગવાની આ ભૂલને સુધારવાના પ્રયત્નો એટલે સ્ટેમ સેલ થેરપી. સ્ટેમ સેલ એટલે શરીરના મૂળભૂત કોષો, જેમાંથી શરીરના વિવિધ અવયવોનું નિર્માણ થઈ શકે એવા કોષો. આ સેલ્સ પોતાનું અનલિમિટેડ વિભાજન કરવાની ક્ષમતા ધરાવે છે. શરીરની ઇãન્દ્રયો કે અવયવોને ઉપયોગી ખાસ પ્રકારના વિભિન્ન કોષોમાં તેમનું રૂપાંતર થઈ શકે છે. એનાથી શરીરનું રિપેરિંગ વર્ક જ નહીં, નવું જીવન પણ ઉદ્ભવી શકે છે એવો આ ક્ષેત્રે કાર્યરત સાયન્ટિસ્ટોનો દાવો છે.

શરીરમાં ક્યાંથી મળે?



સ્ટેમ સેલ્સ મેળવવા માટે મુખ્ય ત્રણ પ્રકારો જાણીતા છે:

ઍમ્બ્રિયોનિક : ઍમ્બિયો એટલે કે ભ્રૂણ. શુક્રાણુ અને અંડબીજના મિલનને કારણે જે ભ્રૂણ પેદા થાય છે એ. લૅબોરેટરીમાં અંડબીજનું શુક્રાણુ દ્વારા ફલીકરણ કરવામાં આવે છે. ત્રણથી પાંચ દિવસની અંદર આ કોષોમાંથી ભ્રૂણ તૈયાર થાય છે. આ ગર્ભને સ્ટેમ સેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ગર્ભપાત અથવા મિસકૅરેજ દરમ્યાન નીકળેલા ગર્ભનો પણ ઉપયોગ થઈ શકે છે. આઠથી વધુ અઠવાડિયાં સુધી વિકસી રહેલો ભ્રૂણ જો કોઈક કારણસર ટકી ન શકે.

ઍમ્બિલિકલ : હાલમાં આ પ્રકારના સ્ટેમ સેલ્સને સાચવી રાખવા બાબતે બહોળા પાયે અવેરનેસ કાર્યક્રમો થાય છે, કેમ કે એ સૌથી સરળ રીતે મળી રહે છે. બાળકના જન્મ વખતે ડૂંટી સાથે જોડાયેલી ગર્ભનાળમાં રહેલું લોહી અને નાળના ટિશ્યુમાંથી ભેગા કરેલા કોષોને જો સાચવી રાખવામાં આવે તો એ જન્મનાર બાળક અને તેની માતાને ભવિષ્યમાં થનારા અસાધ્ય રોગોમાં મદદ કરી શકે છે. લોહી કરતાં નાળના ટિશ્યુમાં દસગણા સ્ટેમ સેલ્સ હોય છે.

ઍડલ્ટ સ્ટેમ સેલ્સ : આ બે-ત્રણ રીતે મળી આવે છે. એક છે બોન મૅરો એટલે કે હાડકાના પોલાણમાંથી નીકળતો માવો. આપણા શરીરમાં મૂળભૂત કોષો સુપ્ત અને નિãષ્ક્રય અવસ્થામાં પડ્યા હોય છે એને જરૂર પડ્યે સ્ટિમ્યુલેટ કરીને વાપરી શકાય છે. બોનમૅરો ઉપરાંત સ્ત્રીના માસિકચક્ર દરમ્યાન નીકળતું લોહી, દાંત તેમ જ શરીરના જુદા-જુદા અવયવોના કોષમંડળમાંથી સ્ટેમસેલ્સ તારવી શકાય છે.

કેવા રોગોમાં કામ આવે?

કૅન્સર : લોહીના ખાસ પ્રકારના કૅન્સરમાં બોન મૅરોમાંથી નીકળતા સ્ટેમ સેલ્સનો ઉપયોગ કરીને કૅન્સરને માત આપી શકાય છે. લોહીની અસાધ્ય ગણાતી બીમારી થૅલેસેમિયામાં પણ બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટની પદ્ધતિ અસરકારક નીવડી ચૂકી છે.

ટ્રાન્સપ્લાન્ટ : શરીરનાં અમુક અંગો કામ કરવામાં ફેઇલ જાય તો એને બદલે બીજા માનવમાંથી એ અવયવને કાઢીને દરદીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવે છે. લિવર, કિડની, હાર્ટ, ફેફસાં માટે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી વિકસી છે, પરંતુ હંમેશાં આ અવયવોની અછત જ રહે છે. સ્ટેમ સેલની મદદથી લૅબોરેટરીમાં આ અવયવો વિકસાવી શકાય એવી તજવીજ ચાલી રહી છે. જેવી રીતે કારના સ્પેરપાટ્ર્સ બનાવી શકાય છે એમ શરીરના અવયવો બનાવી શકાય એ માટે વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ માટે દરદીઓએ રાહ જોતા બેસી રહેવું નહીં પડે.

ડાયાબિટીઝ : બાળકોમાં થતા ટાઇપ વન પ્રકારના ડાયાબિટીઝની સારવાર માટે પેãન્ક્રઆઝમાં સ્ટેમ સેલ્સનું પ્રત્યારોપણ કરવાના પ્રયોગો સફળ થયા છે. એમ કરવાથી સ્વાદુપિંડની ઇન્સ્યુલિન પેદા કરવાથી ક્ષમતા વધે છે ને ડાયાબિટીઝ મટી જઈ શકે છે.
હાર્ટ અને કરોડરજ્જુ : હાર્ટ ફેલ્યરના કિસ્સામાં સ્ટેમ સેલ્સની મદદથી હાર્ટના વાલ્વ કે ખાસ ટિશ્યુનું રિપેરિંગ થઈ શકે છે. કરોડરજ્જુને થયેલી ઈજામાં પણ સ્ટેમ સેલ્સથી મજ્જાતંતુઓ અને જ્ઞાનતંતુઓનું નવેસરથી નિર્માણ શક્ય છે.

ખાસ રોગોમાં : પાર્કિન્સન્સ ડિસીઝ, જન્મજાત ખોડખાંપણ સુધારવા, માંસપેશીના રોગો, ઑલ્ઝાઇમર્સ, લકવો, અમુક ખાસ ડિફેક્ટને કારણે દૃષ્ટિ ચાલી ગઈ હોય કે સાંભળવાની ક્ષમતા ક્ષીણ થઈ ગઈ હોય ત્યારે પણ સ્ટેમ સેલ્સથી ફાયદો થઈ શકે છે.

ઍમ્બિલિકલ બ્લડ સાચવી રાખવું

સ્ટેમ સેલ પર અઢળક પ્રયોગો ચાલી રહ્યા છે ને એમાં ઘણેઅંશે અડધીપડધી સફળતાઓ પણ મળી રહી છે. એ જોતાં વધુ ને વધુ લોકો ઍમ્બિલિકલ કૉર્ડમાંથી નીકળેલા બ્લડને સંઘરી રાખે તો વૃદ્ધાવસ્થા દરમ્યાન આવનારી કૉãમ્પ્લકેટેડ બીમારીઓમાં સારવાર દરમ્યાન સરળતા થઈ શકે એમ છે. આ કોષો સાચવી રાખવા માટે ખાસ સ્ટેમ સેલ બૅન્કો પણ ખૂલી છે. ભારતમાં લાઇફસેલ ઇન્ડિયા સૌથી મોટી બૅન્ક છે. બ્રીચ કૅન્ડી, બૉમ્બે હૉસ્પિટલ, લીલાવતી હૉસ્પિટલ અને જસલોક હૉસ્પિટલમાં સ્ટેમ સેલ માટેનાં નાનાં સેન્ટર્સ પણ છે જે દરદીઓને એના ફાયદા-ગેરફાયદાની માહિતી આપે Whatsapp-channel Whatsapp-channel

05 October, 2011 05:29 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK