શું કહે છે તમારુ આજ? જુઓ આપની રાશી

Published: 8th November, 2012 08:24 IST

ગણેશજી જણાવે છે કે તમે તમારા વ્યવસાયને અને ગમ્મતને જોડી દીધાં છે, જેને કારણે તમે દરેક બાબતોને ખૂબ એન્જૉય કરશો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ગણેશજી જણાવે છે કે તમે તમારા વ્યવસાયને અને ગમ્મતને જોડી દીધાં છે, જેને કારણે તમે દરેક બાબતોને ખૂબ એન્જૉય કરશો. જીવનના જુદા-જુદા તબક્કામાંથી પસાર થઈ રહેલા લોકો સાથે વાતચીત કરવાનો તમારો અનુભવ સો ટકા ખૂબ રસપ્રદ નીવડશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારી કેટલીક જૂની આદતો કામના સ્થળે તમારા માટે સમસ્યા નિર્માણ કરી શકે એમ છે, માટે ખૂબ જ સાવધાન રહેજો. ગણેશજીની સલાહ છે કે ઑફિસમાં નાના-મોટા ઝઘડાઓથી બચવા બધા સાથે જ ખૂબ પ્રેમ અને શાંતિપૂર્ણ વહેવાર રાખજો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે નક્કી જ કરી લીધું છે કે તમારા એ જ જૂનાપુરાણા રૂટીનમાંથી બહાર આવીને જ રહેશો. જોકે ગણેશજી જણાવે છે કે એનું પરિણામ તમે જેવું ધાર્યું હતું એવું નાટ્યાત્મક તો નહીં આવે. જોકે પ્રયત્ન કરવામાં કંઈ ખોટું નથી. સારો એવો નાણાકીય લાભ થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા સોશિયલ અને ફાઇનૅન્શિયલ સ્ટેટસમાં થયેલો સુધારો તમે લોકોને બતાવવા માટે તલપાપડ છો. જોકે ગણેશજી જણાવે છે કે ભૂતકાળની ભૂલોમાંથી શીખો અને બને એટલા નમ્ર રહેવા પ્રયત્નો કરો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


ગ્રહોની દશા જોતાં ગણેશજી જણાવે છે કે નવો વ્યવસાય કે પ્રવૃત્તિ શરૂ કરવા માટે આજનો દિવસ બેસ્ટ છે. તમારામાં રહેલી છૂપી ટૅલન્ટને બહાર આવવા દો અને કોશિશ કરો કે એનો વધુ ને વધુ લાભ ઉઠાવી શકો.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ક્યારેક ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી હોય તેમ ક્યારેક નાણાકીય ઊથલપાથલ પણ હોઈ શકે. આજે એને લીધે થોડા ચિંતિત હશો. જોકે અત્યારના મૂંઝવણભર્યા સંજોગોમાં તમને બચતનું ખરું મહત્વ સમજાશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


વિદેશમાં રહેતા મિત્રો કે સંબંધીઓ પાસેથી તમને સારા સમાચાર મળે એવી શક્યતા છે, એમ ગણેશજી જણાવે છે. તમારી મહેનત અને નિષ્ઠાને કારણે ઑફિસમાં તમે બધાની જ ગુડબુકમાં છો. તમારો આજનો દિવસ સારો છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


એક યા બીજા કારણે તમે ચિડાયેલા રહેશો. કોઈ સ્પેસિફિક કારણ વિના તમે ભરપૂર ફ્રસ્ટ્રેશનની લાગણી અનુભવશો. ગણેશજી તમને કહે છે કે શાંત થઈ જાઓ અને પોતાની જાત સાથે આટલો ખરાબ વ્યવહાર ન દાખવો. નહીં તો તમારી તબિયત પર ખરાબ અસર પડશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


ગણેશજી કહે છે કે આજે તમે રોમૅન્સના મૂડમાં છો. ખૂબ આત્મવિશ્વાસ અને આકર્ષક દેખાવા માટે સારાં કપડાં પહેરો, વ્યવસ્થિત તૈયાર થઈને પછી જ બહાર નીકળો, કારણ કે આજે તમને કોણ ખાસ મળી જાય એ કહેવાય નહીં.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


જ્યારે તમારા જીવનના બીજા બધા પ્રૉબ્લેમ સોલ્વ થઈ જશે, પરંતુ નાણાકીય બાબતે થોડા પડકારજનક રહેશો. ખાસ કરીને જેઓને પોતાનો વ્યવસાય છે તેમણે ખૂબ સતર્ક રહેવું અને સલામતીભર્યા પગલાં લેવાં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


અત્યારે તમારા માટે જંગભયોર્ માહોલ છે, જેમાં તમે એકલા છો અને બીજા એવા લોકો, જે તમારી સફળતાથી ખુશ નથી. જંગ ખરાખરીની રહેશે. માટે તૈયાર રહેજો. ગણેશજી કહે છે કે હિંમત નહીં હારતા, કારણ કે તમારા વિરોધીઓ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારી કલ્પનાની દુનિયામાંથી બહાર આવીને હકીકતનો સામનો કરશો તો ખરેખર તમારી ચિંતાઓ વધી જશે. ગણેશજી તમને સલાહ આપે છે કે નિરાશામાં પણ તમે ઘટનાઓને સાક્ષીભાવે જુઓ અને એનાથી વિચલિત ન થાઓ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK