શું કહે છે તમારી આજની રાશિ, ક્લિક કરો અને જાણો

Published: 30th December, 2012 04:21 IST

કોઈ મ્યુઝિયમ કે ઐતિહાસિક સ્થળની મુલાકાતે જવાનું આજે બને. દરેક રીતે આજનો દિવસ તમારા માટે ફળદ્રુપ રહેશે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

કોઈ મ્યુઝિયમ કે ઐતિહાસિક સ્થળની મુલાકાતે જવાનું આજે બને. દરેક રીતે આજનો દિવસ તમારા માટે ફળદ્રુપ રહેશે. આજના દિવસે તમારી તબિયત અને શરીરની જરૂરિયાતો પર ખાસ ધ્યાન રાખજો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

તમારી પાસે રહેલી સમસ્યા પર ભલે તમે ગમે એટલું ફોકસ કરવાની કોશિશ કરો, પરંતુ તમારું માઇન્ડ બાજી બગાડશે. શાંત થઈ જાઓ. તમારા પ્રિયજનની કંપનીને એન્જૉય કરવા માટે આજનો દિવસ બેસ્ટ છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


ઘરને લગતી કેટલીક બાબતોને લઈને સ્ટ્રેસ અનુભવશો. જેને કારણે તમે થોડુ વધુપડતું ઍગ્રેસિવલી પણ બિહેવ કરો. આજે પૈસા ખર્ચવા પર થોડો કન્ટ્રોલ રાખજો, એમ ગણેશજી સૂચવે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


ગણેશજી આજે તમને ખૂબ એનર્જેટિક જોઈ રહ્યા છે. આજના દિવસનો થાય એટલો પૉઝિટિવ ઉપયોગ કરી લેજો. ગાર્ડનિંગ, કુકિંગ જેવી ઍક્ટિવિટી માટે આજનો દિવસ સારો છે. આજે અંગત લોકોનું એક ખાસ ગેટ-ટુગેધર યોજશો તો પણ મજા આવશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજનો દિવસ તમારા અત્યાર સુધીના બેસ્ટ દિવસો જેવો નથી, માટે આજે હિંમતપૂર્વક જે સંજોગો આવે એનો સામનો કરવા માટે તૈયાર રહેજો. આજનો દિવસ નસીબ પર આધાર રાખીને બેસી નહીં રહેતા, પરંતુ બને એટલો તમારા મુતાબિક સંજોગોને વાળવાની કોશિશ કરજો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજનો દિવસ તમારા માટે ખૂબ સારો છે, કારણ કે આજે તમે જે પણ કંઈ કરશો એમાં તમને પ્રશંસા અને લોકો તરફથી સ્વીકાર મળશે. ગણેશજી જણાવે છે કે તમારી સખત મહેનત માટે લોકો તરફથી તમને બેહિસાબ પ્રેમ અને એપ્રિશિએશન મળશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આ ફૅમિલી ટાઇમ છે. તમારા પ્રિયજન સાથે આનંદ અને રોમૅન્સની ક્ષણો વિતાવો. એનાથી તમારો દિવસ વધુ તેજસ્વી બનશે, એમ ગણેશજી જણાવી રહ્યા છે. તમારી લાગણીઓને પ્રગટ કરવા માટે અને જીવનને પૂરી રીતે એન્જૉય કરવા માટે આજનો દિવસ સારો છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


બૌદ્ધિક ડિબેટ જાણે તમારા વિચારોનો ખોરાક છે. માટે તમે હંમેશાં આ પ્રકારની તકની રાહ જ જોતા હો છો. તો પછી રાહ શેની જુઓ છો એન્જૉય ધ મૂવમેન્ટ. તમારા ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે આજે ક્વૉલિટી ટાઇમ પસાર કરશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે તમારા ઘરને સજાવા માટે કેટલોક વધારાનો ખર્ચ કરશો. ઘરને તદ્દન નવો લુક આપવા માટે તમે મન બનાવી લીધું છે. આગળ વધો ગણેશજી તમને લીલી ઝંડી બતાવી રહ્યા છે. તમારા નવાનક્કોર આઇડિયાને અમલમાં મૂકવાનું વિચારી રહ્યા છો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

તમારી સામે આવેલી એક ગૂંચવણભરી પરિસ્થિતિ જાણે ક્યારેય નહીં ઉકેલાય એવું તમને લાગી રહ્યું છે. તેમ છતાં આશા બરકારાર રાખજો ક્યાંકથી માર્ગ નીકળશે. તમારા જીવનનો અનુભવ અમલમાં મૂકીને બધાથી આગળ રહેશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


જો તમારી આજે કોઈ લપમાં પડશે કે તમને છેડવાની કોશિશ કરશે તો એ તેમની મોટી ભૂલ હશે, કારણ કે તમારામાં રહેલી સ્ટ્રેન્ગ્થને માપવા માટે તેમણે આજે ખોટો દિવસ પસંદ કર્યો છે. આજનો દિવસ તમારા માટે ફેવરેબલ છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમારી ફેવરિટ ઍક્ટિવિટી કરવા માટે આજનો દિવસ સારો રહેશે. ટ્રાવેલિંગ કરવા માટે પણ આજનો દિવસ ખૂબ પૉઝિટિવ છે. જો આગળ અભ્યાસ માટે અબ્રૉડ જવાનું પ્લાન કરતા હો તો વિશ યુ ગુડ લક.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK