ક્લિક કરી જાણો આજનું રાશિ ભવિષ્ય

Published: 28th December, 2012 03:48 IST

સવાર-સવારમાં તમે ઘણીબધી બાબતોને લઈને ગૂંચવણ અનુભવશો. જોકે જેમ દિવસ પસાર થતો જશો એમ સ્પષ્ટ થતા જશો, એમ ગણેશજી જોઈ રહ્યા છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

સવાર-સવારમાં તમે ઘણીબધી બાબતોને લઈને ગૂંચવણ અનુભવશો. જોકે જેમ દિવસ પસાર થતો જશો એમ સ્પષ્ટ થતા જશો, એમ ગણેશજી જોઈ રહ્યા છે. સાંજે તો તમારો પફોર્ર્મન્સ આઉટસ્ટૅન્ડિંગ હશે અને તમને લોકો પાસેથી પ્રશંસા પણ મળશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગણેશજી જણાવે છે કે ઓવરઑલ આજનો દિવસ તમારા માટે ફેવરેબલ છે. કામના સ્થળે તમને વધુ જવાબદારી સોંપવામાં આવશે તેમ જ તમારા કામને કારણે તમારા સુપિરિયર પાસેથી પ્રશંસા પણ મળશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમને જીવનનો નવો અર્થ સમજાશે. જેને કારણે તમારું એક્સાઇટમેન્ટ લેવલ આસમાન પર હશે. જેને કારણે તમે ભરપૂર એનર્જેટિક ફીલ કરશો અને તમારા ગોલ્સ માટે ઓર જોશપૂર્વક સક્રિય થઈ જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમારી નાણાકીય સ્થિતિનું એક વાર પ્રોપર મૂલ્યાંકન કરવાની જરૂર છે. જેથી તમે એને લગતા મહત્વના નિર્ણયો લઈ શકો, એમ ગણેશજી સૂચવે છે. આજે તમારી ટીમ પર પારાવાર ભરોસો મૂકીને એક નવી યોજનાને અમલમાં મૂકશો.    

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ગણેશજી કહે છે કે તમારામાં રહેલી ક્રીએટિવિટીને તમારા ગ્રહો ભરપૂર સપોર્ટ કરી રહ્યા છે. અનેક નવા આઇડિયાઝ તમને આવશે અને તમે એને ખૂબ ઉત્સાહપૂર્વક અમલમાં મૂકવા માટે સજ્જ થઈ જશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ગણેશજી પ્રેડિક્ટ કરે છે કે ભલે કદાચ આજે તમને ધારી સફળતા ન મળે. છતાં તમારે તમારા ગોલને સાર્થક બનાવવા માટે તમારા પ્રયત્નોને ડબલ કરવા પડશે. આજની સાંજ તમારા મિત્રો સાથે પસાર કરજો અને રિલૅક્સ થજો.    

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે તમે જે પ્રકારની ચિંતા તમે અનુભવી રહ્યા છો એ તમને માનસિક અને શારીરિક રીતે કમજોર બનાવશે. ગણેશજી તમને સલાહ આપે છે કે જે પણ પ્રૉબ્લેમ છે એને થોડી વ્યાવહારિક રીતે ઉકેલવાની કોશિશ કરો. યાદ રાખો કે યે વક્ત ભી ગુઝર જાયેગા.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ગણેશજી જણાવે છે કે આજનો દિવસ ખૂબ સામાન્ય રહેશે. જોકે એની પૉઝિટિવ બાજુ એ છે કે તમે કેટલાક તમને ન ગમતા સંજોગોને અવૉઇડ કરી શકશો. હવે ધીરજપૂર્વક સારા સમયની રાહ જુઓ.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી જણાવે છે કે વાતાવરણમાં રોમૅન્સ છવાઈ ગયો છે. તમે તમારામાં રહેલી થોડી ફ્લર્ટી ઇમેજ બહાર લાવશો અને તમારા પ્રિયજન સાથે થોડો મસ્તીભયોર્ સમય વિતાવશો. જોકે તમે આવી રીતે હંમેશાં જ રહી શકશો એવી અપેક્ષા રાખતા નહીં.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ થોડો ઠંડો છે. જોકે એને કારણે બહુ ઉદાસ થવાની જરૂર નથી, કારણ કે આવો સમય કંઈ કાયમી રહેવાનો નથી. આનાથી હજી ઘણા સારા દિવસો તમારા કાર્ડમાં દેખાઈ રહ્યા છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

તમારી લેખન કળા આજે ખીલી ખીલી લાગશે તેમ જ શબ્દોના બળ પર તમે તમારી પસંદગીના ફીલ્ડમાં સારું એવું નામ કમાઈ શકશો, એમ ગણેશજી જણાવે છે. જોકે આ બધામાં તમારી લાગણીઓ પર ભરપૂર કાબૂ રાખજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમારી ક્રીએટિવિટી અને કલ્પનાશીલતાને કારણે આજે તમારા જ ગુણગાન લોકોમાં હશે, એમ ગણેશજી જણાવે છે. જે મેળવવું બીજા માટે અતિ મુશ્કેલ છે એને તમે આજે આસાનીથી પામી શકશો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK