તમારું આજનું ભવિષ્ય શું કહે છે, ક્લિક કરો અને જાણો

Published: 26th December, 2014 03:11 IST

ઈશ્વરે તમારા પર વરસાવેલા સ્નેહ બદલ આજે તમે તેમનાં ચરણોમાં શીશ નમાવવાની ઇચ્છા રાખશો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ઈશ્વરે તમારા પર વરસાવેલા સ્નેહ બદલ આજે તમે તેમનાં ચરણોમાં શીશ નમાવવાની ઇચ્છા રાખશો. તમે પોતે પણ સ્વજનો પર સ્નેહનો વર્ષાવ કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે ઘણા વેદિયા બની જાઓ એવી શક્યતા છે. એના લીધે તમે પોતાની ઇચ્છા પ્રમાણે નહીં વર્તનારા લોકો પ્રત્યે અવિશ્વાસ રાખવા લાગી જશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે રજાના મૂડમાં હશો. તમે નજીકના ભવિષ્યમાં પરિવારજનો સાથે રજાઓ માણવા માટેનું આયોજન શરૂ કરી દો એવી સંભાવના છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે સ્વાર્થી બનીને અમુક પારિવારિક જવાબદારીઓથી મોં ફેરવી લો એવી શક્યતા છે. કામ-ધંધાની બાબતે તમને એવું લાગશે કે તમારી સખત મહેનતની કોઈ નોંધ લેતું નથી અથવા તો તમને એનું શ્રેય મળતું નથી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


કામ-ધંધાની બાબતે આજનો દિવસ તમને ઘણો આનંદ આપશે. તમે કરેલી મહેનતના શિરપાવરૂપે તમને બઢતી મળી શકે છે. તમારા સાથીઓ તથા ઉપરીઓ તમારાથી પ્રભાવિત થઈ જશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે અતિશય કલ્પનાશીલ બની જશો અને વ્યવસાયી તથા અંગત જીવનની સુધારણા માટેના નવા-નવા આઇડિયા લઈ આવશો. જોકે તમારા પર ઘણું દબાણ હશે એવા સંજોગોમાં એ આઇડિયા કામે નહીં આવે. 

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


જ્ઞાન અને ચાતુર્યની શોધ કરતાં-કરતાં તમે બૌદ્ધિકો તથા સમાન વિચારસરણી ધરાવતા લોકોનો સંગાથ કરશો. જોકે આજે તમને આવા લોકો સહેલાઈથી મળી જાય એવી શક્યતા નથી. શોધખોળ કરતા રહેજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારી આસપાસના લોકો તમારા વાક્ચાતુર્ય તથા લાકડે માકડું બેસાડવાની તમારી આવડતની ઘણી પ્રશંસા કરશે. જોકે તમારે એનાથી છકી જવાને બદલે નમ્રતા જાળવી રાખવી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારા નિખાલસ સ્વભાવ તથા મુક્ત વિચારસરણીનો આજે તમને ઘણો લાભ થશે. જોકે તમારા સાથીદારોને પણ તેમનું મહત્વ છે એવી લાગણી થાય એ માટે તમારે તેમની વાતો પર પણ ધ્યાન આપવું.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ તમારા માટે અતિશય અનુકૂળ છે. તમને ખુશખબર મળવાના યોગ છે. આ સમાચાર તમારા આયોજનમાં પરિવર્તન કરાવે એટલા મોટા હશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે થાકેલા-પાકેલા હોવા છતાં અનેક કાર્યો પૂરાં કરી શકશો. તમે આ  કાર્યો તમારી અખૂટ ધીરજને કારણે કરી શકશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે ક્યાંકથી વધારાની કમાણી કરવાના માર્ગો શોધવા પર ધ્યાન આપશો. જોકે વધુ આવક માટે અન્યત્ર શોધખોળ કરવાને બદલે જો તમે હાલની જ નોકરી નિષ્ઠાપૂવર્‍ક કરશો તો તમને વધુ મોંબદલો મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK