ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

Published: 14th October, 2014 03:10 IST

આજે સંતોષની લાગણીને લીધે તમે ઉત્સાહમાં રહેશો. રોમૅન્સ માટે અનુકૂળ સમય છે, પરંતુ તમે કયો અભિગમ અપનાવો છો એના પર બધો આધાર રાખે છે.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે સંતોષની લાગણીને લીધે તમે ઉત્સાહમાં રહેશો. રોમૅન્સ માટે અનુકૂળ સમય છે, પરંતુ તમે કયો અભિગમ અપનાવો છો એના પર બધો આધાર રાખે છે. જો તમે સકારાત્મક વલણ અપનાવશો તો સારા તરંગો ફેલાવી શકશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારી વ્યસ્તતાને કારણે ભલે શક્ય લાગતું ન હોય, પરંતુ તમારે આરોગ્યના કારણસર રિલૅક્સ થવા માટે થોડો સમય ફાળવવાની જરૂર છે. સાંજનો સમય તમે પરિવારની સાથે સારી રીતે વિતાવી શકશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


ભૂતકાળમાં જે બન્યું એને ભૂલી જઈને વિશ્વાસપૂવર્‍ક આગળ વધવાનો પ્રયાસ કરવાનું તમારા હિતમાં રહેશે. તમારે ચિંતાઓને છોડી દઈને જીવનમાં આશાવાદી વલણ અપનાવવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારા સ્વજનો સાથે થોડી ગેરસમજ થવાની શક્યતા છે. તમને એવું લાગશે કે તેઓ તમને પૂરતો ટેકો નથી આપતા. પાડોશીઓ તમને પજવે એવી સંભાવના છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારો આત્મવિશ્વાસ એટલો વધી જશે કે તમને કોઈ વસ્તુ અશક્ય નહીં લાગે. તમે પોતાના નિર્ણયો મક્કમતાપૂવર્‍ક લેશો અને તમારા પર કોઈની અસર નહીં થાય.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારે વગર વિચાર્યે ટૂંકા ગાળાનાં લક્ષ્યો પાછળ દોડાદોડ કરવી નહીં. તમારે ભવિષ્ય પર અને લાંબા ગાળાના ઉદ્દેશો પર નજર રાખવી. સૌથી પહેલાં જીવનની પ્રાથમિકતાઓ નક્કી કરી લો. 

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના ગ્રહમાન તમારા માટે અનુકૂળ હોવાથી તમે જે કોઈ કાર્ય કરશો એમાં તમને સફળતા મળશે. કળા તરફ અભિરુચિ વધી જવાના યોગ છે. કાનૂની દાવા તમારી તરફેણમાં ચાલવા લાગશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે દિલ લગાવીને પોતાનું કાર્ય કરશો અને સાંજના સમયે નિકટના મિત્રો સાથે આનંદપ્રમોદ કરી શકો એવી અપેક્ષા રાખશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી સામેની સ્પર્ધા વધુ તીવ્ર બની રહી છે તેથી તમારી સમક્ષ અનેક પડકારો ઊભા થશે. જોકે તમે પાકી માટીના બનેલા હોવાથી પરિસ્થિતિનો સામનો વધુ સારી રીતે કરી શકશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે પહેલેથી જ વ્યવસાયી કામકાજમાં રોકાયેલા રહેશો અને અંગત બાબતો માટે તમને ઘણો ઓછો સમય મળશે. જોકે આ મર્યાદાઓ હોવા છતાં તમે બન્ને મોરચાને સારી રીતે સંભાળી લેશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમને ઘણા સમયથી જેની પ્રતીક્ષા હતી એ સમાચાર વિદેશથી પ્રાપ્ત થઈ ગયા હોવાથી આજે તમારામાં ઉત્સાહ અને ઉમંગ છલકાતા હશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારું અંગત જીવન સરળતાથી ચાલશે, પરંતુ વ્યવસાયી મોરચે તમારે હિંમત એકઠી કરીને તમારા હકના પગારવધારાની માગણી કરવી જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK