કેવું છે આજનું તમારું રાશિ ભવિષ્ય?

Published: 7th December, 2012 06:13 IST

આજે જાણે તમારો જ દિવસ છે. લેડી લકની અત્યારે તમારા પર મહેર છે. માટે થોડે દૂરથી પણ તમે સારા સમાચારની અપેક્ષા રાખી શકો છો, એમ ગણેશજી જણાવે છે. પ્રેમમાં તમે તમારી પ્રેમિકાના દિલમાં અનોખું સ્થાન હાંસલ કરશો.
એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે બધાં કામ પડતાં મૂકીને માત્ર તમારા મિત્રો, પરિવારજનો અથવા તમે પાળેલા પેટ ઍનિમલ સાથે એન્જૉય કરવાના મૂડમાં છો, એમ ગણેશજી જણાવે છે. જોકે તમારા કલીગ એનો ગેરલાભ ન લઈ લે એનું ધ્યાન રાખજો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે જાણે તમારો જ દિવસ છે. લેડી લકની અત્યારે તમારા પર મહેર છે. માટે થોડે દૂરથી પણ તમે સારા સમાચારની અપેક્ષા રાખી શકો છો, એમ ગણેશજી જણાવે છે. પ્રેમમાં તમે તમારી પ્રેમિકાના દિલમાં અનોખું સ્થાન હાંસલ કરશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


નાના બિઝનેસમાંથી પણ તમે ભરપૂર પૈસા કમાશો. જોકે વધુ સફળતા મેળવવા માટે તમારે એને ફરીથી ઇન્વેસ્ટ કરવા પડશે. ગણેશજી કહે છે કે તમે અધ્યાત્મની દિશામાં આગળ વધશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


ગણેશજી કહે છે કે તમારું જીવન ધરમૂળમાંથી બદલાઈ જાય એવો અનુભવ આજે તમને થશે. આખો દિવસ તમારા કામમાં અટવાયેલા રહેશો. જોકે સાંજે તમે મેડિટેશન કરવા માટે સમય ફાળવશો અને એમાં લયલીન થઈ જશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


ગણેશજી જણાવે છે કે આજે તમે ખૂબ જ ઇમોશનલ થઈ જશો. કોઈ પણ જાતના તર્ક કરી શકશો નહીં. તેમ છતાં ફાઇનૅન્સને લગતી કોઈ બાબતમાં ડીલ કરશો તો એમાં મોટો પ્રૉફિટ થાય એવી શક્યતા ગણેશજી વ્યક્ત કરી રહ્યા છે. હવે તમારે બ્રેકની જરૂર છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગણેશજી આગાહી કરે છે કે આજે તમે ખૂબ લકી ફીલ કરશો. વિદેશમાંથી તમારા માટે કોઈ સારા સમાચાર આવવાના છે. એને માટે તૈયાર રહો. વાતાવરણમાં અત્યારે રોમૅન્સ જ છવાયેલો છે. અને તમારા મગજમાં રહેલો બધો કચરો દૂર થશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે ખૂબ પૉઝિટિવ ફીલ કરી રહ્યા છો. તેમ છતાં તમારા ભવિષ્યને લઈને તમને અનેક ચિંતા સતાવી રહી છે. જોકે ગણેશજીની સલાહ છે કે એકદમ રિલૅક્સ થઈ જાઓ અને ફ્લો સાથે આગળ વધો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારા કામના સ્થળે પરિસ્થિતિઓ હજી સુધરેલી નજરે પડશે તેમ જ તમે કોઈના પ્રેમમાં પણ પડશો. જોકે તમારે દરેક બાબતો પર ઇમોશનલ થવાને બદલે પ્રૅક્ટિલી વિચારવું પડશે. એ માટે તૈયાર રહો એમ ગણેશજી કહે છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


ગણેશજી કહે છે કે તમારી ઑફિસમાં થોડો સ્ટ્રેસનો અનુભવ થાય એવું કઈ બનશે. જોકે ગણેશજી કહે છે કે તમે એનો ખૂબ હિંમતપૂર્વક સામનો કરશો અને સાંજે તો તમારા પ્રિયજન તમારી ખોવાયેલી ખુશી પાછી મેળવી આપશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


ગણેશજી કહી રહ્યા છે કે તમે કોઈની સત્તાના પ્યાદા બની ગયા છો એવું અનુભવો છે. જોકે ગભરાઓ નહીં અને થોડી તર્કબદ્ધ રીતે તમારી અંતસ્ફુરણા પ્રમાણે આગળ વધો. જરા પણ ઇન્ફ્લુઅન્સ થયા વગર આગળ વધશો તો જોઈતું રિઝલ્ટ મળશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારી પ્રતિભાને ડેવલપ કરવા માટે આજે તમે ખૂબ જ કમર કસી રહ્યા છો. જેમાં તમને આજે પૂરતી સફળતા પણ મળશે. ગણેશજી કહે છે કે કોઈની સાથે ખૂબ સારા સંબંધો બંધાય એવી શક્યતાઓ કાર્ડ પર છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


ગ્રહો આજે તમારાથી ભારે ખુશખુશાલ છે. ગણેશજી કહે છે કે પ્રોફેશનલી હજી બહેતર બનવાનું તમારા નસીબમાં છે. ઘરે પણ તમે તમારા પ્રિયજન સાથે ભરપૂર એન્જૉય કરશો. આજનો દિવસ બસ મોજ મનાવવાનો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK