શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

Published: 3rd December, 2014 03:36 IST

તમારા કોઈ સ્વજનનાં લગ્ન કે કોઈ સારા પ્રસંગ માટે તૈયારીઓ શરૂ કરવા આજનો દિવસ મંગળમય છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારા કોઈ સ્વજનનાં લગ્ન કે કોઈ સારા પ્રસંગ માટે તૈયારીઓ શરૂ કરવા આજનો દિવસ મંગળમય છે. એને લીધે તમે ખુશખુશાલ હશો અને પ્રસંગમાં મહાલવા મળવાનું હોવાથી રાજીના રેડ થઈ ગયા હશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમને કામના સ્થળે મહેનત કરવાનું નહીં ગમે. એને બદલે તમે પ્રિયકર સાથે કે મિત્ર સાથે હળવાશભર્યો સમય ગાળશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

તમારે આજે ઈર્ષ્યા કરીને તમારી છાપ બગાડવા માગતા અને તમારા વિશે અફવાઓ ફેલાવતા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે પારિવારિક અને વ્યવસાયી કામનું દબાણ વધે એવી શક્યતા છે. એના કારણે તમારી માનસિક તાણ પણ વધી શકે છે. તમારે શાંતચિત્ત રહેવું, અન્યથા તમારું કામ બગડી શકે છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ તમે કોઈક ને કોઈક રીતે બાળકો માટે જ ફાળવશો. તમારાં પોતાનાં સંતાન હશે તો તમે તેમની પાછળ ભાગદોડ કરવામાં વ્યસ્ત રહેશો. ટૂંકમાં, આજે તમને વધુ આરામ કરવાનો મોકો નહીં મળે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારી તર્કશક્તિ આજે લાગણીઓની સામે જોર કરશે. જોકે આર્થિક બાબતોનો સવાલ છે ત્યાં સુધી તમારે શાંત ચિત્તે અને તર્કબદ્ધ રીતે નિર્ણયો લેવા. કાનૂની બાબતોને પણ કળપૂર્વક સંભાળી લેવી. 

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમને ભલે યાદ ન હોય, પણ તમે ભૂતકાળમાં કરેલી મહેનત આજે ઊગી નીકળશે. એથી તમે આજે પગ લંબાવીને બેસી રહો અને ચારે બાજુથી નાણાંનો પ્રવાહ આવતો જોતા રહો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


કોઈ પણ કારણસર આજે સવારથી બગડેલો તમારો મૂડ તમને પરેશાન કરશે. જોકે સાંજના સમયે તમે ફરીથી સકારાત્મક મિજાજમાં આવી જશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ ઘણો રોમાંચક પુરવાર થશે, કારણ કે તમે હળવાશ મેળવવા અને નવચેતન પ્રાપ્ત કરવા માટેની કોઈ પ્રવૃત્તિ કરવાની અથવા સપરિવાર ફરવા જવાની તૈયારી કરી રહ્યા હશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારાં કામ પહેલી નજરે ઘણાં મુશ્કેલ લાગશે, પરંતુ તમે સકારાત્મક અભિગમ અપનાવીને વધુ ઊંચાઈઓ સર કરી શકશો. આ રીતે તમે પુરવાર કરી બતાવશો કે નસીબ પણ પુરુષાર્થ કરનારાઓને સાથ આપે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ તમારા માટે સાનુકૂળ છે. આજે તમને સફળતા મળશે. જોકે પોતાના નિર્ણયોની અન્યો પર થનારી અસરો વિશે પણ વિચાર કરવો અને એના આધારે પોતાની વર્તણૂકમાં ફેરફાર કરવો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમને સફળતાનો કેફ ચડશે અને તમે પ્રસન્ન થઈ જશો. તમે કોઈ પણ સંકોચ રાખ્યા વગર પોતાની પીઠ જાતે જ થાબડશો, કારણ કે તમને ખબર છે કે તમે જ એના હકદાર છો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK