તમારું આજનું ભવિષ્ય શું કહે છે, ક્લિક કરો અને જાણો

Published: 2nd December, 2014 03:35 IST

આજે તમે પ્રિયકરને રીઝવવા માટે ખાસ પોશાક પહેરવાને અને સાજસજ્જા કરવાને વધારે મહત્વ આપશો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે પ્રિયકરને રીઝવવા માટે ખાસ પોશાક પહેરવાને અને સાજસજ્જા કરવાને વધારે મહત્વ આપશો. જોકે તમારે એ પણ યાદ રાખવું કે ખરો પ્રેમ તો મનથી થતો હોય છે, બાહ્ય દેખાવથી નહીં.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારી રચનાત્મકતા અને કલ્પનાશીલતાને લીધે આજે તમારા વ્યવસાયી જીવનમાં મોટું પરિવર્તન આવવાનું છે. તમને બઢતી કે પગારવધારો મળે એવી શક્યતા છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમે પોતાને બદલે અન્યોની જરૂરિયાતો પૂરી કરવા પર વધારે ધ્યાન આપશો તો તમને જ તકલીફ થશે. તમારે પોતે પહેલાં પોતાના પ્રશ્નોને હલ કરી દેવા.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારો મૂડ બગડેલો હોય એવી શક્યતા છે. તમે જ્યાં સુધી પોતાની વૃત્તિઓ નહીં બદલો ત્યાં સુધી તમે સારા મિત્રો અને પરિવારજનોથી દૂર થતા જશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમને ચારેકોરથી સધિયારો મળી રહેવાને લીધે તમને સુખ વર્તાશે. આ સહારો તમને ફક્ત સ્વજનો પાસેથી નહીં, તમારા સહકર્મચારીઓ પાસેથી પણ મળશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે પોતાની રમૂજવૃત્તિથી આસપાસના સૌ લોકોને પ્રભાવિત કરી દેશો. તમે આકર્ષક અને ઉત્સાહી દેખાતા હોવાને લીધે પ્રિયકરને પણ આભા બનાવી દેશો. જોકે તમારે પોતાની શક્તિઓને સાચવી રાખવી.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


કોઈ પણ એક રિફ્રેશર કોર્સ કરવાથી તમને ઘણું સારું લાગશે તથા એના પગલે તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તમારે સૌની સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખવા હોય તો ઘમંડ કરવો નહીં.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે બીજી કોઈ વાતની ચિંતા કર્યા વગર જિંદગીનો આનંદ માણો. તમને આજે ભરપૂર તક મળશે. એનો ઉપયોગ કરી લેવો. જોકે એ પહેલાં એના લાભ-ગેરલાભનો વિચાર કરી લેવો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે આત્મચિંતન કરવાના મિજાજમાં હશો, કારણ કે તમે પોતાની કમીઓને નિવારવા માટે મન:પૂર્વક પ્રયાસ કરશો. તમારે અમુક નવા વિષયોનો અભ્યાસ કરીને દૃષ્ટિકોણ વિશાળ બનાવવો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે પોતાના મિત્રને મુશ્કેલીમાંથી ઉગારવા માટે ખાસ પ્રયાસ કરશો, છતાં બીજા લોકો તમારી કદર નહીં કરે. તમારે હતાશ થવું નહીં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે એકદમ ઉદાર મૂડમાં હશો અને પોતાને ગમતી દરેક વ્યક્તિ પર લખલૂટ ખર્ચ કરશો. રોકાણ કરવાની બાબતે વ્યવહારુ બુદ્ધિ વાપરીને નિર્ણય લેવો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ તમારા માટે ઘણો મહત્વનો છે, કારણ કે આજે તમારા જીવનમાં એક અગત્યનું સીમાચિહ્ન સર થશે. તમારો સામાજિક મોભો પણ વધવાનો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK