(મીતા ભરવાડા)
સામગ્રી
રીત
અંજીરને બે કલાક પલાળીને પછી બારીક કાપી લો. કૉર્નફ્લોરને બે ચમચી દૂધમાં મિક્સ કરી અલગ રાખો. હવે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઊકળે એટલે એમાં લીંબુનો રસ નાખીને ધીમે-ધીમે હલાવો. થોડા દાણા પડે એટલે એમાં કૉર્નફ્લોરવાળું દૂધ નાખી ધીમા તાપે ૧૦ મિનિટ ઊકળવા દો. હવે એમાં સાકર અને અંજીરના ટુકડા નાખી ફરી ચાર-પાંચ મિનિટ ઉકાળો. એને ગૅસ પરથી ઉતારી ઠંડું કરો. એને બદામ, પિસ્તાથી સજાવીને પીરસો.