એમેઝોન પ્રાઇમ ડે સેલ 2019માં Xiaomiના આ સ્માર્ટફોન્સ પર ભારે છૂટ

Updated: Jul 15, 2019, 12:25 IST | મુંબઈ ડેસ્ક

એમેઝોન પ્રાઇમ ડે સેલ 2019માં 1000થી વધુ પ્રૉડક્ટ્સ ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય પહેલેથી લૉન્ચ થયેલા ઘણાં પ્રૉડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ જાહેર કરાયા છે.

Xiaomi સ્માર્ટફોન
Xiaomi સ્માર્ટફોન

એમેઝોન પ્રાઇમ ડે સેલ 2019 આજે રાતે 12 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે. બે દિવસ ચાલનારા આ સેલમાં એમેઝોન પ્રાઇમ મેમ્બર્સને ઘણાં સ્માર્ટફોન્સ, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, ફેશન પ્રૉડક્ટ્સ અને હોમ અપ્લાયન્સ પર પણ છૂટ આપવામાં આવી છે. એમેઝોન પર આ પ્રાઇમ ડે સેલ દર વર્ષે હોય છે. પ્રાઇમ ડે સેલ માટે ઇ- કૉમર્સ વેબસાઇટે કેટલાય પ્રૉડક્ટ્સ મેન્યુફેક્ચરર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે ટાયઅપ કર્યું છે જેનાથી યૂઝર્સને આ બે દિવસ દરમિયાન કોઈપણ પ્રૉડક્ટ્સ પર વધુ ડિસ્કાઉન્ટ અને ઑફર મળી શકે. પ્રાઇમ ડે સેલમાં 1000થી વધુ નવા પ્રૉડક્ટ્સ ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય પહેલેથી લૉન્ચ થયેલા ઘણાં પ્રૉડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ જાહેર કરાયા છે. આ સેલમાં તમને Xiomiના સ્માર્ટફોન્સ પર મળતાં ઑફર્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

Xiaomi Mi A2 પર મળતાં ઑફર

Xiaomiના સ્માર્ટફોન્સ પર મળતાં ઑફર્સની વાત કરીએ તો Mi A2ના 4GB+64GB વેરિએન્ટ તમને 9,999ની કિંમતમાં મળી શકે છએ. આ વેરિએન્ટ લૉન્ચ કરતાં 7,500 રૂપિયા ઓછી કિંમતમાં ઉપલબ્ધ રહેશે. તેના પર લગભગ 43 ટકા ડિસ્કાઉન્ટ ઑફર આપવામાં આવી છે. આ સિવાય સ્માર્ટ ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહ્યું છે.

આ ફોનના 6GB+128GB વેરિએન્ટને લૉન્ચ કિંમત કરતાં 4,500 રૂપિયા ઓછી કિંમતમાં ઉપલબ્ઘ કરવામાં આવી રહ્યું છે. તેના પર લગભગ 22 ટકા ડિસ્કાઉન્ટ ઑફર આપવામાં આવ્યું છે. આ વેરિએન્ટ તમે 15,999ની કિંમતમાં ખરીદી શકો છો. એક્સચેંજ ઑફર હેઠળ તમને 3,000 સુધીનું ડિસ્કાઉન્ટ અલગથી આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

Redmi 5,6 અને 6 Pro પર મળતાં ઑફર્સ

Xiaomiના આ સ્માર્ટફોન સિવાય Redmi5, Redmi6 અને 6Pro પર પણ ભારે છૂટ આપવામાં આવી રહી છે. Redmi 5ના 4GB+64GB વેરિએન્ટને લૉન્ચ કિંમત કરતાં 4000 જેટલી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. તેના પર લગભગ 33 ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઑફર આપવામાં આવ્યું છે. આ વેરિએન્ટને તમે 7,999ની કિંમતમાં ખરીદી શકો છો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK