બાથસૉલ્ટથી કરો લક્ઝરી સ્નાન

Published: 31st July, 2012 05:31 IST

બાથસૉલ્ટનો અનુભવ હજી ન કર્યો હોય તો વાપર્યા પછી ખરેખર સરપ્રાઇઝ લાગશે કે કેટલું રિલૅક્સિગ છે

lexureus-bathમીઠામાં રહેલા હીલગ પાવરને સદીઓથી વખાણવામાં આવ્યો છે. એ સ્કિનની નૅચરલ ઍસિડિટી રીસ્ટોર કરે છે અને સ્કિનને વધારે બૅલેન્સ્ડ બનાવે છે. વધુમાં બાથસૉલ્ટ સ્કિનમાંથી મેલ દૂર કરી એને રીફ્રેશ કરે છે. બાથસૉલ્ટમાં રહેલા ક્રિસ્ટલ્સ પાણીમાં ઓગળી જાય છે જે નાહતી વખતે સ્કિનની અંદર પ્રવેશે છે અને એનાથી શરીર હલકું લાગવા માંડે છે. જો તમે હજી સુધી બાથસૉલ્ટનો અનુભવ નથી કર્યો તો તમને એ વાપર્યા પછી ખરેખર સરપ્રાઇઝ લાગશે કે કેટલું રિલૅક્સિગ છે. જો તમે કોઈ સેન્ટ કે ફ્રૅગ્રન્સથી ઍલર્જિક હો તો એ ન વાપરવાં, કારણ કે એની સ્કિન પર સાઇડ ઇફેક્ટ થઈ શકે.  

બાથસૉલ્ટ એટલે શું?

બાથસૉલ્ટ એક પ્રકારનું મીઠું છે. બજારમાં મળતા સમુદ્રી મીઠા સાથે સમુદ્રના પાણીમાં મળી આવતા એપ્સમ એટલે કે મૅગ્નેશિયમ સલ્ફેટ અને થોડું સુગંધિત તેલ મિક્સ કરીને બનાવવામાં આવતું મિશ્રણ એટલે બાથસૉલ્ટ. મીઠું શરીર પરથી મૃત ત્વચા દૂર કરીને સ્કિનને સૉફ્ટ બનાવે છે.

ક્વૉલિટી

અત્યારે મોટા ભાગે બધી જ સ્કિન-કૅર બ્રૅન્ડમાં બાથસૉલ્ટ અવેલેબલ હોય છે. પ્રાઇસ ભલે જુદી-જુદી હોય, પણ એ બધાની ઇફેક્ટ મોટા ભાગે એકસરખી હોય છે. બાથસૉલ્ટ પૂરી રીતે પાણીમાં ઓગળી જવું જોઈએ. જો એમ ન થાય તો એમ સમજવું કે એની ક્વૉલિટી ખરાબ છે અથવા તો પાણીનું તાપમાન બરાબર નથી. સસ્તાં બાથસૉલ્ટ કદાચ મોંઘાં બાથસૉલ્ટ જેવાં જ હોય, પણ એની પ્રાઇસ એમાં વાપરેલાં ફ્રૅગ્રન્સ ઑઇલ અને બીજાં ઇન્ગ્રિડિયઅન્ટ્સને લીધે વધુ કે ઓછી હોય છે.

બાથસૉલ્ટની પસંદગી

હંમેશાં ધ્યાન રાખવું કે બાથસૉલ્ટ ક્રિસ્ટલના રૂપમાં હોવું જોઈએ, પીગળેલા કે જામેલા રૂપમાં નહીં. બાથસૉલ્ટમાં વાપરવામાં આવેલી બધી જ ચીજો નૅચરલ અને ન્યુટ્રિયન્ટથી ભરપૂર હોય એનું ખાસ ધ્યાન રાખવું. બાથસૉલ્ટના રંગોમાં ખૂબ પર્યાયો છે જેના પ્રમાણે બાથસૉલ્ટની ઓળખ કરી શકાય છે. બ્લુ તેમ જ પર્પલ રંગછટાવાળા બાથસૉલ્ટ સુધિંગ ઇફેક્ટ માટે હોય છે, જ્યારે ઑરેન્જ અને યલો જેવા વૉર્મ શેડ એનર્જી આપે છે. આ સિવાય બાથસૉલ્ટના દાણાઓનો આકાર પણ એની ક્વૉલિટીનું ધ્યાન આપે છે. ઉદાહરણ તરીકે ઝીણા દાણા ઝડપથી પીગળતા હોવાને લીધે સ્કિન પર સ્ક્રબ તરીકે સારી રીતે કામ કરે છે.

બ્યુટી-પ્રોડક્ટ તરીકે

બાથસૉલ્ટને લક્ઝરી બ્યુટી-પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવ્યું છે. બાથસૉલ્ટવાળું પાણી ભરેલા બાથટબમાં નાહવાની મજા જ કંઈક ઔર છે. બાથસૉલ્ટની લક્ઝરીને ફીલ કરવા માટે હાથમાં બાથસૉલ્ટના દાણા લઈ એને આખા પગ, ગોઠણ તેમ જ કોણી પર ઘસો. આ રીતે એક્સફોલિયેટ કર્યા બાદ એ ભાગને બરાબર વૉશ કરવો.

લક્ઝરી

આમ તો બાથસૉલ્ટને એન્જૉય કરવાની શ્રેષ્ઠ રીત બાથટબમાં આરામથી બેસીને છે, પણ એ પૉસિબલ ન હોય ત્યારે બકેટના પાણી સાથે કામ ચલાવવું પડશે. બાથરૂમમાં રૉયલ ફીલ કરવા માટે થોડાં ફૂલો અને અરોમા કૅન્ડલ્સ લગાવો. બાથસૉલ્ટથી નાહ્યા પછી સાબુ ન લગાવવો, નહીં તો સૉલ્ટનાં સ્કિન માટે જરૂરી એવાં તત્વો સાબુથી ધોવાઈ જશે. એટલે ફક્ત ટુવાલથી હલકા હાથે શરીરને લૂછો અને એન્જૉય કરો સૉફ્ટ સ્કિન અને સારો મૂડ.

કેટલાંક પૉપ્યુલર બાથસૉલ્ટ

ઑરેન્જ :  આ બાથસૉલ્ટ ફ્રેશ છે, ખાટી-મીઠી સુગંધ ધરાવે છે અને ડ્રાય સ્કિન માટે સારું ગણવામાં આવે છે. ઑરેન્જ બાથસૉલ્ટ પિમ્પલ્સમાં પણ રાહત આપે છે.

લૅવન્ડર : લવેન્ડર નર્વસ ટેન્શનમાં રાહત આપે છે. માથાના દુખાવામાં રાહત આપે છે. એમાં રહેલી ઍન્ટિફંગલ પૉપર્ટીઝને લીધે ચામડીના રોગોમાં પણ રાહત આપી શકે છે. લૅવન્ડર બ્લડ-સક્યુર્લેશન વધારવામાં પણ મદદરૂપ થાય છે.

લેમનગ્રાસ બાથસૉલ્ટ : લેમનગ્રાસ બાથસૉલ્ટ ઉમેરેલા પાણીમાં સ્નાન કરવાથી શરીર ફ્રેશ થાય છે તેમ જ જેટલેગ, માથાનો દુખાવો, સ્ટ્રેસ જેવી તકલીફોમાં રાહત મળે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK