આ 6 બૉલીવુડ ફિલ્મોએ લોકોમાં જગાડ્યો રોડ ટ્રીપનો ક્રેઝ
રોડ ટ્રીપના જોવાલાયક સ્થળો
રોડ ટ્રીપની પ્લાનિંગથી લઈને ડેસ્ટિનેશન સુધી પહોંચવું, બધી જ વસ્તુઓ મોટા મોટા ટાસ્ક જેવી છે પણ જો તમે રખડવાનો ખરેખર આનંદ લેવા માગો છો તેને એન્જોય કરવા માંગો છો તો એક વાર રોડ ટ્રીપનો અનુભવ અવશ્ય લો. આમાં તમારી પાસે માત્ર એક જ નહીં પણ ઘણી બધી જગ્યાઓને, ખોરાકને, કલ્ચરને એક્સપ્લોર કરવાનો પૂરેપૂરો અવસર હોય છે. જેમ બૉલીવુડની ફિલ્મોમાં જોઈ શકાય છે. ફિલ્મ માત્ર મનોરંજનનું જ સાધન ન બનતાં આપણને ઘણી બાબતો માટે ઈન્સ્પાયર કરવાનું કારણ પણ બને છે. તેમ જ લોકોમાં ટ્રાવેલની ભૂખ પણ જગાડે છે. ખાસ તો રોડ ટ્રિપને માણવાની ભૂખ જગાડવા પાછળ ફિલ્મોનો ઘણો મોટો ભાગ છે. તેમાંની કેટલીક ફિલ્મો આ પ્રમાણે છે.
દિલ ચાહતા હે
ADVERTISEMENT
રોડ ટ્રિપને કેવી રીતે માણી શકાય છે તે આ ફિલ્મમાં ખૂબ જ સારી રીતે જોઈ શકાય છે. જેમાં આકાશ (આમિર ખાન) પોતાના ફ્રેન્ડ્સ સમીર (સૈફ અલી ખાન) અને સિદ્ધાર્થ (અક્ષય ખન્ના)ની સાથે ગોવાના રોડ ટ્રીપ પર જાય છે. મુંબઈથી ગોવાની રોડ ટ્રીપ ફિલ્મ આવ્યા પછી હજી વધુ સરળ બની ગઈ. 608 કિમીની મુસાફરી, જેને કાપવા માટે 10-11 કલાકનો સમય લાગી જતો હોય છે તેને લોકો માણવા લાગ્યા. ગોવા માત્ર ભારતીયો માટે જ નહીં પણ વિદેશમાંથી આવતાં પર્યટકો માટે પણ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે કારણ કે અહીં એક્સપ્લોર કરવા જેવું ઘણું બધું છે.

મુંબઈથી ગોવા હાઈવે
જોવાલાયક સ્થળો : સુંદર બીચ, જુદાં જુદાં એડવેન્ચરસ વોટર સ્પોર્ટ્સ, જૂના ચર્ચ, ક્લબ્સ, સ્ટ્રીટ શૉપિંગ અને ટેસ્ટી સી-ફૂડ્સની મજા અહીં માણી શકાય છે.
હાઈવે
જેવું ફિલ્મના નામથી જ જાણવા મળે છે કે ફિલ્મની થીમ શું છે. ફિલ્મના વધુ પડતા ભાગની શૂટિંગ નોર્થ ઈન્ડિયાના જુદાં જુદાં હાઈવેઝ પર થઈ છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના ધૂળિયા રસ્તા પર એડવેન્ચરના ઓપ્શન્સ અવેલેબલ છે. આ સિવાય રાજસ્થાનના કુચામન વેલીથી લઈને કાશ્મીરના આરૂ વેલી અને ચંદનવારી સુધીનો પ્રવાસ આમ તો ફિલ્મ દ્વારા ઘરે બેઠા બેઠા માણી શકાય છે પણ જો તમને પણ ટ્રાવેલનો શોખ છે તો તેને પોતાની આંખે જોવાનો પ્લાન બનાવો અને તે પણ રોડ ટ્રીપ દ્વારા જ માણો.
હાઈવે
શું છે જોવા જેવું : હાઈવેની આસપાસ ઘણા બધાં નાના-નાના ગામડાંઓ છે જેને એક્સપ્લોર કરવાનો પોતાનો એક અનોખો અનુભવ હોય છે. આ સિવાય જો તમને ખાવા-પીવાનો શોખ ધરાવતા હોવ તો હાઈવે પાસે આવેલા ધાબા પર મળતું ભોજન જરૂર ટ્રાય કરવું. જેનો સ્વાદ તમે ક્યારેય ભૂલી નહીં શકો. કાશ્મીરમાં લેહ એક એવી જગ્યા છે જેની સુંદરતાને નજીકથી જોવાનો મુખ્ય અવસર રોડ ટ્રીપ દ્વારા મળે છે.
3 ઈડિયટ્સ
આ ફિલ્મના કેરેક્ટર્સથી માંડીને તેમની કૉમેડી શૂટિંગ લોકેશન્સ પ્રત્યેક વસ્તુ તમને શરૂઆતથી લઈને અંત સુધી ફિલ્મ સાથે જોડી રાખે છે. જેમાં ફરહાન અને રાજૂ પોતાના ફ્રેન્ડ્સ રેન્ચોને શોધવા લેહ સુધીનો પ્રવાસ પોતાની કારથી પૂરો કરે છે. અહીંના દરેક લોકેશન્સને તેમણે ખૂબ જ સુંદર રીતે બતાવ્યા છે જેના કારણે શૂટિંગ લોકેશન્સ પર જનારાઓની સંખ્યામાં વધારો થયો છે ખાસ તો કાશ્મીર જનારાઓની સંખ્યા વધી છે.

લેહ
જબ વી મેટ
જબ વી મેટ ફિલ્મની શૂટિંગ નોર્થ ઈન્ડિયાના સુંદર હિલ સ્ટેશન્સમાં થઈ છે. આમાં રોડ ટ્રીપને બે જુદી જુદી રીતે બતાવવામાં આવી છે. પહેલાં તો મુંબઈથી ભટિંડા સુઘી ટ્રેનનો પ્રવાસ અને બીજો કારથી કુલ્લૂ-મનાલી અને રોહતાંગની નજીક સુધીનો પ્રવાસ.
રોહતાંગ પાસ મનાલી
ક્યાં ક્યાં ફરવું : મનાલીમાં સોલાંગ વેલી, રોહતાંગ પાસે ટ્રેકની મંદિર અને મોનેસ્ટ્રી જોવાલાયક સ્થળો છે. આ સિવાય તમે કસોલ, ઓલ્ડ મનાલી જઈને પણ એડવેન્ચરને માણી શકો છો.
પીકૂ

પીકૂ ફિલ્મ
દિલ્હીથી કોલકત્તા સુધીનો પ્રવાસ, તે પણ ટેક્સીથી. હા, ખરેખર દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને ઈમરાન ખાન સ્ટારર મૂવી પીકૂ જોયા પછી તમારુ મન પણ એવી રોડ ટ્રીપ પર જવા માટે આતુર થઈ જ જશે. આ મુસાફરીમાં એવા કેટલાય શહેરો છે જેને તમે એક્સપ્લોર કરવાની સાથે એન્જોય પણ કરી શકો છો. જેમાંથી એક છે વારાણસી ઘાટ પર થતી મહાઆરતી. બાકી તો સિટી ઑફ જૉય નામનો જ અર્થ છે કે એવું સ્થળ જે છે માત્ર એન્જોય કરવાનું શહેર. જ્યાં બોરિયતને કહેવામાં આવે છે બાય-બાય.
આ પણ વાંચો : પર્સનલ શેફથી લઈને યોગ ગુરુ સુધી, આ આઈલેન્ડ પર માણો વૈભવશાળી વેકેશન
ચેન્નઈ એક્સપ્રેસ

મુન્નાર
ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં વધારે તો નહીં પણ હા રોડ ટ્રીપના જે ગણ્યાં ગાઠ્યાં સીન્સ છે તે તમને નક્કી સાઉથ ઈન્ડિયાની સુંદર જગ્યાઓના રોડ ટ્રીપથી એક્સપ્લોર કરવા માટે મજબૂર તો કરી જ દેશે. આમ તો સાઉથ ઈન્ડિયાની એક જગ્યા ખૂબ જ સુંદર છે જેની માટે તમારે વિચારવાની જરૂર નહીં પડે કે કઈ જગ્યા બેસ્ટ છે. હિલ સ્ટેશન મુન્નાર હોય કે તેક્કડી ક પછી પોનમુડી. બસ, બાઇક કે કાર લો અને નીકળી પડો. ફ્રેન્ડ્સની સાથે જ નહીં આમાંથી મોટા ભાગની જગ્યાઓ તમે એકલા પણ એક્સપ્લોર કરી શકો છો.


