પર્સનલ શેફથી લઈને યોગ ગુરુ સુધી, આ આઈલેન્ડ પર માણો વૈભવશાળી વેકેશન

Jan 10, 2019, 19:40 IST

માલદીવમાં કુદાદૂ પ્રાઈવેટ આયલેન્ડ આપે છે તમને લગ્ઝરી હોલી ડેનો અવસર. પર્સનલ શેફથી લઈને યોગ ટ્રેનર સુધી, બધાં જ હાજર રહેશે તમારી સેવામાં.

પર્સનલ શેફથી લઈને યોગ ગુરુ સુધી, આ આઈલેન્ડ પર માણો વૈભવશાળી વેકેશન
કુદાદૂ આઈલેન્ડ (માલદીવ્સ)

માલદીવનું કુદાદૂ ખૂબ જ સુંદર પ્રાઈવેટ આઈલેન્ડ છે જ્યાં તમે ફાઈન ડાઈનિંગથી લઈને વૉટર સ્પોર્ટ્સ, ડિલીશસ ફૂડ અને સ્પા જેવી કેટલીક સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો. હનીમૂન હોય, ફેમિલી ટ્રિપ કે પછી વેડિંગ સેલિબ્રેશન, માલદીવનું આ ફાઈવ સ્ટાર રિસોર્ટ છે જે હોલીડે માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. જ્યાં પહોંચીને તમે પ્રકૃતિને નજીકથી માણી શકશો. તો અન્ય વિશેષતાઓ ધરાવતા આ આઈલેન્ડ વિશે જાણો વધુ વિગતો :

કુદાદૂની શાનદાર બનાવટ

કૂદાદૂને જાણીતાં આર્કિટેક્ટ યૂજી યામાસાકીએ ડિઝાઈન કરી છે. પ્રત્યેક વિલામાં અને મુખ્ય બે માળની ઈમારતમાં ચારે તરફથી પ્રકાશ અને ખુલ્લી હવાની સગવડ છે. જે આ આઈલેન્ડની સુંદરતામાં વધારો કરે છે. સાથે જ આગાસીએ 945 સોલાર પેનલ લગાડાયા છે. લગ્ઝરીઅસ તેમ જ ઈકો ફ્રેન્ડલી આ આઈલેન્ડમાં ફૂડ રિસાઈક્લિંગ પ્રોગ્રામ અને ગ્રીનહાઉસની સુવિધા પર્યટકોને આકર્ષે છે.

નો ટૂ પ્લાસ્ટિક

આ એન્વાયર્ન્મેંટ ફ્રેન્ડલી રિસોર્ટમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. જેની ઝલક તમને વાસણોથી લઈને જ્યુસ પીવાની સ્ટ્રો સુધી પ્રત્યેકમાં જોવા મળશે.

પ્રાઈવટ બટલર

આ પ્રાઈવટ આઈલેન્ડ પર તમારા ખાવા-પીવાની બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રાઈવટ બટલર્સ પણ હાજર છે. જેમની સર્વિસ પૂરા 24 કલાક અવેલેબલ હોય છે. જે લોકલથી લઈને કોન્ટિનેન્ટલ જેવી બધાં જ પ્રકારની વાનગી બનાવવામાં માહેર છે. એટલે કે પ્રાઈવેટ આઈલેન્ડ પર પહોંચીને તમે માત્ર દ્રશ્યોને જ નહીં પણ ગમતી વાનગીઓનો પણ પૂરો લાભ ઉઠાવી શકો છો. બીચસાઈટ ડિનર હોય કે વેડિંગ સેરેમની પ્રત્યેક સેલિબ્રેશન અહીં બનશે ખાસ.

વાઈન સેલર

અહીંના વાઈન સેલરમાં તમે સૌથી બેસ્ટ વાઈનનો પણ લાભ લઈ શકો છો. વિશ્વની સ્પેશિયલ અને જાણીતી વાઈનનું કલેક્શન છે અહીં. રોમેન્ટિક વેકેશન પર ગયા હોવ કે સોલો ટ્રિપ પર તમે તમારા વેકેશન ને શાનદાર બનાવી શકો છો. સૌથી અનોખી વાત તો એ છે કે આ વાઈન્સનું કલેક્શન કુદાકૂના માલિકે જાતે બનાવ્યું છે. તો ક્વૉલિટીનો અંદાજ કાઢવો મુશ્કેલ તો નથી જ.

સૉલ્ટ ચેમ્બર

એટલું જ નહીં આ પ્રાઈવટ આઈલેન્ડ પહોંચીને તમે માલદીવ્સમાં બનેલા હિમાલયન સૉલ્ટ ચેમ્બરને પણ જોઈ શકશો.

રિલેક્સિંગ ઝોન

મસાજ, ફેશિયલ, એક્યૂપંચર, સ્પા અને એવી કેટલીય રિલેક્સિંગ એક્ટિવિટીઝ છે જેને હોલીડે પર કસ્ટમર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવાયું છે.

આ પણ વાંચો : ભારતની અજોડ વાસ્તુ કળાનો અમૂલ્ય નમૂનો એટલે દૌલતાબાદનો કિલ્લો

ફિટનેસ ઝોન

હોલીડે પર આવીને ફિટનેસ જાળવી રાખવા માટે અહીં બનાવેલું છે લગ્ઝરિયસ જિમ. જેની માટે ઈન્સ્ટ્રક્ટર છે. આ સિવાય યોગા અને મેડિટેશન ગુરુ પણ તમારી હેલ્થનું ધ્યાન રાખવા માટે હાજર રહેશે

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK