એકબીજાની જરૂરિયાત અને એકબીજાની અનુકૂળતાને સન્માન સાથે જુએ એનું નામ પ્રેમ
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
મારાં આ સેકન્ડ મૅરેજ છે. વાઇફે થોડા સમય પહેલાં બાળકને જન્મ આપ્યો અને એ પછી તે ઇન્ટિમેટ રિલેશનની બાબતોમાં સાવ મંદ પડી ગઈ છે. મારી પહેલી વાઇફ સાથે પણ મૅરેજના શરૂઆતના દિવસોમાં સેક્સલાઇફ સારી હતી. ડિલિવરી પછી તેનું મન સેક્સમાંથી સાવ જ ઊઠી ગયેલું. જાણે કે તેને મારી સાથે કોઈ લેવાદેવા જ નથી. કેટલીયે રિક્વેસ્ટ પછી તે હા પાડે, પણ તેની સાઇડથી એક્સાઇટમેન્ટ ન હોય. પહેલી વાઇફ સાથે ઇન્ટિમેટ રિલેશનના અભાવ વચ્ચે મતભેદ વધતા ગયા અને પછી અમે છૂટા પડ્યા અને મેં સેકન્ડ મૅરેજ કર્યાં. સેકન્ડ મૅરેજથી મને તો બાળક જોઈતું જ નહોતું, પણ વાઇફના પ્રેશર વચ્ચે મારે વાત માનવી પડી. હવે આ મૅરેજમાં પણ એ જ થઈ થઈ રહ્યું છે. મારા ફ્રેન્ડ્સ સાથે પણ આવું જ બન્યું છે. શું ડિલિવરી પછી બધી જ મહિલાઓની કામેચ્છા મરી જતી હોય છે. તો શું કરવું જોઈએ? માટુંગા
પ્રેગ્નન્સી દરમ્યાન અને ચાઇલ્ડ-બર્થ પછી શરૂઆતના છથી આઠ મહિના ફીમેલનાં હૉર્મોન્સમાં અસંતુલન હોવાને કારણે તેને ઇન્ટિમેટ થવાની બાબતમાં રસ ન રહે એવું બની શકે છે અને એ સહજ છે. બાળકને બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી વખતે ઇન્ટિમેટ પ્લેઝરનો આનંદ મળી જતો હોવાથી તેને સેક્સલાઇફની આવશ્યકતા નથી રહેતી. જોકે એને લીધે કામેચ્છા સાવ મંદ પડી જાય એવું બિલકુલ નથી હોતું. અહીં એક વાતની સ્પષ્ટતા તમારા માટે પણ જરૂરી છે.
ADVERTISEMENT
તમારા મનમાં જો એમ જ હોય કે પ્રેમ એટલે સેક્સ કે પછી તમે ઇચ્છા વ્યક્ત કરો અને સ્ત્રી સેક્સ માટે તૈયાર થઈ જાય એટલે પ્રેમ એવું બિલકુલ નથી હોતું. એકબીજાની જરૂરિયાત અને એકબીજાની અનુકૂળતાને સન્માન સાથે જુએ એનું નામ પ્રેમ. મૅરિડ પુરુષ માટે આ વાત જરા વધારે મહત્ત્વની બની જાય છે. સ્ત્રીના શરીરમાં આવતા હૉર્મોન્સના પરિવર્તનને મૅરિડ પુરુષે સમજવું જરૂરી છે. માતૃત્વનો સંતોષ અને જવાબદારી વધતાં કદાચ વાઇફને ફિઝિકલ રિલેશનશિપમાં ઓછો રસ પડે તો એ સમયે હસબન્ડે જવાબદારીઓમાં સાથ આપવો જોઈએ. બાળકના આગમન પછી હસબન્ડ-વાઇફ નહીં પણ ફાધર-મધર બનીને સંસારને જોવો જરૂરી છે. જો હવે આ રીતે જોવાનું ચાલુ કરશો તો વાઇફ પણ આપોઆપ તમારા તરફ અટ્રૅક્ટ થશે એની ખાતરી રાખજો.


