પ્રેગ્નન્સીના પહેલા અને છેલ્લા ત્રણ મહિના દરમ્યાન સ્ત્રીના શરીરમાં પુષ્કળ માત્રામાં હૉર્મોનલ ચેન્જિસ થાય છે એટલે આ સમય સાચવવા જેવો હોય છે
કામવેદ
પ્રતીકાત્મક તસવીર
અમારાં લગ્નને જસ્ટ આઠ મહિના થયા છે. અમે એક-દોઢ વરસ સુધી ફૅમિલી પ્લાન કરવા નહોતાં માગતાં, પણ પુલઆઉટ મેથડ વાપરવા જતાં ગરબડ થઈ ગઈ. હવે હું પ્રેગ્નન્ટ છું. મારા હસબન્ડ અબૉર્શન કરાવી લેવાનું કહે છે, પણ મારું મન નથી માનતું. તેમને એમ છે કે વહેલું બાળક આવવાથી સેક્સલાઇફ અને અંગત સંબંધો પર અસર પડશે. મને ચિંતા એ છે કે એક વાર અબૉર્શન કરાવ્યા પછી ફરીથી પ્રેગ્નન્સી રાખવામાં વધુ તકલીફ પડે છે. મારી આસપાસમાં જ મેં બે કપલ જોયાં છે જેમણે પહેલી વાર અબૉર્ટ કરાવી લીધું અને હવે બાળકમાં તકલીફ પડી રહી છે. હજી માંડ ત્રીજો મહિનો શરૂ થયો છે. તેમને સમાગમની ઇચ્છા હોય છે. ડૉક્ટરને પૂછ્યું તો તેઓ જવાબ આપે છે કે બન્નેની મરજી હોય તો પેટ પર પ્રેશર ન આવે એ રીતે સાચવીને કરશો તો બહુ તકલીફ નહીં થાય. લોકો પ્રેગ્નન્સીના પિરિયડને એન્જૉય કરતા હોય છે, જ્યારે અમારી વચ્ચે મતભેદો વધી રહ્યા છે.
ગોરેગામ
ADVERTISEMENT
તમે પણ મતભેદો દૂર કરશો તો પ્રેગ્નન્સીના પિરિયડને હજીયે એન્જૉય કરી જ શકશો. તમારા પતિને સમજાવવું જરૂરી છે કે જો બાળક નહોતું જાઈતું તો પહેલેથી જ કૉન્ડોમ વાપરીને વધુ સેફ કૉન્ટ્રાસેપ્શનની મેથડ વાપરવી જોઈતી હતી. તમે પણ યાદ રાખો કે પહેલી વારની પ્રેગ્નન્સી અબૉર્ટ કરી લેવાથી બીજી વારમાં હંમેશાં તકલીફ પડે જ એવું પણ જરૂરી નથી. જો અબૉર્શન પછી બરાબર ક્લીનિંગ ન થયું હોય તો જ તકલીફ વધે, પણ કુદરતી રીતે પ્રેગ્નન્સી રહી ગઈ હોય ત્યારે માત્ર સેક્સલાઇફ ડિસ્ટર્બ થશે એવા ડરને કારણે ગર્ભપાત કરાવી લેવો ઠીક નથી. અલબત્ત, આ નિર્ણયમાં પતિ-પત્ની બન્નેની સહમતી હોય એ જરૂરી છે.
પ્રેગ્નન્સીના પહેલા અને છેલ્લા ત્રણ મહિના દરમ્યાન સ્ત્રીના શરીરમાં પુષ્કળ માત્રામાં હૉર્મોનલ ચેન્જિસ થાય છે એટલે આ સમય સાચવવા જેવો હોય છે. શરૂઆતના ત્રણ મહિના પૂરા થયા પછી શરીર એ હૉર્મોન્સ સાથે સેટ થઈ જાય છે. એ પછી સેક્સની ઇચ્છા થાય તો ફીમેલ સુપિરિયર અથવા તો ડૉગી પોઝિશન જેવી પેટ પર વજન ન આવે કે દબાણ ન અનુભવાય એવી પોઝિશન અપનાવી શકાય તો સાથોસાથ મૅસ્ટરબેશન આપીને પણ પતિને સૅટિસ્ફૅક્શન આપી શકાય. એમાં એટલો જ આનંદ આવે જેટલો આનંદ સેક્સમાં આવતો હોય છે.