Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > સેક્સ્ટિંગ : ઉપવાસમાં ફૂડની વાતથી જો પેટ ભરી લેવાતું હોય તો ખોટું શું છે?

સેક્સ્ટિંગ : ઉપવાસમાં ફૂડની વાતથી જો પેટ ભરી લેવાતું હોય તો ખોટું શું છે?

Published : 09 February, 2026 02:58 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

ડિજિટલ માધ્યમ વધારે સ્ટ્રૉન્ગ થયું છે એવા સમયે ડર્ટી-ચૅટનો એક ફાયદો એ થયો છે કે ઑનેસ્ટ પાર્ટનરની ઑનેસ્ટી અકબંધ રહી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


હમણાં એક ટ્રેન્ડ ખૂબ જોવા મળી રહ્યો છે જે ખાસ કરીને કાં તો લૉન્ગ-ડિસ્ટન્સ રિલેશનશિપ ધરાવતાં કપલમાં અથવા તો મૅરેજ પછી અલગ-અલગ શહેરોમાં રહીને પોતાની પ્રોફેશનલ કરીઅરને આગળ વધારતાં કપલમાં જોવા મળે છે. આ ટ્રેન્ડ છે ડર્ટી-ચૅટ એટલે કે સેક્સ્ટિંગ. આ વધવા પાછળનાં કારણોને જરા ધ્યાનથી સમજવાની જરૂર છે.

આજની ફાસ્ટ લાઇફમાં જ્યારે કપલ્સ પાસે એકબીજાને આપવા માટે પૂરતો સમય નથી મળતો ત્યારે આ પ્રકારની ચૅટથી પોતાના જ પાત્ર સાથે મનની વાત કહેવાની કે પછી આવેગ વ્યક્ત કરવાની ભાવના આમાં છુપાયેલી હોય છે. ડિજિટલ માધ્યમ વધારે સ્ટ્રૉન્ગ થયું છે એવા સમયે ડર્ટી-ચૅટનો એક ફાયદો એ થયો છે કે ઑનેસ્ટ પાર્ટનરની ઑનેસ્ટી અકબંધ રહી છે. આ જે ડર્ટી-ચૅટ છે એ એક પ્રકારનું મૅસ્ટરબેશન છે અને મૅસ્ટરબેશન પાર્ટનર વિનાની લાઇફમાં હેલ્ધી લાઇફસ્ટાઇલનું બેસ્ટ એક્ઝામ્પલ છે.



સેક્સ્ટિંગમાં મોટા ભાગે પુરુષો પહેલ કરતા હોય છે અને આ પહેલનો જો વિરોધ ન હોય તો તેની પાર્ટનરે એમાં સહયોગ આપવો પણ જોઈએ. બહુ સાદું ઉદાહરણ આપીને સમજાવું તો માણસને ભૂખ લાગી હોય ત્યારે તે ઘરથી દૂર હોવાથી કંઈ પણ શોધીને ખાઈ લે એવું બની શકે પણ સેક્સ્ટિંગ એક પ્રકારનો એવો ઉપવાસ છે જેમાં માત્ર ફૂડની વાતો કરીને પેટ ભરી લેવાની, તૃપ્તિ પામી લેવાની માનસિકતા સમાયેલી છે. અફકોર્સ, એની માટે પાર્ટનર તૈયાર હોય એ પણ જરૂરી છે અને એટલે જ આગળ કહ્યું એમ, પાર્ટનરે એ દિશામાં સહયોગ આપવો જોઈએ. સેક્સ્ટિંગની લત ખરાબ છે. આખો દિવસ એ પ્રકારની વાતો થતી રહે તો એમાં વિકૃતિ છે પણ જો અમુક ચોક્કસ સમયગાળા પછી એની ઇચ્છા થતી હોય તો એ ખોટું પણ નથી.


સેક્સ્ટિંગમાં એક જ મોટું ભયસ્થાન જો કોઈ હોય તો એ કે એમાં ડિજિટલ ફુટ-પ્રિન્ટ રહી શકે છે પણ અમુક મેસેન્જર દાવો કરે છે કે એ મેસેન્જર યુઝરની એક પણ વાત સ્ટોર કરતા નથી જેમાંથી ખરા અર્થમાં અમુક સાચા પણ છે એટલે સેફ માધ્યમનો ઉપયોગ થતો રહે તો લૉન્ગ-ડિસ્ટન્સ રિલેશનશિપ કે લૉન્ગ-ડિસ્ટન્સ કપલ્સની પર્સનલ લાઇફમાં સ્પાઇસ ઉમેરવાનું કામ આ પ્રક્રિયા કરે છે અને એમાં કશું ખોટું પણ નથી. પણ હા, મોબાઇલ માત્ર તમારા હાથમાં રહેતો હોય એ પણ જોતાં રહેવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 02:58 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK