Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > સૅટિસ્ફૅક્શન મળતું ન હોવાથી વાઇફ ચિડાયેલી રહે છે, શું કરવું?

સૅટિસ્ફૅક્શન મળતું ન હોવાથી વાઇફ ચિડાયેલી રહે છે, શું કરવું?

05 June, 2023 03:27 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

હસ્તમૈથુન અને શીઘ્રસ્ખલનને કોઈ સંબંધ નથી અને ક્યારેય એવું બને નહીં કે હસ્તમૈથુનને કારણે શીઘ્રસ્ખલન થાય

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


મારી ઉંમર ત્રીસ વર્ષ છે. મારાં મૅરેજને ત્રણેક વર્ષ થયાં. હું હીરાબજારમાં બ્રોકરેજ કરું છું. આવક બહુ સારી છે, પણ લાઇફમાં સ્ટ્રેસ બહુ છે. મૅરેજ પહેલાં મને વીકમાં ત્રણથી ચાર વાર મૅસ્ટરબેશનની આદત હતી, પણ એની આડઅસર મને હવે દેખાય છે. હવે હું વાઇફ સાથે સેક્સ કરું ત્યારે તરત સ્ખલન થઈ જાય છે. હું કન્ટ્રોલ નથી કરી શકતો અને મારું સ્પર્મ જલદી નીકળી જાય છે. એને લીધે મારી વાઇફને સૅસ્ટિફૅક્શન આપી નથી શકતો અને એની અસર તેના સ્વભાવમાં દેખાય છે. તે આખો દિવસ પછી ચિડાયેલી રહે છે. એવું બને ખરું કે તેને પ્લેઝર ન મળે તો તેનામાં ચીડિયાપણું આવી જાય? અત્યારે મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. હવે હું તેની સાથે ફિઝિકલ રિલેશન બાંધવાનું ટાળું છું. મને પ્લીઝ રસ્તો દેખાડો. સ્ખલન ન થાય એ માટે કઈ મેડિસિન લેવી જોઈએ? - મલાડ

એક વાત સમજી લો કે હસ્તમૈથુન અને શીઘ્રસ્ખલનને કોઈ સંબંધ નથી અને ક્યારેય એવું બને નહીં કે હસ્તમૈથુનને કારણે શીઘ્રસ્ખલન થાય. ક્યારેય નહીં. એટલે પહેલાં તો તમે તમારા મનની આ માન્યતા કાઢી નાખો. આપણે ત્યાં આ માન્યતા ખોટી રીતે લોકોના મનમાં ઘર કરી ગઈ છે. ડૉ. પ્રકાશ કોઠારી જેવા દેશના અત્યંત જાણીતા સેક્સોલૉજિસ્ટથી માંડીને અનેક ડૉક્ટરોએ આ ગેરમાન્યતા મનમાંથી કાઢવાના પ્રયાસો કર્યા છે અને એમાં અમુક અંશે સફળ પણ થયા છે. એમ છતાં તમારા જેવા હજી પણ આવી વાતો મનમાં સંઘરી રાખે છે. સ્ખલન જલદી થતું હોય અને એને લીધે તમે વાઇફને ફિઝિકલ પ્લેઝર આપી શકતા ન હો તો તમારે એ સંતોષ માટેના અન્ય રસ્તાઓ શોધવા જોઈએ. એક વાત યાદ રાખવી કે સંતોષ મહત્ત્વનો છે, સંભોગ નહીં અને સંતોષ માટે તમે તેને ઓરલ સેક્સથી લઈને મૅસ્ટરબેટ કરાવી આપવા જેવા રસ્તાઓ વાપરી શકો છો. તમારું અનુમાન સાચું છે કે પ્લેઝર ન મળે તો એની સીધી અસર સ્ટ્રેસ સ્વરૂપે દેખાય - પછી તે પુરુષ હોય કે સ્ત્રી. જાતીય સંબંધોમાં બન્નેને સંતોષ મળે કે પછી બન્ને સંતોષનો માર્ગ શોધે એ આવશ્યક છે. વાત રહી મેડિસિનની તો અનેક દવાઓ એવી આવે છે જે લેવાથી શીઘ્રપતનની સમસ્યાનું નિરાકરણ આવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2023 03:27 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK