° °

આજનું ઇ-પેપર
Saturday, 28 January, 2023


મૅસ્ટરબેશનથી પેનિસ પરની સ્કિનમાં કાપા પડી જાય છે

05 December, 2022 03:25 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

નાહતી વખતે કોપરેલનાં બે-ત્રણ ટીપાં નાખી હળવા હાથે માલિશ કરીને સ્કિન પાછળ લેવાની કોશિશ કરશો તો કદાચ સફળતા પ્રાપ્ત કરી શકશો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) કામવેદ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૨૪ વર્ષનો છું અને મને હમણાં-હમણાંથી પેનિસની ચામડી પાછળ લેવામાં તકલીફ પડે છે. મને પહેલેથી જ ફોરસ્કિન પાછળ ખેંચવાની આદત નહોતી અને મૅસ્ટરબેશન પણ ભાગ્યે જ કરતો હતો. હમણાંથી ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં પણ તકલીફ પડવા લાગી છે, પણ કૉન્ડોમથી સમસ્યા નથી રહેતી. જોકે મૅસ્ટરબેશન માટે જ્યારે પણ હું સ્કિન પાછળ લઉં ત્યારે મને સ્કિનમાં ચીરા પડે છે. છ-સાત દિવસ એમ જ રહેવા દઉં એટલે પાછું નૉર્મલ થઈ જાય. એટલે મૅસ્ટરબેશન પણ નથી થઈ શકતું. સમાગમ જેટલી ઉત્તેજના આપમેળે આવે અને ત્વચા પાછળ સરકાવું તોય બળતરા થાય અને ચીરા પડે જ છે. કૉન્ડોમ વાપરીને સમાગમ કરું તો એટલો વાંધો નથી આવતો, પણ મૅસ્ટરબેશન માટે હાથ લગાવું તો તકલીફ વધુ થાય છે. શું આ નૉર્મલ છે? ચીરા ન પડે એ માટે શું કરવું? બોરીવલી

બાળપણમાં પેનિસની ઉપરની ફોરસ્કિન પાછળ લેવાની આદત પાડી હોય તો પુખ્ત વયે સરળતા રહે છે. આ આદતથી માત્ર સમાગમમાં જ નહીં, પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતામાં પણ સારું રહે છે. તમે હજી પણ નાહતી વખતે કોપરેલનાં બે-ત્રણ ટીપાં નાખી હળવા હાથે માલિશ કરીને સ્કિન પાછળ લેવાની કોશિશ કરશો તો કદાચ સફળતા પ્રાપ્ત કરી શકશો. અવારનવાર આમ કરવાથી ફોરસ્કિન આગળ-પાછળ સરકતી થઈ શકે છે.  સ્કિન પાછળ સરકાવતી વખતે વધુ જોર કરવું નહીં. ધારો કે ચીરા પડતા હોય તો ત્યાં દિવસમાં બે વાર ઍન્ટિ-બૅક્ટેરિયલ દવા લગાવવી. આખી સ્કિન પરાણે પાછળ જોરથી ખેંચીને મૅસ્ટરબેશન કરવાનું આ સમય દરમ્યાન ટાળવું. એક હકીકત એ પણ છે કે આખી સ્કીન નીચે આવે એ સમયની ફીલ નહીં પણ પેનિસની ઉપર રહેલી સ્કિન આગળ-પાછળ થવાથી મૅસ્ટરબેશનમાં આનંદ આવતો હોય છે. જો વારંવાર ચીરા પડવાનું ચાલુ જ રહે તો ડૉક્ટરને કન્સલ્ટ કરવા જરૂરી છે. આવા સંજોગોમાં ઘણી વાર સુન્નતનું ઑપરેશન અનિવાર્ય હોય છે. એમાં પણ ઘણા પ્લાસ્ટિક સર્જ્યનો માત્ર નીચેની ચામડી પર થોડો કાપો મૂકીને આગળની ચામડી સહેલાઈથી પાછળ સરકી શકે એવું ઑપરેશન પણ કરતા હોય છે. સુન્નત કરાવ્યા પછી આ સમસ્યા નહીં થાય.

05 December, 2022 03:25 PM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

ગુદામાં આંગળી નાખવી ગમે એ હાનિકારક છે?

આ આદતને કાઢવા તમારી ડાયટમાં ચેન્જ કરો એ જરૂરી છે.

25 January, 2023 04:38 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

લૉન્ગ ડિસ્ટન્સ સંબંધો છે અને ફિઝિકલ નીડ પણ છે તો શું કરવું?

મૅસ્ટરબેશન સૌથી સેફ સેક્સલાઇફ છે. એમાં કોઈ બીજાની આવશ્યકતા રહેતી નથી અને પાર્ટનરને ચીટ કર્યાનો અફસોસ પણ થતો નથી.

24 January, 2023 04:48 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

બાળકો જોઈતાં નથી, કૉન્ડોમ વાપરવું નથી. કોઈ રસ્તો છે?

તમે કૉન્ડોમ વાપરવા ન માગતા હો તો તમારી વાઇફના પિરિયડ્સના એક વીક પછી અને પિરિયડ્સના એક વીક પહેલાંના તબક્કાને છોડીને સેક્સ કરો તો બાળકની શક્યતા ઓછી રહે છે

23 January, 2023 04:08 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK