Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > કૉન્ડમ વિના સેક્સ કરીને પણ કઈ રીતે અટકાવવી પ્રેગ્નેન્સી?

કૉન્ડમ વિના સેક્સ કરીને પણ કઈ રીતે અટકાવવી પ્રેગ્નેન્સી?

Published : 25 November, 2023 07:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

How to Avoid Pregnancy: કૉન્ડમ ભલે પ્રેગ્નેન્સી ટાળવા માટે સો ટકા ગેરન્ટી ન આપે પણ તેમ છતાં કેટલીક હદે વણજોઈતા ગર્ભધારણને અટકાવવામાં કારગર સાબિત થાય છે.

કૉન્ડમ માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કૉન્ડમ માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક ફાઈલ તસવીર


How to Avoid Pregnancy: કૉન્ડમ ભલે પ્રેગ્નેન્સી ટાળવા માટે સો ટકા ગેરન્ટી ન આપે પણ તેમ છતાં કેટલીક હદે વણજોઈતા ગર્ભધારણને અટકાવવામાં કારગર સાબિત થાય છે. એવામાં જો સેક્સ કોન્ડમ વગર કરવામાં આવે તો પ્રેગ્નેન્સીથી કેવી રીતે બચી શકાય તે સૌથી મોટો પ્રશ્ન બની જાય છે.


કૉન્ડમના ઉપયોગને મોટાભાગે લોકો પોતાના સેક્સ અનુભવમાં અડચણરૂપ જુએ છે. ખાસ કરીને મોટાભાગના પુરુષોનું એ માનવું હોય છે કે કોન્ડમના ઉપયોગ સાથે સેક્સ કરવામાં તે આનંદ નથી આવતો. એવામાં મહિલાઓને અનેકવાર વણજોઈતી પ્રેગ્નેન્સીનો સામનો કરવો પડે છે, અને એબૉર્શનની પીડાનો પણ સામનો કરવો પડે છે. આથી આજે અહીં તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમે તમારા પાર્ટનર સાથે રોમાન્સ પણ કરી શકો છો અને તે પણ કોઈપણ પ્રકારના ડર વિના.



કેટલું સુરક્ષિત છે કૉન્ડમ વિના સંભોગ?
How to Avoid Pregnancy: કૉન્ડમ વિના સંભોગ બિલકુલ સુરક્ષિત નથી. કારણકે તે ફક્ત પ્રેગ્નેન્સી જ નહીં પણ યૌન સંબંધિત સંક્રમણથી પણ બચી શકાય છે. એવામાં જો તમે સંભોગ પછી કોઈપણ પીડામાંથી પસાર નથી થવા માગતા તો કૉન્ડમનો ઉપયોગ કરવો જોઈએ.


કૉન્ડમના ઉપયોગ વિના પણ કેવી રીતે અટકાવવી પ્રેગ્નેન્સી
કૉન્ડમ વિના સેક્સ કરવા પર પ્રેગ્નેન્સી ટાળવા માટે સ્પર્મ ડિસ્ચાર્જ રૂલ ખૂબ જ કારગર માનવામાં આવે છે. આ પ્રમાણે ઈન્ટરકૉર્સ કરતી વખતે સાવચેત રહેતા ઇજેક્યુલેશનના સમયે ઈન્ટરકૉર્સ બાદ સ્પર્મને બહાર ડિસ્ચાર્જ કરવું. ધ્યાન રાખવું જરૂરી છે કે પ્રી-કમથી પણ પ્રેગ્નેન્સીનું જોખમ રહે છે, આથી આ ગેરેન્ટેડ ઉપાય નથી.

ગર્ભનિરોધક ગોળીનો પણ કરી શકાય છે ઉપયોગ
How to Avoid Pregnancy: અનપ્રોટેક્ટેડ સેક્સના 72 કલાકમાં ગર્ભનિરોધક ગોળી લેવાથી પ્રેગ્નેન્સીને અટકાવી શકાય છે. જો કે, ધ્યાન રાખવું કે વારંવાર ગર્ભનિરોધક ગોળીનું સેવન તમારા ભવિષ્યમાં માતા બનવાની શક્યતાને ઘટાડી પણ શકે છે.


આ રીત પણ છે સારો ઉપાય
How to Avoid Pregnancy: જો તમારે પાસે કૉન્ડમ નથી તો તમે ડ્રાય સેક્સ પણ કરી શકો છો. આમાં તમે પોતાના પાર્ટનર સાથે ફોરપ્લે માણી શકો છો, પણ ઈન્ટરકૉર્સ કરતા બચવાનું રહેશે. આ સિવાય ઓરલ સેક્સ પણ એક સારો પર્યાય હોઈ શકે છે પણ આમાં અમુક સાવચેતીઓ રાખવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે સેક્સ એક એવી ફીલ છે જેની તૃપ્તિ ન થાય તો એ સતત મનને એ દિશામાં રાખ્યા કરે છે. આપણે ત્યાં હજી પણ લોકો આ બાબતમાં જાગૃત થયા નથી એટલે તેમને સમજાતું નથી; પણ બહેતર છે કે શરીર જો સેક્સની માગ કરે તો એને યોગ્ય રીતે, યોગ્ય માર્ગે અને વાજબી રીતે પૂરી કરવામાં આવે. આ માગ પૂરી ન થાય તો એ ધીમે-ધીમે મન પર કબજો કરશે અને એકાગ્રતા પર એની અસર પડશે.

સેક્સ-ટૉય્ઝ હવે આપણે ત્યાં સરળતાથી મળે છે. ઑનલાઇન પણ એ ખરીદી શકાય છે. એમાં વરાઇટી પણ અનેક છે. એનો ઉપયોગ કરવાથી એની આદત પડી જાય એવું જનરલી સાંભળવા મળ્યું નથી એટલે એની આદત નથી પડતી એવું સહજ રીતે સ્વીકારી શકાય. જોકે આ જ વાત કહેતી વખતે એ પણ સ્પષ્ટતા કરવાની કે ટૉય્ઝનું ક્લીનિંગ પણ યોગ્ય રીતે થવું જોઈએ. જો એની સફાઈ રાખી શકાતી હોય તો જ એ ઇનરપાર્ટમાં ઇન્સર્ટ કરવું એવું ટૉય્ઝ બનાવતી કંપની પણ કહે છે.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2023 07:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK