સામાન્ય રીતે શરીરમાં ક્યાંય પણ ફોલ્લી થાય અને પછી એ આપોઆપ મટી પણ જાય.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
હું છવ્વીસ વર્ષનો છું. એન્જિનિયર છું અને સાઇટ ઇન્ચાર્જની મારી જૉબ છે. મારા પેનિસ પર ચાર-પાંચ નાની ફોલ્લી છે, જે થોડા સમયથી એમ જ રહે છે, મટતી પણ નથી અને વધતી પણ નથી. મારી સાઇટ પર આવતી એક લેબર સાથે ફિઝિકલ રિલેશન હતાં, અઢી-ત્રણ મહિના સુધી અમારું રિલેશન રહ્યું, પણ પછી મેં જ એ અટકાવી દીધું. અગાઉ પણ એક ફીમેલ લેબર સાથે મારાં આવાં રિલેશન હતાં. હવે મને ડર છે કે એ રિલેશનશિપને કારણે મને આ પ્રૉબ્લેમ આવ્યો હશે? શું આ એઇડ્સ હોઈ શકે? મારા એન્ગેજમેન્ટ થયા છે, પણ હું આ ડરથી તેની સાથે પણ કોઈ છૂટછાટ લઈ શકતો નથી. મારે કરવું શું? : વિરાર
તમારી વાત પરથી દેખીતી રીતે તો એવું લાગે છે કે એ સામાન્ય ફોલ્લી હોઈ શકે છે, માટે ગભરાવાની જરૂર નથી. સામાન્ય રીતે શરીરમાં ક્યાંય પણ ફોલ્લી થાય અને પછી એ આપોઆપ મટી પણ જાય. તમે કહો છો કે ફોલ્લી વધતી પણ નથી અને ઘટતી પણ નથી તો બની શકે કે એ મસા હોય, પણ એ તો પર્સનલ એક્ઝામિનેશન પછી તમારા ફિઝિશ્યન જ કહી શકે એટલે ગભરાવાને બદલે તમે તમારા ફૅમિલી ડૉક્ટરને મળીને તેની સલાહ લો, ચોક્કસ એમાંથી છુટકારો મળશે, કારણ કે આ એઇડ્સની નિશાની નથી અને એઇડ્સની આવી નિશાની હોય પણ નહીં, પણ અગત્યની વાત એ કે તમે ફિઝિકલ થવાની બાબતમાં થોડી મર્યાદા કેળવતાં શીખો, જે બહુ જરૂરી છે.
ADVERTISEMENT
ફીમેલ લેબર જો તમારી સાથે ફિઝિકલ રિલેશન રાખવા તૈયાર થઈ જતી હોય તો એ તેની મજબૂરી હોઈ શકે. સાઇટ ઇન્ચાર્જ છો એટલે ઇનડિરેક્ટલી તમે તેના બૉસ થયા. પોતાની મજૂરી માટે તે તમને રોકી ન શકતી હોય એવી શક્યતા દેખાય છે અને ધારો કે એવું ન હોય તો પણ તમારે તમારા સ્ટાન્ડર્ડને પણ ઓળખવું જોઈએ. ક્યારેય કોઈનો ગેરલાભ લેવો ન જોઈએ એવી એક સામાન્ય સલાહ છે, બાકી તમારા વર્ણનથી ક્યાંય એવું લાગતું નથી કે તમને એચઆઇવી હોઈ શકે. થોડા હાઇજિન રહેવાનો પ્રયાસ કરશો તો ભવિષ્યમાં આવો પ્રૉબ્લેમ ડેવલપ નહીં થાય, પણ હા, તમારી આદતને જોતાં એ કહેવું પણ યોગ્ય ગણાશે કે ફિઝિકલ રિલેશનશિપ કેવા પાત્ર સાથે રાખવું એનું શાણપણ તમારામાં નહીં આવે તો તમે એ ભયાવહ બીમારીનો ભોગ બની શકો છો.


