Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > શું પ૮ વર્ષ પછી મહિલાને સેક્સ-લાઇફમાં રસ ન રહે?

શું પ૮ વર્ષ પછી મહિલાને સેક્સ-લાઇફમાં રસ ન રહે?

Published : 22 November, 2023 02:13 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

પાછલી વયે જ્યારે તમે પાર્ટનરની પસંદગી કરો છો ત્યારે માત્ર સેક્સ્યુઅલ લાઇફનો જ વિચાર નથી કરવાનો હોતો

પ્રતીકાત્મક તસવીર

કામવેદ

પ્રતીકાત્મક તસવીર


મારી ઉંમર ૫૬ વર્ષ છે. પાંચ વર્ષ પહેલાં પત્નીનું અવસાન થયું હોવાથી એકલવાયું જીવન ગાળું છું. વિધુરોના લગ્ન કરાવતી અમદાવાદની એક સંસ્થા છે, એમાં નામ લખાવ્યું હતું, જેનો હજી હમણાં જ મૅચમેકિંગ મેળો ગયો. મનમાં છે કે ત્યાં કોઈક યોગ્ય પાત્ર મળી જાય તો પાછલી જિંદગીમાં એકમેકનો સાથ રહે. અઠવાડિયે એકાદ વાર જ હસ્તમૈથુન થઈ શકે છે. યુવાની જેવી સ્ટ્રેન્ગ્થ અને ફ્રીક્વન્સી રહી ન હોવાથી મનેય નવા સંબંધમાં પર્ફોર્મ કરવાની ચિંતા રહે છે. મારે જાણવું છે કે શું ૫૮-૫૯ વર્ષની વયે મહિલાઓ સેક્સ-લાઇફમાં ઍક્ટિવ હોય? કદાચ બીજી વખતની ઇનિંગ્સમાં મહિલાઓને સેક્સ-લાઇફ ન ગમે એવું તો નહીં હોયને? લગ્ન પછીય જો મારે હસ્તમૈથુનથી જ સંતોષ માણવાનો હોય તો એનો કોઈ અર્થ સરતો નથી.
અંધેરી

જ્યારે કોઈ વ્યક્તિ ૨૦-૨૫ વર્ષે જીવનસાથી શોધે છે ત્યારે તેના જીવનસાથીની પસંદગીનાં પરિમાણો અને ૫૦-૫૫ વર્ષની ઉંમરે જીવનસાથીની પસંદગીનાં પરિમાણોમાં આસમાન-જમીનનો તફાવત હોય છે. પાછલી વયે જ્યારે તમે પાર્ટનરની પસંદગી કરો છો ત્યારે માત્ર સેક્સ્યુઅલ લાઇફનો જ વિચાર નથી કરવાનો હોતો. તમે પોતે જ કહો છો કે વૃદ્ધાવસ્થામાં પરસ્પરને સાથ-સહકાર અને હૂંફાળા સંબંધની ફીલ મળે એવી ઇચ્છા છે. પાછલી વયે બે વ્યક્તિ લગ્ન પહેલાં એવું કરવાનાં કારણો અને જરૂરિયાતો બાબતે સ્પષ્ટતા રાખે એ જરૂરી છે. તમે સેક્સ માટે સંબંધ ઝંખતા હો અને સામેવાળી વ્યક્તિ જસ્ટ હૂંફ અને કમ્પેનિયનશિપ માટે જોડાવા ઇચ્છતી હોય તો લગ્ન પછી પણ ગરબડ સર્જાઈ શકે છે. જેમ યુવાનીમાં પસંદગી વખતે તમે પેટછૂટી વાતચીત કરી લેતા હો છો એમ આ વખતે પણ તમારે પરસ્પરની અપેક્ષાઓ બાબતે થોડીક નજાકત સાથે વાર્તાલાપ કરી લેવો જોઈએ. સૌથી અગત્યની વાત એ કે સેક્સને એક્સ્પાયરી ડેટ નથી હોતી. મહિલાઓ મેનોપૉઝમાં આવી જાય એ પછી કે મહિલા ઉંમરમાં મોટી હોય એટલા માત્રથી સેક્સ્યુઅલ સંબંધો ન બાંધે એવું નથી. પ્રત્યેક મહિલાની પોતાની જરૂરિયાત અલગ-અલગ હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2023 02:13 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK