ગૂગલ (Google)માં નોકરી મેળવવી મુશ્કેલ છે કારણ કે દર વર્ષે 20 લાખ લોકો તેના માટે અરજી કરે છે. એટલા માટે કેટલાક લોકો કહે છે કે હાર્વર્ડમાં એડમિશન મેળવવા કરતાં ગૂગલમાં નોકરી મેળવવી વધુ મુશ્કેલ છે
પ્રતીકાત્મક તસવીર
ગૂગલ (Google) એક એવી જગ્યા છે જ્યાં દરેક વ્યક્તિ કામ કરવા માગે છે, પરંતુ ગૂગલમાં નોકરી મેળવવી સરળ નથી. ગૂગલના રિક્રુટમેન્ટ ડિવિઝન (Google Recruitment Division)માં કામ કરનાર એક ભૂતપૂર્વ કર્મચારીએ એવા લોકોને ખાસ સલાહ આપી છે જેઓ ગૂગલમાં નોકરી મેળવવા માગે છે.
ગૂગલ (Google)માં નોકરી મેળવવી મુશ્કેલ છે કારણ કે દર વર્ષે 20 લાખ લોકો તેના માટે અરજી કરે છે. એટલા માટે કેટલાક લોકો કહે છે કે હાર્વર્ડમાં એડમિશન મેળવવા કરતાં ગૂગલમાં નોકરી મેળવવી વધુ મુશ્કેલ છે. તેથી જો તમે ભરતી કરનારાઓને પ્રભાવિત કરવા અને Googleમાં નોકરી મેળવવા માગતા હો તો તમારા બાયોડેટાને થોડી સાવચેતીથી બનાવવો જોઈએ.
ADVERTISEMENT
બાયોડેટામાં આ ભૂલ ટાળો
બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર, ગૂગલ રિક્રુટર (Google Recruiter) તરીકે કામ કરનાર નોલાન ચર્ચે કહ્યું કે રિઝ્યૂમમાં થયેલી કેટલીક ભૂલો ઉમેદવારોની ઉમેદવારી પહેલાથી જ ખતમ કરી દે છે. આમાં બે મોટી ભૂલો છે. નોલાને પ્રથમ ભૂલને બ્રિક ટેક્સ્ટ નામ આપ્યું છે. મતલબ કે રિઝ્યુમમાં લાંબા ફકરા લખવા ન જોઈએ. ભરતી કરનારાઓ એવા રિઝ્યુમને બાકાત રાખે છે, જેમાં ભરતી પ્રક્રિયામાંથી ખૂબ વધારે વર્ણન અથવા લાંબા ફકરા હોય.
બીજી ભૂલ લોકો કરે છે કે બાયોડેટામાં બધું જ જણાવવા માટે તેઓ બાયોડેટાને ખૂબ લાંબો બનાવે છે. રેઝ્યૂમે ચોક્કસ અને સંક્ષિપ્તમાં હોવું જોઈએ. જો તમે આ કરી શકતા નથી, તો તમારે માત્ર ગૂગલમાં જ નહીં, પરંતુ અન્ય સ્થળોએ પણ નોકરીઓ માટે સંઘર્ષ કરવો પડશે.
ચેટજીપીટી અથવા ગ્રામરલી જેવા એઆઈ ટૂલ્સની મદદ
આ બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે ચર્ચે AI ટૂલ્સ જેવા કે ચેટજીપીટી (ChatGPT) અથવા ગ્રામરલી (Grammarly)નો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ સાધનો તમારા બાયોડેટાને સ્વચ્છ અને પ્રસ્તુત બનાવશે.
ગૂગલે તાજેતરમાં 12,000 કર્મચારીઓની છટણી કરી છે. આનો અર્થ એ છે કે ભરતી પ્રક્રિયા વધુ મુશ્કેલ બનશે. કારણ કે તે ઓછા કર્મચારીઓની જ ભરતી કરશે. એટલા માટે એ મહત્વનું છે કે તમે તમારો બાયોડેટા એવી રીતે બનાવો કે તેમાં ભૂલો ન થઈ શકે.
આ ભૂલો પણ ભારે પડે છે
ગૂગલમાં 20 વર્ષ સુધી કામ કરનાર ભૂતપૂર્વ કર્મચારી Laszlo Bock એ જણાવ્યું કે તેણે પોતાના કાર્યકાળ દરમિયાન 20,000થી વધુ રિઝ્યુમ જોયા છે. તેણે કેટલીક સામાન્ય ભૂલો પણ દર્શાવી છે. ઘણા રિઝ્યુમમાં ટાઈપો હતી કેટલાકમાં ખરાબ ફૉર્મેટિંગ હતું અને કેટલાકમાં ખૂબ લાંબા વાક્યો હતા. બોકના મતે દર દસ વર્ષના કામના અનુભવ માટે રેઝ્યૂમેનું એક પેજ હોવું જોઈએ. યાદ રાખો, એકવાર તમે ઈન્ટરવ્યુ રૂમમાં પહોંચી જાવ પછી બાયોડેટામાં બહુ ફરક પડતો નથી. તેથી, તેને સરળ રાખો અને બિનજરૂરી માહિતી ટાળો.
જો તમે ગૂગલ કે કોઈ મોટી કંપનીમાં નોકરી મેળવવા ઈચ્છો છો તો આ સૂચનોને ગંભીરતાથી લો. એક સારી રીતે પ્રસ્તુત સચોટ રેઝ્યૂમ તમારા સપનાની નોકરી મેળવવામાં ઘણી મદદ કરશે.

