Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ‘બૅટલગ્રાઉન્ડ’માં હાર્દિક પંડ્યા

‘બૅટલગ્રાઉન્ડ’માં હાર્દિક પંડ્યા

Published : 26 January, 2024 07:27 AM | IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

બૅટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયામાં તેના વૉઇસ પૅકનો સમાવેશ કરવાની સાથે નવી થીમ અને નવા ફીચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

હાર્દિક પંડ્યા

ટેક ટૉક

હાર્દિક પંડ્યા


બૅટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા દ્વારા નવું અપડેટ આવી રહ્યું છે. આ અપડેટમાં નવી થીમથી લઈને નવાં વેપન અને અન્ય નવાં ફીચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યારે આ ગેમમાં ફ્રોઝન કિંગડમ થીમમોડ ચાલી રહ્યો છે અને એની જગ્યાએ હવે શૅડો ફોર્સ થીમને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. આ અપડેટ આ અઠવાડિયામાં આવી જશે. સૌથી પહેલાં ઍન્ડ્રૉઇડ માટે અપડેટ આપવામાં આવશે અને ત્યાર બાદ આઇઓએસ માટે એ આપવામાં આવશે. આ અપડેટની અંદર હાર્દિક પંડ્યાનો વૉઇસ પૅક આપવામાં આવશે અને એ સાથે જ કેટલાક ઇમોટ પણ આપવામાં આવશે. બૅટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાના પૉડકાસ્ટ દ્વારા એ વાતની જાહેરાત કરવામાં આવી છે કે નવું અપડેટ આવી રહ્યું છે. તો આ અપેડટમાં શું-શું હશે એ જોઈએ.


નવી થીમ અને શૅડો બ્લેડ | નવી થીમનું નામ શૅડો ફોર્સ થીમ રાખવામાં આવ્યું છે. આ નામ પરથી સમુરાઇ જેવી થીમ અને તેમની દુનિયાની થીમ રાખવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. જોકે એક્ઝૅક્ટ્લી શું હશે એ તો ગેમ લૉન્ચ થયા બાદ જ ખબર પડશે, પરંતુ એમાં એક નવા વેપનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને શૅડો બ્લેડ કહેવામાં આવી રહ્યું છે. આ એક મીલી વેપન છે એટલે કે ચપ્પુ, તલવાર અને હાથથી ઉપયોગ કરીને અન્ય પ્લેયરને મારવા માટે જે હથિયારનો ઉપયોગ થાય છે એને મીલી વેપન કહેવાય છે. એમાં હવે શૅડો બ્લેડનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ એક એવી તલવાર છે જેનો ઉપયોગ ક્લોઝ રેન્જના એનિમીને એલિમિનેટ કરવા માટે થાય છે. આ બ્લેડનો ઉપયોગ કરતી વખતે એનિમી જો બંદૂકનો ઉપયોગ કરી રહ્યો હશે તો એનાથી થતા ડૅમેજને બે-ત્રણ સેકન્ડ માટે બ્લૉક કરવાનો પાવર આ બ્લેડમાં છે. આ સાથે જ આ નવી થીમમાં ઇન્ડિયન ક્રિકેટર હાર્દિક પંડ્યાના વૉઇસ પૅકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વૉઇસ પૅકનો ઉપયોગ કરવાથી ચોક્કસ મેસેજ આપતી વખતે હાર્દિક પંડ્યા મેસેજ આપી રહ્યો છે એવો અવાજ આવશે.



સ્કાયટેધર હુક | આ હુકનો ઉપયોગ એક બિલ્ડિંગ પરથી બીજા બિલ્ડિંગ અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરવામાં આવી શકે છે. સ્પાઇડર મૅન જે રીતે પોતાની જાળનો ઉપયોગ કરે છે એ જ રીતે આ હુકનો ઉપયોગ કરી શકાશે. જોકે એની રેન્જ લિમિટડે હશે. આ સાથે જ જમીન પર પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્લાઇડ થવા માટે આ હુકનો ઉપયોગ કરી શકાશે. એનિમી જ્યારે અટૅક કરી રહ્યો હોય ત્યારે પોતાના ડિફેન્સ માટે આ ખૂબ જ સારી ટૅક્ટિક છે.


મૈં મરેગા નહીં સાલા | આ ગેમમાં ઘણી વાર એવી થીમ આવી છે જેમાં એક વાર સાથી એલિમિનેટ થયો હોય તો ફરી તેને રીકૉલ કરી શકાય છે. થીમ જ્યારે ન હોય ત્યારે આ રીકૉલ નથી કરી શકાતું, પરંતુ થીમ હોય ત્યારે એક વાર ચાન્સ મળે છે રીકૉલ થવાનો એટલે કે પ્લેયરને બે વાર બૅટલફીલ્ડ પર જવાનો ચાન્સ મળે છે. આ માટે અન્ય સાથી પ્લેયર બૅટલફીલ્ડમાં હોવો જરૂરી છે અને તે જ રીકૉલ કરી શકે છે. આ થીમમાં પણ રીકૉલ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે એ સિવાય રિસ્પોન બૅટલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રિસ્પોન બૅટલમાં એલિમિનેટ થયેલા પ્લેયરને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે. ત્યાં તેણે રિવાઇવ થવા માટે બૅટલ કરવું પડે છે અને ત્યાર બાદ તે રીવાઇવ થઈ શકે છે. એટલે કે રિસ્પોન બૅટલમાં તેણે અન્ય પ્લેયર પર ડિપેન્ડન્ટ રહેવું નથી પડતું. એનો મતલબ એ પણ થયો કે પ્લેયર હવે બે વાર રિવાઇવ થઈ શકશે અને એને ટોટલ એક જ ગેમમાં ત્રણ વાર બૅટલફીલ્ડ પર જવાનો ચાન્સ મળશે.

કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન | પ્લેયર એક વાર ગેમમાં સંપૂર્ણ રીતે એલિમિનેટ થઈ ગયા બાદ તેની પાસે ઑપ્શન બચે છે. પહેલું કે એ ગેમને તેના સાથીઓ જીવિત રહે ત્યાં સુધી જુએ અથવા તો એક્ઝિટ કરે. જોકે હવે આ ગેમમાં એક નવા ફીચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ છે પ્રૉક્સી સ્કાઉટ. પ્લેયર એક વાર એલિમિનેટ થઈ ગયા બાદ એ એક મિનિક્રીચર તરીકે બૅટલફીલ્ડ પર રહી શકે છે. તે તેની ટીમ માટે સ્કાઉટનું કામ કરી શકે છે. આ ફીચર પહેલાં પણ ઉપલબ્ધ હતું, પરંતુ એમાં એક નવું અપડેટ આપવામાં આવ્યું છે. આ મિનિક્રીચર અન્ય પ્લેયરને ડૅમેજ નહીં કરી શકે, પરંતુ તેમને કન્ફ્યુઝ જરૂર કરી શકશે. આ મિનિક્રીચર જ્યારે પણ બૅટલફીલ્ડ પર હશે ત્યારે મિનિમૅપમાં એમનાં ફુટસ્ટેપ જોવા મળશે. આથી એનિમીને કન્ફ્યુઝ કરવા માટે અને તેમની પોઝિશન શું છે એ જાણવા માટે આ ફીચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે.


એક તીર, બે નિશાન | અત્યાર સુધી એવું હતું કે બોલ્ટ ઍક્શન ગન એટલે કે સ્નાઇપર ગનમાં એક ગોળી મારવાથી એક જ પ્લેયરને એલિમિનેટ કરી શકાતા હતા. જોકે હવે આ બંદૂકના પાવરમાં વધારો કરવામાં આવ્યો છે. હવે પ્લેયર એક ગોળી વડે બે પ્લેયરને એલિમિનેટ કરી શકશે. જોકે આ માટે બન્ને પ્લેયર સીધી રેખામાં હોવા જરૂરી છે. તેઓ આગળ-પાછળ અથવા તો આજુબાજુ હોવા જરૂરી છે. બંદૂકને જે ટાર્ગેટ પર મારવામાં આવી હોય એની સીધી લાઇનમાં આ બન્ને પ્લેયર આવવા જરૂરી છે. તો જ એક તીર, બે નિશાન લાગી શકશે.
આ સાથે જ નવા અપડેટમાં બિલ્ડિંગ સ્ટ્રક્ચરમાં પણ થોડો બદલાવ કરવામાં આવી રહ્યો છે. ઇરેન્ગલ મૅપમાં મિલિટરી, પોચિંકી અને જ્યૉર્જ પૂલમાં જે પણ બિલ્ડિંગ આવેલાં છે એમાં થોડો-થોડો બદલાવ કરવામાં આવી રહ્યો છે. આથી પ્લેયર દ્વારા હવે ફરી આ નવા સ્ટ્રક્ચરને સમજ્યા બાદ ક્યાંથી દુશ્મન હુમલો કરી શકે છે અને ક્યાંથી તેમના પર અટૅક 
કરી શકાય એ માટેની મની સ્ટ્રૅટેજી બનાવવી રહી.

Whatsapp-channel Whatsapp-channel

26 January, 2024 07:27 AM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK