Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પાચન ઘણું નબળું પડી ગયું છે

પાચન ઘણું નબળું પડી ગયું છે

12 February, 2024 09:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલો બદલાવ એ કે ખોરાક ચાવીને ખાવ. દરરોજ ૧૦-૧૫ ગ્લાસ પાણી પીઓ. ખૂબ પેટ ભરાઈ જાય એટલું ન ખાઓ.

પ્રતીકાત્મક તસવીર

ઑ .પી .ડી

પ્રતીકાત્મક તસવીર


પ્રશ્ન : હું ૪૦ વર્ષનો છું. આજકાલ મને ખૂબ વધારે ગૅસ થાય છે. ઍ​સિ​ડિટી પહેલાં ક્યારેક થતી. આજકાલ તો લાગે છે કે સતત ઍ​સિ​ડિટીની તકલીફ મને રહે જ છે. ગમે ત્યારે ખાટા ઓડકાર આવે છે. ખાસ કરીને રાત્રે સૂતો હોઉં ત્યારે આ તકલીફ વધુ થાય છે. અપચો, કબજિયાત અને પેટની ગરબડની સમસ્યા પણ વધી રહી છે. મને ખબર પડી છે કે આ માટે કોઈ સર્જરી પણ શક્ય છે. જો મને એની જરૂર હોય તો મને કઈ રીતે ખબર પડે?   

તમને જે સમસ્યા છે એ પાચનની સામાન્ય સમસ્યાઓમાં આવે છે. આ તકલીફ જ્યારે દવાઓ કે લાઇફસ્ટાઇલ બદલવા છતાં ઓછી થાય જ નહીં ત્યારે આપણે ઍડ્વાન્સ ટ્રીટમેન્ટ વિશે વિચારીએ છીએ. વળી તમારી ઉંમર નાની છે. લાઇફસ્ટાઇલમાં થોડા ફેરફાર કરશો તો ચોક્કસ ફરક પડશે. પહેલાં એ કરીને જુઓ. પછી સર્જરી વિશે વિચારજો. 


તમારી તકલીફને ગૅસ્ટ્રો એસોફેગલ રીફ્લકસ ​ડિસીઝ (GERD) કહે છે. જ્યારે આપણે જમીએ છીએ ત્યારે ખોરાક જઠરમાં જાય છે અને ત્યાં એ વલોવાય છે. જઠરમાં બે જગ્યાએ વાલ્વ હોય છે - એક અન્નનળી તરફ અને બીજો વાલ્વ નાના આંતરડા તરફ. જઠરને તમે એક મિક્સર ગ્રાઇન્ડર સમજી શકો છો. જ્યારે મિક્સરના જારનું ઢાંકણું થોડું પણ વ્યવસ્થિત બંધ ન થયું હોય તો અંદર રહેલો ખોરાક બહાર આવે એમ જઠરમાં પણ જો અન્નનળી તરફનો વાલ્વ વ્યવસ્થિત બંધ ન હોય તો ખોરાક કે ઍ​સિડ બહાર આવે. આ પરિસ્થિતિમાં અમુક મૂળભૂત બદલાવ લાવીને જુઓ.



પહેલો બદલાવ એ કે ખોરાક ચાવીને ખાવ. દરરોજ ૧૦-૧૫ ગ્લાસ પાણી પીઓ. ખૂબ પેટ ભરાઈ જાય એટલું ન ખાઓ. જ્યારે તમે ભૂખ હોય એના કરતાં ૭૦ ટકા ખાવ છો ત્યારે જઠરમાં વ્યવસ્થિત જગ્યા બચે છે પાચન કરવાની. જ્યારે એ પાચન વ્યવસ્થિત થશે ત્યારે બધી સમસ્યાઓ આપોઆપ બંધ થઈ જશે. બીજું એ કે ઊંઘ પૂરી કરો. સમય પર જમો. રાત્રે વહેલા જમો. સૂઈ જાવ એ પહેલાંના ત્રણ કલાક પહેલાં તમારું ​ડિનર પતી જવું જોઈએ. આવું કરવાથી રાત્રે આવતા ખાટા ઓડકારમાં રાહત મળી શકે છે. ચણા, રાજમા, મેથી, નારિયેળપાણી જેનાથી પણ તમને ગૅસ થતો હોય એ થોડા સમય માટે બંધ કરો. પાચન સશક્ત કરો એ પછી તમે આ બધું ખાઈ શકો છો. બહારનો ખોરાક, તળેલો ખોરાક પણ ન લો. જો આનાથી પણ પંદર દિવસ કે એકાદ મહિનામાં ફરક ન પડે તો તપાસ કરાવવી જરૂરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK