ભારતમાં, મીડિયા અને વેબસાઇટ્સ મોટા તહેવારો નીમિત્તે મોટા પાયે જન્મ માટેના શુભ સમયો અને મુહૂર્તની ચર્ચા કરે છે અને સી-સેક્શનની તરફેણ કરે છે.
Exclusive
સી-સેક્શનને હંમેશા સરળ વિકલ્પ તરીકે પસંદ કરવાનું ટાળવું જોઇએ, તસવીર - એઆઇ
વૈકલ્પિક સિઝેરિયન સેક્શન (સી-સેક્શન કે જે તબીબી રીતે જરૂરી નથી) ઘણીવાર સરળ અને સુરક્ષિત વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવે છે અથવા પ્રમોટ કરવામાં આવે છે. જો કે, સી-સેક્શન સલામત કે પીડારહિત નથી. કુદરતી ડિલિવરી માતા અને બાળક વચ્ચે સમયસર સંપર્કની સુવિધા આપે છે જે તમારા બાળકના મનોવૈજ્ઞાનિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને રોગપ્રતિકારક શક્તિને પ્રોત્સાહન આપે છે. વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે, સી-સેક્શન 5 માંથી 1 કરતાં વધુ બાળજન્મ માટે જવાબદાર છે. ડબ્લ્યુએચઓ અનુસાર, આગામી દાયકામાં સી-સેક્શનમાં વધારો થઈ શકે છે, અને 2030 સુધીમાં તમામ જન્મોમાં લગભગ ત્રીજા ભાગનો સી-સેક્શન ડિલવરી હોઈ શકે છે. ભારતમાં, જાહેર હૉસ્પિટલ કરતાં ખાનગી હૉસ્પિટલ્સમાં વધુ સી-સેક્શન થાય છે અને તેમાં પણ વધુ આવક ધરાવતી સ્ત્રીઓ સી-સેક્શન કરાવવામાં આગળ છે.
ભારતમાં, મીડિયા અને વેબસાઇટ્સ મોટા તહેવારો નીમિત્તે મોટા પાયે જન્મ માટેના શુભ સમયો અને મુહૂર્તની ચર્ચા કરે છે અને સી-સેક્શનની તરફેણ કરે છે. એ જાણીતી બાબત છે કે જ્યારે માતા તૈયાર ન હોય (અકાળે) અથવા જ્યારે બાળક માટે ચોક્કસ જોખમ હોય ત્યારે સી-સેક્શનનો વિકલ્પ પસંદ કરાય છે. માતાઓ અને શિશુઓ માટે મોટા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પ્રતિકૂળ સ્વાસ્થ્ય પરિણામોના વધતા જોખમ પર વૈકલ્પિક સી-સેક્શનની સંભવિત અસર વિશે ઘણી ઓછી જાગૃતિ છે. માતાઓ માટે, સી-સેક્શનમાંથી રિકવરીનો સમય, સર્જિકલ જટિલતાઓ અને અનુગામી ગર્ભાવસ્થા માટે જોખમમાં વધારો થઇ શકે છે. સી-સેક્શન દ્વારા જન્મેલા શિશુઓમાં રોગપ્રતિકારક શક્તિમાં ચેડાં થઈ શકે છે અને લાંબા ગાળા માટે સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. સી-સેક્શન પણ પ્રથમ છ મહિનામાં જે સ્તનપાન અનિવાર્ય હોય છે તેને પૂર્ણ કરવાનું મુશ્કેલ બનાવે છે, જે માતાઓ અને શિશુઓની સુખાકારી પર વધારાની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની હાનિકારક અસર કરી શકે છે.
વધુ અગત્યની બાબત એ છે કે હેલ્થકેર પુરી પાડનારાઓ અને માતાઓએ જ્યારે મેડીકલી જરૂરી હોય ત્યારે જ સિઝેરિયનનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. આપણે સી-સેક્શનને લગતી તમામ માહિતીના અંતરને દૂર કરવાની જરૂર છે, કારણ કે તે જેને પરવડી શકે તેવા લોકો માટે તે સલામત અને ઓછા પીડાદાયક વિકલ્પ ન હોવા છતાં પણ તે એક સાહજિક વિકલ્પ બની રહ્યાં છે. કુદરતી પ્રસૂતિને પૂરતી તૈયારી સાથે, પહેલેથી જ ફિટનેસ જાળવીને અને શ્વાસના વ્યાયામ યોગ્ય રીતે કરી, પાર્ટનર સપોર્ટ અને મેડિટેશન વગેરેથી ઓછી પીડાદાયક બનાવી શકાય છે. કુદરતી ડિલિવરી "સામાન્ય" છે અને પૉલીસ મેકર્સ, મેડિકલ-હેલ્થ પ્રોફેશનલ્સ અને સમાજે તેને સક્રિયપણે પ્રોત્સાહન અને સુવિધા આપવી જોઈએ. તમારા બાળકને કુદરતી રીતે જન્મ આપવા અને ધવડાવા સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નથી, બિલકુલ એ જ રીતે જે રીતે કુદરતે નિમ્યું છે.
ADVERTISEMENT
(લેખક પ્રોફેસર કૌમુદી જોશીપુરા, ડીન, બાગચી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ, અમદાવાદ યુનિવર્સિટી; એસસીડી (હાર્વર્ડ યુનિવર્સિટી) સાથે સંકળાયેલા છે.)