Covid- 19માંથી બહાર આવ્યા બાદ હૃદયનું આરોગ્ય કઇ રીતે સંભાળવું

પ્રતીકાત્મક તસવીર
ભારતમાં Covid- 19ને માત આપીને સાજા થયેલા દર્દીની સંખ્યા ઘણી મોટી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે 13 ઓક્ટોબર 2020ની સ્થિતિએ રીકવર કેસોની સંખ્યા 62 લાખ હતી. આ સાથે ભારતનો રિકવરી રેટ 83થી 85 ટકાની વચ્ચે છે. જો કે, એ નોંધ લેવી જરૂરી છે કે સાજા થયેલા અનેક દર્દીઓ હૃદયરોગથી પીડાઇ રહ્યા છે.Covid- 19નો ચેપ લાગ્યો તે વખતે જ નહીં, સાજા થયાના દિવસો કે મહિનાઓ પછી પણ તેમને હૃદયની સમસ્યા છે. રસપ્રદ વાત એ છે કે હૃદયરોગ સંબંધિત લક્ષણોને ચેપની તીવ્રતા અને Covid- 19 દર્દીની વય સાથે કોઇ સંબંધ નથી.
કોવિડ-19ની અસર હૃદય પર કેમ પડે છે?
ADVERTISEMENT
ભારતમાં કોવિડ 19ને એવો રોગ માનવામાં આવે છે, જે રક્તકોષિકાની દિવાલો પર અસર કરે છે. તેથી, કોવિડ 19ના દર્દીઓને હૃદયરોગ, સ્ટ્રોક્સ અને ફેફસા કે કોઇ અવયવની કોષિકામાં લોહી ગંઠાઇ જાય છે. બિમારી બાદ અથવા રિકવરી દરમિયાન પ્રથમ આ પ્રકારની સમસ્યા સર્જાય છે. આ ફરિયાદોની સાથે સાથે તાવ કે શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે અને ન પણ થઇ શકે. આ તકલીફનું જોખમ રિકવરીના સમયગાળામાં કેટલાંક મહિના સુધી રહી શકે છે.
આ ઉપરાંત, Covid- 19 હૃદય પર સીધી અસર કરી શકે છે અને હૃદયની માંસપેશીઓ નબળી પાડી શકે છે, જેને કારણે ચેપના પ્રારંભિક દિવસોમાં અથવા તો રિકવરીના સમયગાળામાં હૃદયરોગમાં પરિણમી શકે છે. હૃદયની તંદુરસ્તી પર Covid- 19ના ચેપની લાંબા ગાળાની અસરો અંગે મેડીકલ જગત પણ બારીકાઇથી નજર નાખી રહ્યું છે.
Covid- 19 રિકવરી બાદ હૃદયની કાળજીઃ
Covid- 19 ચેપમાંથી રિકવરીનો સમય ચેપની ગંભીરતા અને વ્યક્તિનું એકંદર સ્વાસ્થ્ય તથા અગાઉથી રહેલા રોગો પર આધાર રાખે છે. સાધારણથી ગંભીર Covid- 19 ચેપ ધરાવતા દર્દીઓ પર ઊંચું જોખમ રહેલું છે, તેથી તેમને વિશેષ ધ્યાનની જરૂર છે. જો કે, જીવનશૈલીમાં પરિવર્તન અને કેટલાંક લક્ષણો પર નજર રાખવાથી હૃદયરોગ વધુ જટિલ થતો અટકાવી શકાય છે.
કોવિડનો ભોગ બનેલા દર્દીઓએ હૃદયરોગના હુમલા અંગેના કેટલાંક લક્ષણોથી માહિતગાર રહેવું જોઇએઃ
- શ્વાસ લેવામાં તકલીફ
- શરીરમાં સોજો આવવો
- હૃદયના ધબકારા વધી જવા અને
- અત્યંત થાક લાગવો
Covid- 19 રિકવરી દરમિયાન લાંબા સમયગાળા સુધી ઉપરોક્ત લક્ષણો નવી ફરિયાદ તરીકે જોવા મળે તો તેને અવગણના ન જોઇએ અને ડોક્ટરનું ધ્યાન દોરવું જોઇએ જેથી તેઓ તપાસ કરી શકે. ફરિયાદોને આધારે કાર્ડિયોલોજીસ્ટ અન્ય ટેસ્ટની સાથે સાથે બ્લડ ટેસ્ટ અને 2D ઇકોકાર્ડિયોગ્રામ કરાવવાનું સુચન આપી શકે છે. આવા દર્દીઓને સ્પેશ્યલ બ્લડ થિનર્સ અથવા તો તપાસ અને ફરિયાદો પ્રમાણે હૃદયરોગમાં વપરાતી દવાઓની સારવારની જરૂર હોઇ શકે છે.
આ ઉપરાંત, રિકવરીના સમયગાળા દરમિયાન હૃદયની સારી તંદુરસ્તી હોવી મહત્વની છે. વ્યક્તિએ તંદુરસ્ત જીવનશૈલી જીવવી જોઇએ, ધુમ્રપાન છોડી દેવું જોઇએ, એક જગ્યાએ લાંબો સમય બેસવાનું ટાળવું જોઇએ અને જરૂર પડે તો ડોક્ટરની સલાહ પ્રમાણે દવાઓ ચાલુ રાખવી જોઇએ.
(ડો. સ્નેહીલ મિશ્રા, કાર્ડિયોલોજીસ્ટ, હિન્દુજા હોસ્પિટલ, ખાર)

