Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > છીંક આવે ત્યારે કેમ આંખો બંધ થઈ જાય છે?

છીંક આવે ત્યારે કેમ આંખો બંધ થઈ જાય છે?

Published : 14 June, 2016 04:06 AM | IST |

છીંક આવે ત્યારે કેમ આંખો બંધ થઈ જાય છે?

છીંક આવે ત્યારે કેમ આંખો બંધ થઈ જાય છે?



sneeze


હેલ્થ-ડિક્શનરી

નાકના પૅસેજમાં કોઈ પણ ફૉરેન પાર્ટિકલ પ્રવેશે ત્યારે એને બહાર ફેંકી દેવા માટે આપણને છીંક આવે છે. સામાન્ય રીતે છીંક દરમ્યાન ફેફસાંમાંથી જે હવા મોં વાટે બહાર ફેંકાય છે એ સરેરાશ ૧૦૦ માઇલ પ્રતિ કલાકના ફોર્સથી બહાર આવે છે. આવું થાય ત્યારે અન્નનળીમાંથી પણ ખોરાક કે પાણી બહાર ન ફેંકાય એ માટે અન્નનળી પાસેનો વાલ્વ બંધ કરવાની સૂચના મગજ દ્વારા મળતી હોય છે. અન્નનળીનો વાલ્વ ખોલ-બંધ કરવા સાથે સંકળાયેલા અનૈચ્છિક સ્નાયુઓ આપમેળે મગજ દ્વારા કન્ટ્રોલ થાય છે. આ સ્નાયુનો બીજો છેડો આંખની પાંપણોને પણ થોડેક અંશે કન્ટ્રોલ કરે છે. એટલે જ મગજ જ્યારે છીંક ખાવાની સૂચના આપે છે ત્યારે એકસાથે ત્રણ પ્રકારની ક્રિયાઓ થાય છે. ફેફસાંમાંથી હવા બહાર ફેંકવાની સાથે અન્નનળીનો વાલ્વ બંધ કરવાની તેમ જ ફોર્સથી બહાર નીકળતી હવા આંખોને ડૅમેજ ન કરે એ માટે આંખો બંધ કરવાની.

એમ છતાં ક્યારેક મોટી છીંક ખાધા પછી આંખમાંથી એક-બે ટીપાં આંસુનાં પડી જાય છે. એ પાણી આંખ અને નાક વચ્ચેની નળીમાં ક્રીએટ થયેલા પ્રેશરને કારણે પેદા થાય છે અને ફેફસાંમાંથી ફેંકાયેલી હવાના ફોર્સને કારણે આંખમાંથી બહાર નીકળે છે.

કેટલાક લોકોની છીંકનો અવાજ મોટો આવે છે તો ક્યારેક નાનો. એનાં બે કારણો હોઈ શકે. એક તો છીંક માટે કેટલું નર્વ સ્ટિમ્યુલેશન મળ્યું છે એની તીવ્રતા અને ફેફસાંની હવા તેમ જ મૉઈશ્ચર બહાર ફેંકવાની ક્ષમતા.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2016 04:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK